________________
તમારા]
અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રી વિજય
૨૦૭
લખે. હું ધારું છું કે તેમના તે લેખના મૂળબંગાલી (બંગ સંવત ૧૩૮૮ ના કાર્તિક માસના પ્રવાસી નામના સુપ્રસિદ્ધ માસિકના અંકમાંના) લેખ પરથી રા. સુશીલે ૧ અને ૮ નવેંબર ૧૯૩૧ ના
જનના અનુક્રમે બે મનનીય અગ્રલેખો લખ્યા છે. તેમાં જણાવ્યું છે કે “ઘેર અંધારી રાતે નિર્જન અટવીમાં આથડતા મુસાફર કરતાં પણ સત્યશોધકની વિવળતા અનેકગણી તીવ્ર અને જાજરમાન હોય છે. “પ્રકાશ! વધુ પ્રકાશ!” એ મૌન અહાલેક જગવતે તે ઠેકઠેકાણે ભમે છે, કયાંઈ ઘડીક બેસે છે અને કળ વળીને વળી ત્યાં તે ઊઠીને આગળ ચાલે છે. શ્રી આનંદધનજી મહારાજની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે અને શ્રી ક્ષિતિબાબુએ જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્ય-જિજ્ઞાસુ આત્માની કટ વેદના કેવી હોય તેની આપણને ઝાંખી થાય છે. તેઓ માને છે કે
ગાદિની પ્રક્રિયામાં પણ આ સત્યના આશકનું મન ન માન્યું. “બંસીવાળા” અને “વ્રજનાથ” તરફ તેમની દષ્ટિ ગઈ, પદ પ૩, ૬૩ અને ૯૪માં એનું આખું ગુંજન સંભળાય છે – સારાદિલ લગા હૈ બંસીવારાસ...” અને “વજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકા” એટલું જ નહિ, પણ અંતરની દિધાને ઉખેડી નાખતા હોય તેમ તે ઉચ્ચારે છે-“ઔરકા ઉપાસક હું, કેસે કઈ ઉધારું, દુવિધા ચહ રાખે મત, યા વરી વિચા–આ ઉગારે ગમે એને ઉદ્દેશીને બહાર આવ્યા છે, પણ આત્માને મનાવવાના વ્યર્થ પ્રયત્ન હેય એમ નથી લાગતું? ખરું જોતાં તે એમના અંતરાત્માને ઝાક વીતરાગ તરફ જ વળતા હતા, પણ એ વિષેની સ્પષ્ટ ઉપલબ્ધિ એમને કદાચ એ વખતે ન થઈ હોય. “શ્યામની ભકિત પણ આખરે વિપ્લવ જગાડે છે. ચિત્તને જેવી જોઈએ તેવી શાન્તિ નથી મળતી, કંટાળીને વ્યથિત હૃદયે ગાય છે –“શ્યામી, મને નિરાધાર કેમ મૂકી, કોઈ નહી હું કેનશું બેલું, સહુ આલંબન ટકી, શ્યામ! મને નિરાધાર કેમ મૂકી' (પદ ૯૪ મું–આ પદનો અર્થ કરતાં શ્રી ક્ષિતિબાબુ, જાણે રાધિકા, કૃષ્ણવિરહને અંગે આ પદ ગાતી હોય એમ ધટાવે છે. આધ્યાત્મિક અર્થમાં સુમતિ ચેતનને વિનવતી હોય એ અર્થપણ ધટાવી શકાય, પરંતુ એ ઉપર-ઉપરની ચર્ચા જવા દઈએ તે શ્રી આનંદધન જેવા સાધકની દાંભરી દશા સમજવામાં એ પદ ઘણું સહાય કરે એ નિર્વિવાદ છે. એમના જમાનાના પક્ષાગ્રહથી છૂટવા એ મથે છે, કેઈન રોષ પણ વહેરી લે છે, નજર ક્યાંઈ કરતી નથી કારણ કે પ્રાણ જેવી વસ્તુ એમને ક્યાં દેખાતી નથી.
એમના સમયની પરિસ્થિતિ જોતાં, એક તરફથી યશોવિજયજી મહારાજની વિદ્વત્તાને પ્રખર પ્રકાશ ભલભલા પંડિતને નિસ્તેજ બનાવી રહ્યો છે, બીજી તરફ પન્યાસ છે પિતાને પ્રતાપ પાથરે છે અને એ જ વખતે ગચ્છનાયક વિજયસિંહ (? વિજયદેવ) સુરિની આણ વર્ત છે. એ “લાભાનંદ અર્થાત આનંદધનને ચાહે છે, છતાં એ અધ્યાત્મયોગી જાણે પાંજરામાં પૂરાણ હોય એમ પુકારે છે. શ્રી ક્ષિતિહન સેન કહે છે – આનંદધન મનની વ્યાકુળતા ટાળવા બહાર પડ્યા, વિવિધ સાધનાની અંદર થઈને તેમણે માર્ગ કાપવા માંડ્યો. એમની મુંઝવણ જોઇને-લાગ મળે છે એમ સમજીને કેટલાય સંપ્રદાયવાળાએ તેમને પોતાની તરફ તાણવા લાગ્યા. જબરદસ્તી પણ વાપરી જોઈ આનંદધન પણ શું કરે? તેઓ નિરૂપાય હતા-અશક્ત હતા. એમણે સંપ્રદાયના બધા જુલમ સહી લીધા. એક પક્ષવાળા આવે, ધમકાવીને પિતાને કકકે ખરે કરાવી જાય. વળી બીજો પક્ષ આવે, તે પણ બળ બતાવી જાય. આ સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી. જાણે કે કેઈ એક કુળવધુ, વખાની મારી બહાર રડવડતી હોય અને સ્વાર્થીઓ વખત વરતીને તેની ઉપર પિતાને દર ચલાવે એવી દશા આનંદધનજી અનભવી રહ્યા. આ દરખની મર્મભેદી કહાણી ઘણી ખુબીથી એમણે પિતાના પદમાં ઉતારી છે. xxx માયડી! મુને નિરખ કિશુહી ન મૂકી, નિરખ રહેવા ધણું હી ઝૂરી, ધીમે નિજમત મૂકી (કૂકી), માયડી!૦” (જુઓ ૫દ ૪૮ મું) ગુજરાતી વાચકને સારુ આ આખા પદને અર્થ આપવાની જરૂર નથી. શ્રીયુત સેન મહાશય આને “પિતાના સમસ્ત જીવનના દુખની ચમત્કારિક કહાણી કહે છે. ખરું જોતાં