SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી બીમાનદાન અને મીશોવિજય જન્માર] ૨૦૯ એવા પિતાને તે “અહો અહે હું મુજને કહું, ન મુજ નમે મુજ રે, અમિતલદાન-દાતારની, જેની ભેટ થઈતુજ રે'(૧૬ મું સ્ત.) એમ કહી નમન કરે છે. જુઓ “સુહાગણ જાગી અનુભવ પ્રીત” (પદ ૪થુ), મેરે ઘટ જ્ઞાન-ભાનુ ભયો ભેર (પદ ૧૫ મું), અવધુ! અનુભવકલિકા જાગી (પદર૩ મું) વગેરે, અને પદ ૭૮ માં કહે છે કે “જગત ગુરુ મેરા મેં ગતકા ચેરા, મિટ ગયા વાદવિવાદક ઘેરા ગુકે ધરકા મરમ મેં પાયા, અકથ કહાની આનંદધન ભાયા.” તેઓ યેગી હતા–(જુઓ પદ ૬ મું) વળી, સર્વ ધર્મ પ્રત્યે નિષ્પક્ષભાવે સમભાવ રાખતા, એ તેમનું ૬૧ મું પદ ધામ કહો ચહેમાન કહે” એ સ્પષ્ટ કરે છે. “ભારતીય સમાજ ભેદ બહુલ છે, ત્યાં વિધવિધ ભાષા, ધર્મ, જાતિઓ છે, એ કારણે ભારતના મર્મની વાણું જ ઐયની વાણી છે. એ કારણે ભારતના જે યથાર્થ શ્રેષ્ઠ મહાપુરુષ થયા છે તેમણે મનુષ્યના આત્મા–આત્મામાં સેતુ-નિર્માણ કરવાનું છયું છે, બાહ્યાચારેએ ભારતમાં વિવિધ પ્રકારના ભેદને મજબૂત કરી રાખ્યા છે, તેથી ભારતની શ્રેષ્ઠ સાધના એ છે કે બાહ્યાચારને વ્યતિક્રમ કરી અંદરના સત્યને સ્વીકાર કરે. પરંપરાક્રમથી ભારતવર્ષના મહાપુરુષોને આશ્રય લઇને આ જ સાધનાની ધાર ચિરકાલથી ચાલી આવી છે –એ સ્વરવિબાબુનું મંતવ્ય આનંદધનજીને યથાર્થ લાગુ પડે છે. તેઓ “ફક્કડ' હતા, જોકસંજ્ઞાની દરકાર કરતાં ધર્મ સમાજમાં વિપરીત સ્થિતિ વર્તે છે એમ સ્પષ્ટપણે સૂચવતા –દા. ત. “ગરછના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજકાજ કરતાં થકા, મેહ નડિયા કલિકાળ-રાજે'(૧૪ મું સ્ત.) પુષ્ય પરંપરા અનુભવ જેવતાં રે, અંધ અંધ પુલાય, વસ્તુ વિચારે રે જે આગમે કરી રે, ચરણધારણ નહીં કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. (બીજું સ્ત.) “ મત મત ભેદે રે જે જઈ પુછીએ, સહુ થાપે અહમેવ' (૪ શું સ્ત.) “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુર સંતાન રે, જેગ સામી ચિત્તભાવ જે, “ધરે મુગતિ નિદાન રે' (૧૬ મું સ્ત.) એમ અનેક વાદિમતવિભ્રમ, સંકટ પશિયન લહે, ચિત્ત સમાધિ માટે પુછું, તમ(પ્રભુ) વિણ તવ કેઈન કહે (સ્ત. ર૦ મું) વગેરે. આથી તેઓ લોકપ્રિય કે ગછપ્રિય કે સાધુપ્રિય નહિ થયા, એટલું જ નહિ પણ પિતાને નિર્ધારેલ માર્ગ અપૂર્વ ને અટુલે હોઈ લૌકિક અને સાંપ્રદાયિક માર્ગને ઘણા કાળથી વરેલા બીજાઓથી વગેવાયા. લેમાં તેમને “ભંગડભૂતે” નામ અપાયું. શ્રી મહાવીર પ્રભુને સત્ય ઉપાસક પિતાને પડતા ઉપસર્ગોને આનંદ-પ્રસન્નતાથી નિર્વેદ કે ખેદ વગર સમભાવે સહે, તેને પિતાના મન પર કોઈપણ જાતની વિષમ અસર કરવા ન દે અને પિતાની આત્મમસ્તીમાં ગુલતાન-તલ્લીન રહી આત્મજ્ઞાન અને ચિત્ત સમાધિથી પ્રત્યે પ્રતિક્ષણ દષ્ટિ રાખી તે વીરત્વથી સાધવા સમસ્ત પ્રકારે સાવધાન અને પ્રયત્નશીલ રહે. આત્મા હેય તે જ શોકની પાર જઈ શકે છેતરતિ રોમાણિત-આતમવિલા જ ખરું સુખ અને સાચી શાંતિ આપી શકે છે. એ એકલ-વિહારી હતા. પાશ્લી અવસ્થામાં ગુજરાતને તજીને મારવાડના મીરાંબાઈને પીયર ગામ મેડતામાં રહેતા, એમ કહેવાય છે. તેમના સંબંધમાં સતિવિષે બને છે તેમ અનેક કથાઓ અને વાત પ્રચલિત થઈ છે. એ સર્વમાં ઉતરવું એ વિસ્તારભયને લીધે અત્ર એગ્ય નથી. તેમાંથી મુખ્ય સ્વર તે સંતની મહત્તાને જ નીકળે છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “મીરાંના ઉગારમાં કૃત્રિમતાનું નામ સુદ્ધાં નથી. મીરાં ગીત ગાઈ ગઈ છે તેનાથી ગાયાવિના રહેવાયું નહિ માટે, સીધું હદયમાંથી નીકળ્યું છે કુદરતી ઝરણુની પે, જાણે ફૂટી નીકળ્યું ન હોય. યશનો મેહ અથવા લેકની વાહવાહ મેળવવાને કંઈ એ પદને હેતુ થોડે જ હતો? જેમ ઘણા ચારણ ચારણીઓનાં, ગીતને હોય છે. આ જ એની અપીલ છે જે કદી વાસી થવાની નથી” (પ્રબુદ્ધ જૈન ૧-૧૧-૪૧ પૃ. ૧૨૪) મીરાંના પદની એ વાત આનંદધનનાં પદોને બરાબર લાગુ પડે છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy