________________
૨૧૦
મહનલાલ દલીચંદ શાઈ [મ. જે. વિધાલય એટલું નિશ્ચિત છે કે મીરાંબાઈ, નરસિહ, તેમજ કબીર, દાદ, સુરદાસ વગેરે જૈનેતર સંતિનાં પદેનું સાહિત્ય અમર છે, તે પ્રમાણે આનંદધનનાં સ્તવને અને પદેનું સાહિત્ય માત્ર જૈનસાહિત્યમાં જ નહિ, પણ સમસ્ત ભારત–સાહિત્યમાં સારું સ્થાન લે તેમ છે. તે સમજવા માટે જૈનધર્મની પરિભાષા તે અલબત થેડી ઘણી જાણવી પડશે.
ધર્મસમાજની વિષમસ્થિતિની વચમાં રહીને-રા. સુશીલ શ્રીક્ષિતિ બાબુના લેખ ઉપરથી કહે છે તેમ-જે વખતે વાગુવૈભવ અને વિધિ-નિષેધની ઘડભાંજમાં જ વિતાને અને સંપ્રદાયના મહારથીઓને ધણ ખરે સમય ખર્ચાઈ જતું હતું (શ્રીયશવિજયે પૂર્વાર્ધ જીવનમાં કર્યું તેમ), તે વખતે અધ્યાત્મભેગી આનંદઘનજીની સાધનાએ મધ્યયુગમાં એક જુદી ભાત પાડી. પ્રખર પંડિત અને વાદવિવાદમાં વાચસ્પતિ જેવા ગણતા પુછોની વચ્ચે તેમણે પિતાની સાધના ચાલુ રાખી. તેમણે આ પ્રેરણા શી રીતે મેળવી અને દેખીતી નિરાશા વચ્ચે પણ તેઓ કેમ અડગ રહી શક્યા એ એક વિચારવા જે વિષય છે.” શ્રીયુત ક્ષિતિ બાબુનું એ કહેવું લક્ષમાં રાખવાનું છે કે “બહારના બધા પ્રભાવથી પિતાને સર્વથા અલગ અને વિશુદ્ધ રાખવામાં જેને ખૂબ જ સાવચેત રહે છે, એટલું છતાં આનંદઘનજીના આધ્યાત્મિક તરંગોએ પેલી કૃત્રિમ દિવાલની પરવા ન કરી. જૈનસમાજે અતિ સાવધાનપ્રિયતામાંથી ઉપજાવેલાં અસંખ્ય અર્થહીન વબંધને પણ એ વિદ્રોહના હેતુ હોય. જૈનધર્મે પ્રકટાવેલી (અધ્યાત્મ જ્ઞાનની) મશાલનાં તેજ ધીમે ધીમે બુઝાતાં હતાં–નવું દીવેલ પૂરનાર પુરુષ કાંઈ દેખાતું ન હતા અને વધુ આશ્ચર્યની વાત તે એ છે કે મશાલ બુઝાવા છતાં મશાલના હાથા એ જાયે સળગતી મશાલ હોય એમ માની તેઓ માર્ગ કાએ જતા. આનંદધનજીએ એમાં થોડું જીવન પૂર્યું. જગતે જૈનધર્મને પ્રકાશ એકવાર ફરીથી નીરખ્યો. પણ એની અવધ મર્યાદિત હતી. વિદ્રોહની પ્રતિક્રિયા છે જ્યારનીયે શરૂ થઈ ચુકી હતી. એટલું છતાં તે વિદ્વાને પ્રકારાંતરે સૂચવ્યું છે કે જૈન સંધના ખમીરમાં વિપ્લવવાદ ભયે છે. આત્મકલ્યાણ કે જનકલ્યાણની કામનાવાળા કોઈપણ જૈન વહેલે યા મોડે બળવાખોર બન્યા વિના ન રહે. શ્રી મહાવીર પ્રભુ પણ મટી ક્રાંતિ કરનાર હતા. આ દષ્ટિએ આનંદધનજી અને તેમના સરખા અધ્યાત્મગીઓનું સ્થાન ઘણું ઉચ્ચ છે. એવા પુષે જ બુઝાતી મશાલેમાં નવું તેજ પૂરે છે અને જૈનશાસનની ઉપકારકતા સિદ્ધ કરે છે.
શ્રીયશોવિજ્ય શ્રીઆનંદધનજીને મળ્યા હતા તે વાત પર આવીએ તે પહેલાં જેને સંબંધી મેં ઘણુંયે એકત્ર કરી લખી રાખ્યું છે અને જેના સંબંધી મારી સંપાદિત કરેલ “સુજસેવેલી ભાસ’માં તેમજ પં સુખલાલ આદિ અનેક વિદ્વાનેએ લખ્યું છે અને ઘણું લખશે તેથી વધુ ન કહેતાં તે યશોવિજ્યના અત્યારે સ્થાનાભાવને લીધે અતિ ટુંક પરિચયથી સતિષ લઈશું. ગાયકવાડ રાજ્યના ગુજરાતના ધણજ ગામપાસે લગભગ મૈત્ય ખૂણામાં કનેડા નામના ગામમાં વણિકનારાયણના પત્ની ભાગદેથી પુત્રનામે જસવતે નાનાભાઈ પાસિહ સહિત તપાગચ્છના નવિજ્ય મુનિ પાસે સં ૧૬૮૮ માં પાટણમાં દીક્ષા લીધી, તેમનું નામ યશોવિજય, જ્યારે અનુજનું નામ પદ્યવિજય રખાયું. સં. ૧૬૯૯ માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. ત્યાંના શેઠ ધનજી સૂરાની આર્થિક સહાયના વચને ગુસહિત કાશીપ્રયે વિહાર કરી ત્યાં ત્રણ વર્ષ એક તાર્કિક બ્રાહ્મણ વિદ્વાન પાસે ન્યાયને અભ્યાસ કરી એક સંન્યાસી વાદીને છાતી ત્યાં “ ન્યાયવિશારદ” પદ મેળવ્યું, પછી ગુસહિત આગ્રા જઈ ત્યાંના ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ અભ્યાસ કરી ન્યાયાચાર્ય થયા. ગુજરાત પ્રત્યે વિહાર કરી અમદાવાદ સૂબા મહબતખાન પાસે અઢાર અવધાન કર્યા. ગચ્છનાયકને આ વિદ્વાનને
ગ્ય “ઉપાધ્યાય' પદવી આપવા વિનતિ થઈ પણ તે અમલમાં ન આવી. પછી વિજયપ્રભ સૂરિ તરફથી સં. ૧૭૧૮ માં ઉપાધ્યાય પદ મળ્યું. સં. ૧૭૪૩ માં ડભોઇમાં સ્વર્ગસ્થ થયા ને દેહસંસ્કારસ્થળે સમાધિસ્વપ કરવામાં આવ્યો. આટલી નિશ્ચિત હકીકત સુજલીના કર્તા સમકાલીન કાંતિવિજયે આપી છે. આ તૂપનાં દર્શન આ કાર્તિક માસમાં જ હું કઈ જઈ કરી આવ્યો. ત્યાં પાદુકા અને તે પર સં. ૧જય ને