SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Dતરમાı] અઘ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયરોાવિજય ૧૩ આવાં ખલ અને દુર્જન તરફથી થયેલા આક્ષેપા, વગાણાં વગેરે બતાવતાં અનેક અવતરણા યશા વિજયજીની ગુજરાતી તેમજ સંસ્કૃત કૃતિઓમાંથી મળે છે, કે જે હું અત્ર સ્થાનાભાવે ઉતારતા નથી, ઉપરનાં થોડા ઉતારા પરથી જણાશે કે એ નિન્દાથી પાતાને બહુ લાગી આવતું, તેનું શોષણ-નિરાકરણ-નિવારણ કરવાની ઈચ્છા રહેતી, ક્રોધ ઉપજતા પણ પ્રભુની ભક્તિ અને ગુણગાન કરીને આશ્વાસન લેતા અને હૃદયના ક્રોધ ને ખેદ નિવારતા. શ્રી આનંદધન એટલા મત અને ઉચ્ચ કાટિના હતા કે તેમને ક્રાપ થાય નહિ અને નિંદાની કે માનની પરવા હાય નહિ. આટલા બન્નેમાં અંતર લાગે છે. છતાં યશવિજયની આત્મદશા ઉત્તરાત્તર ચડતી ગઇ છે. એમની આત્મસ્થિતિ એમના જ શબ્દમાં જોઇશું. સમ્યગ્દષ્ટિ-દ્વાત્રિ શકામાં કહ્યું છે કેઃ मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग् मिष्येति नः स्थितिः ॥ -મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલું સભ્યશ્ચંત હાય તા પણ મિથ્યા થાય છે, જ્યારે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત હોય તે પણ સમ્યક્ થાય છે, અને તેવી અમારી સ્થિતિ છે. એટલે પાતે મિથ્યાશ્રુતા અવગાડેલાં તે પોતે સમ્યગ્દષ્ટિ હોઇ પોતાને સમ્યક્ પણે થયાં છે—પરિણમ્યાં છે. શાસ્ત્રના સમ્યક્ પરિચયથી, ધીમાનાના સંપ્રદાયને અનુસરી અને પોતાના અનુભવયાગથી રચેલા પોતાના અધ્યાત્મસાર નામના સગ્રંથમાં નચેના (પ્રબંધ ૩, શ્લોક ૪૦) પરથી જણાય છે કે તેમને સમભાવ હતા તે તેનું સુખ પોતે જોએલું હતું. दूरे स्वर्गसुखं मुक्ति-पदवी सा दवीयसी । मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥ સ્વર્ગનું સુખ તો દૂર છે અને મેક્ષપદવી તે વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખતા ( અમે ) સ્પષ્ટ રીતે જ જોયેલું છે. शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः ॥ ———શાન્ત હૃદયવાળાનાશમયુક્ત ચિત્તવાળાના શાક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ ( સર્વે ) ક્ષીણ થાય છે; એ બાબતના સાક્ષી અહીં અમારા અનુભવ જ છે. ( પ્રબંધ છ શ્લોક ૧૮) ब्रह्मस्थ ब्रह्मो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासा ननु भवामः ॥ ~~~~~હ્મ એટલે પરમાત્મા વિષે જ્ઞાનના ઉપયોગે ) રહેલા બ્રહ્મજ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યને જાણનારા બ્રહ્મને શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય પણ બ્રહ્મજ્ઞાનીના--આત્મજ્ઞાનીના ( આનંદૂધનજીના ) વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને-ચિદાનંદને અનુભવીએ છીએ. ( પ્રબંધ ૭ શ્લોક ૧૯ ) અનુભવ–આત્મદર્શનનું સ્વરૂપ દાખવી તે પાતાને ગુરુકૃપાથી (આનંદધનની કૃપાથી) પ્રાપ્ત થયા, સમ્યત્વ જળહળીત થયું, મેહને અનુભવથી નિર્બળ કયેર્યાં–એ વાત સં. ૧૭૩૮ પછી રચેલા શ્રીપાળ રાસના ચાથા ખંડના છેવટના ભાગમાં પોતે જણાવે છે. તેમાંથી ઘેાડી કડીઓ લઈ એ ~~~ માહુરે તે ગુરુચરણ પસાયૅ, અનુભવ દિલમાં પેઠ ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમરતિ હુઈ બેઠી.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy