SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ રજતમારક] અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયવિજય ૨૧ કતરેલ લેખ છે, ને હાલમાં વીસા શ્રીમાળીઓની વાડીમાં એક નવી દેહરીમાં તે વિરાજમાન છે ને સાથે મેટી રંગીન છબી તાજી કલ્પના પરથી કરાવી રાખેલી છે. તેઓ પ્રખર પ્રકાંડ તાર્કિક હતા ને તેમણે અનેક ખંડનાત્મક કૃતિઓ રચી. પ્રતિભા અને વિપુલ બુદ્ધિવૈભવથી ચિતામણી જેવા ગહન વાયગ્રંથને અભ્યાસી-અવગાહી પછી દર્શન અને પૂર્વાચાચૅના ચેગ, અધ્યાત્મ આદિ વિષયનાં પુસ્તકોનું સૂમ અધ્યયન કરી ધણા ગ્રંથની રચના કરી. આવા ઉપાધ્યાયના ઉપાધ્યાય એવા, ગચ્છનાયક અને આચાર્યપદને શોભાવે એવા, બલકે વણિપુત્ર મહાન તિર્ધર હેમચંદ્રાચાર્યની કટિમાં આવે એવા આ બીજા વણિકપુત્ર યશેવિ જ્યને “ઉપાધ્યાય” જેવું પદ આપવું એ તપાગચ્છના નાયક શ્રીવિજ્યદેવ સૂરિને અને તેમના સં. ૧૭૧૩ માં સ્વર્ગવાસ પછી વિજ્યપ્રભસૂરિને ઠીક ન લાગ્યું. અન્યના તેજના જ ઘણા સહન કરી શકતા નથી; છતાં તેજસ્વી તે તેજવી રહે છે. યશોવિજયને શાસ્ત્રાગમના પ્રમાણથી ગચ્છનાયકની ઘણી પ્રવૃત્તિઓ અનિષ્ટ લાગી હતી, તે માટે સામાન્યપણે પણ સ્પષ્ટ કથન કરવામાં તેમણે હિંમત બતાવી હતી. પણ પરંપરાગત સાધુસંઘવ્યવસ્થાના બલ અને લેકમાં વસેલા ગચ્છનાયક પ્રત્યેના પ્રબલ આદરભાવને કારણે આખરે આ તેજસ્વી યશોવિજ્યને પણ તેજહીન થવું પડ્યું. વિદ્વત્તાની દૃષ્ટિએ નહિ, પણ પિતા પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને વિજ્યદેવ સૂરિએ પિતાની પાટ પર બેસવા નિયુક્ત કરેલા અને પછી પટ્ટધર થયેલા વિજ્યપ્રભસૂરિ સામાન્ય કેટિના હતા. તેમને પ્રત્યે યશવિજ્ય જેવાને અતિ આદરભાવ ન હોય તે રવાભાવિક છે. વળી દુર્ભાગ્યે ગચ્છાચાર્ય થવા એગ્ય અને જેમના પ્રત્યે પિતાને બહુ પૂજ્યભાવ હવે તે વિજયસિંહરિ સં. ૧૭૯ માં સ્વર્ગસ્થ થયા. તેમજ બીજી અનેક ગણી વિષમ પરિસ્થિતિ હતી કે જેમાં અત્ર સ્થાનાભાવે ઉતરવું એગ્ય નથી. યશોવિજયજીને નીચેના શબ્દોમાં તેમની આત્મપ્રતિષ્ઠા ઘવાય તે રીતે માફી માગવી પડી. નવા સ. ૧૭૧૭ વર્ષે ભ૦ શ્રી વિજ્યપ્રભસૂરીશ્વર ચરણન શિશુલેશઃ ૫. નયવિજય ગણિશિષ્ય જસવિ વિપતિ, અપર આજ પહિલાં જે મઈ અવજ્ઞા કીધી તે માપ, હવિ આજપછી શ્રીપૂજય થકી કર્યા વિપરીતપણે કરું, તથા શ્રીપૂજયજી થકી જે વિપરીત હોઈ તે સાથેિ મિલ તે, તથા મણિચંદ્રદિકનિ તથા તેના કહિણથી જે શ્રાવકન શ્રીપૂજયજી ઉપર, ગચ્છવાસી યતિ ઉપરિ, અનાસ્થા આવી છે તે અનાસ્થા ટાલવાને અને તેનિ શ્રીપૂજયજી ઉપર રાગ વૃદ્ધિ થાઈ તેમ ઉપાય યથાશક્તિ ન કરું તે, શ્રીપૂજયજીની આજ્ઞાચિમાહિ ન પ્રવતું તે, માહરિ માથઈ શ્રી શત્રુંજય તીર્થ લોયાનું, શ્રી જિનશાસન ઉથાપ્યાનું, ચૌદ રાજલકનઈ વિષઈ વર્તઇ તે પાપ” –પૂજય પ્રવર્તક શ્રીકાનિવિજ્યજી પાસે ૪-૫ ઈંચ લાંબા પહોળા, કાગળના કકડા ઉપર લખેલું છે તેની અક્ષરશઃ નલ. સ. ૧૭૧૮ માં–ઉપરની મારી પછી પ્રાયઃ એક વર્ષે વિજ્યપ્રભસૂરિએ યશેવિયજીને “ ઉપાધ્યાય પદ આપવાની કૃપા બતાવી. ૪ વિષયરસમાં ગ્રહી માચિયા નાચિયા ગુરુ મદભરપૂર રે મધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહો દૂર રે, કેમકુંભાર્દિક અધિકનું, ધર્મનું કે નવિ ભૂલ રે દેકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ ભૂલ રે. અર્થની દેશના જે દીએ, ઓલ ધર્મના ગ્રંથ રે પરમપદને પ્રગટ ચાર તે, તેહથી કિમ વહે પંથે રે ?-સીમંધર સ્ત, ૧ લી ઢાળ, જિમ જિમ બહુમત બહુજન સંમત, બહુલ શિષને શહે. તમતિમ જિનશાસનને વેર, જે નવિ અનુભવને પાલરાસ ૪ થા ખંડ અને.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy