________________
૨૨૦
ખુશાલદાસ જગજીવનદાસ મિ. જે. વિદ્યાલય રજતજમારક] ૫. નિવૃત્તિને આદર્શ –
સર્વસ્વ ત્યાગ એ સંપૂર્ણ અહિંસકનું અનિવાર્ય આચરણ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં પ્રમાદ છે, હિંસા છે, પાપ છે. મુમુક્ષમાં મમત્વપ્રેમ એ પરસ્પર વિરોધી છે. તેથી જૈન ધર્મ ધમાંથી કે આત્માથી માટે સર્વસ્વ ત્યાગ એક અનિવાર્ય શરત તરીકે રજૂ કર્યો. પરંતુ એ ત્યાગ સંપૂર્ણ બ્રહ્મચર્ય વિના ન જ સંભવે તેથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન પણ તેમને માટે અનિવાર્ય બન્યું.
આ તરફથી વેદવિશારદ બ્રાહ્મણને તે ખટક્યું. તેઓ ગૃહસ્થાશ્રમી પણ હતા અને પરિગ્રહી પણ. તેમને આશ્રમવ્યવસ્થા સામે ઉપરને આદર્શ એક ફટકો સમાન લાગે; પણ મહાવીરના વિવેકે તે જાહેર કર્યું કે જે બ્રહ્મચર્યાશ્રમ શ્રેષ્ઠ હોય અને એ જ તે પછી માણસ શરૂઆતથી જ એટલે કે બ્રહ્મચર્યાશ્રમથી જ
જીવનપયત બ્રહ્મચારી અને ત્યાગી રહે તે શું ખોટું? તેથી તે તેના આત્માનું અને સમાજનું ઉભયનું કલ્યાણ જ છે. જેની ઓછામાં ઓછી હાજતે હોય છે તે જ આત્મહિત અને પરિણામે ગણિત વધારેમાં વધારે સાધી શકે છે. વચલા કે પછીના આશ્રમેની અનિવાર્યતાને ત્યાગ કરીને અને માત્ર પહેલા આશ્રમમાં રહેનારાની ઉત્તમતાને પ્રચાર કરીને તેમણે શ્રમણ સંસ્કૃતિની વિશેષતા જનતા સમક્ષ રજૂ કરી. તેમણે જાહેર કર્યું કે કામગુણ સંસારનાં મૂળ છે કુટુંબ કબિલામાં કે બીજે કયાંય આસકત રહેનારા માણસથી આત્મસાક્ષાત્કાર અનેક ગાઉ આઘો રહે છે. ૬ અનેકાંતદષ્ટિ
જૈન ધર્મની મહત્વની વિશેષતા અનેકાંતષ્ટિના તેના રવીકાર અને નિરૂપણમાં છે. કોઈ પણ એક વસ્તુને એક જ બાજુથી કે એક જ અપેક્ષાથી ને નિહાળતાં તેની બધી બાજુએથી જેવી વિચારવી અને પછી તે વસ્તુના સ્વરૂપને નિર્ણય કર એ અનેકાંતદષ્ટિ છે. એનું બીજું નામ છે સ્વાવાદ. અનેકાંતવાદનું અપર નામ વિવેકવાર કહી શકાય. એ એક મહાશકિત છે, જેના આશ્રય લેનારને તે સ્થિર ગષક બનાવે છે, અત્યંત જાગ્રત અને વિવેકશીલ રહેવા પ્રેરે છે. એની મદદથી ચાલનાર માણસ આચારક્ષેત્રે કે વિચારક્ષેત્રે, દાર્શનિકાની વચ્ચે કે આધ્યાત્મિકેની વચ્ચે, પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં સાધુ અવસ્થામાં કે ગૃહસ્થાશ્રમમાં જ્યાં કયાંય હોય ત્યાં પિતાને વિવેક વાપરીને આત્મકલ્યાણને ઓળખી કાઢે છે, તેને માટે તે દીપક સમાન છે. દરેક વિચારને કે વર્તનને ચકાસવા માટે એ એક કસોટી સમાન છે. કેટલાક લેકે એને “સંશયવાદ' કહીને નિંદે છે, પણ તેમ કરનારા માત્ર તેમનું અજ્ઞાન જાહેરમાં મૂકવા સિવાય બીજું કશું વિશેષ નથી કરતા. એ તે અનેકાંશુ આદિત્ય છે. તેની સામે ધૂળ ઉડાડનારા, વાસ્તવિક રીતે પિતા પ્રત્યે જ ઉડાડે છે. ટૂંકામાં એ તે સંતોની સંતદષ્ટિ છે, જ્ઞાનીઓની જ્ઞાનદૃષ્ટિ છે, સાચા કર્મયોગીઓની કર્મદષ્ટિ છે.
છેવટે આ વિચારણા ઉપરથી એટલું સમજી શકાયું હશે કે જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિને માનવી સંસ્કૃતિ બનાવવા કેટલી કીમતી ભેટ આપેલ છે. પરંતુ એ ભેટ ભારતવર્ષને ચરણે જતાં હવે તે જેની નથી રહી પણ ભારતીય બની ગઈ છે. આજે આપણે ભારતવર્ષને ધાર્મિક આદર્શ પુરુષ અહિંસાના પરિપૂર્ણ અમલમાં જ સત્યને સાક્ષાતકાર જુએ છે. હિંદુધર્મને પૂર્ણ બનાવવા માટે વર્ણાશ્રમવ્યવસ્થાની અંદર રહેલા જે દોષને કાઢવા તેઓ કહી રહ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે, તે જ દેને દૂર કરવાનું કામ મહાવીરે કરેલું હતું. વળી તેઓ જે વિવેક, સમભાવ અને રિથરતાથી વસ્તુતત્વને નિહાળે છે, તે ઉપરથી જણાય છે કે તેઓ અનેકાંતદષ્ટિનું જ અનુશીલન કરે છે. તેથી કહેવું જોઈએ કે જૈન ધર્મની વિશેષતાઓ હવે ભારતવર્ષની સાંસ્કૃતિક વિશેષતાઓ બની ગઈ છે.