________________
Re૮
મોહનલાલ દલીચંદ શાઈ
[ષ છે.
હાલ
એ પદમાં એક નિરાધાર સત્યશોધકનું આદ અને તેની સાથે નિર્ભયતાનું કરુણ સુકુમાર સંગીત ભર્યું છે. આનંદધનજીની સાધના જો સીધી-સહજ ગતિએ ચાલી હતી તે કદાચ વિશ્વ આ માર્મિક વેદનાના સુર ન સાંભળત. અંતે એ વિકટ માર્ગ પણ કપાય છે અને અંધારી અટવીમાં આથડતે પ્રવાસી, ઉષાને ઉદય નિહાળી ઉલ્લાસ અનુભવે તેમ આ સત્યશોધકના “ઘટમંદિરમાં દીપક પ્રકટે છે, સહજ જેતિ રેલાય છે, અજ્ઞાનતાની નિંદા તટે છે અને અનુભવપ્રીત જાગે છે, એમ જાણે કઈ જોગી જગતના ચેકમાં ઊભા રહી આલમને ઉદ્દબોધતો હોય તેમ આનંદઘનજી ઉચ્ચારે છે - રામ કહો રહેમાન કહે કેઉ, કાન કહે મહાદેવ રી; પાસનાથ કહો કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી” જુઓ પદ ૬૭ મું. શ્રીયુત ક્ષિતિબેહન સેન, આ બધા ઉદ્ગા સાથે કબીર, દદ્દ અને રજજબની વાણીની તુલના કરે છે અને સાધના આધ્યાત્મિક અનુભવ, દેશકાળના ભેદ વગર કેવા એકરૂપ બને છે તેને થોડો ખ્યાલ આપે છે. એ પછી પણ મધ્યયુગમાં જે વખતે નિરર્થક આચાર અને વિધિ-નિષેધની ઘડભાંજમાં લગભગ બધા સંપ્રદાયો ફૂખ્યા હતા, તે વખતે જૈન સમાજ કયાં હતા અને આનંદધનજી જેવા પુરુષે, એમની કેટીના બીજા પુરુષોથી જુદા કેમ ઝળકી ઊઠ્યા એ રહસ્ય ઉપર પણ શ્રીયુત ક્ષિતિમોહન સેન ડે પ્રકાશ નાખે છે અને અમે માનીએ છીએ કે એ પ્રકાશ આજે પણ આપણને થડે ઘણે અંશે ઉપગી થઈ પડશે.”
ઉપર ટકેલાં પદ ૫૩, ૬૭ અને ૮૪ જે શ્રી આનંદઘનજીનાં હેય, તે તેના મદાર પર ઊભી કરેલા સિદ્ધાંત (theories) અને વિચારશ્રેણીની ઈમારત શ્રીક્ષિતિ બાબુની તર્કશુદ્ધ છે. પરંતુ ખરું જોતાં તે પદે જ તે અધ્યાત્મયોગીનાં નથી લાગતાં તેથી તેમ તેમ તે તે ઇમારત પડી ભાંગે છે. શ્રી સુશીલે તેપર વિચાર કરી એક જૈન તરીકે સમન્વયપૂર્વક વિચારશ્રેણીને છણીને જૈન દષ્ટિબિંદુ પણ પ્રાયઃ ક્ષતિ ન આવે એ રીતે રજૂ કર્યું છે. સમસ્ત રીતે એક અભ્યાસી તરીકે વિચારતાં મને સ્પષ્ટ લાગે છે કે આનંદધનજી સત્યશોધક-સત્યના આશક હાઈતેમણે “પ્રકાશ-મહાપ્રકાશ” મેળવી લીધું હતું. નિરાશા, નિરાધારતા, નિવારી દીધી હતી; વીતરાગજિન અને તેનાં દર્શન-આગમ પ્રત્યે અવિચલ સરજ્ઞાન શ્રદ્ધા અને વિશ્વાસ હતાં–થે દર્શને અનેકાન્ત જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એ ભાર દઈને તેમણે શ્રીનમિનાથ
સ્તવનમાં બતાવ્યું છે(ઉક્ત સેન મહાશયે આનંદધન-બાવીશીનો મર્મસ્પર્શી અભ્યાસ કર્યો જણાતું નથી), એમનાં જિન સ્તવને અને પદોમાં એ અટલ દા તેમજ અધ્યાત્મવેગ એતપ્રેત દેખાય છે, એમના અંતરાત્માને સંપૂર્ણ ઝોક વીતરાગ જ પ્રત્યે વળ્યા હતા એટલું જ નહિ પણ તેની સ્પષ્ટ ઉપલબ્ધિ પણ થઈ હતી, એટલે ગાદિ પ્રક્રિયામાં તેમનું મન ન માન્યું ને “બંસીવાલા – શ્રીકૃષ્ણ પ્રત્યે દૃષ્ટિ કરી, પછી એ “શ્યામની ભક્તિએ પણ વિપ્લવ જગાડો, જુદી જુદી સાધનાવાળા તેના પર અસર કરવા લાગ્યા અને તે બાબતની “ચારિક કહાણી' ૪૮ મા પદમાં બતાવી-એ સર્વ વાત નિરાધાર બને છે. તેમને તે અરજી રાત વિદિત હતું કે ' મત મત ભળે રેજો જઈ પૂછીએ, સહુ થાપ અહમેવ”(૪ થું સ્ત.), છતાં મસ્ત બની પિતાને માર્ગ પતે કાપે જતા હતા “ધીઠાઈ કરી મારગ સંચ, સેગું કેઈન સાથ.” શ્રદ્ધા તે અચલ ને અચલિત હતી “શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ પિરિયા કરે, છાર પર લીંપણું તે જાણો” (૧૪ મું સ્ત.) ગુરુ કેવા જોઇએ અને તેની જરૂર છે એ સંબંધી કહે છે કે “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સારરે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે, શુદ્ધ આલંબન આદરે તછ અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિછી શાલ રે'(૧૬ મું સ્ત.) તથા જુઓ પદ ૬૮ મું અને “શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે' (૨૧ મું સ્ત.), છતાં જે પવિત્ર અનુભવને આધાર ગુરુપર પિતે રાખે છે, જે અનુભવના વિશ્રામ કે-વિરમ' ગુરુને પોતે માને છે તે અનુભવ–શુદ્ધ આત્માનુભવઆમપ્રતીતિ પિતાને થયેલ છે-આ-માની ભેટ થઈ છે, અને “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વે છે