SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ સુનિ પુણ્યવિજ્યજી [બ, કે, વિદ્યાવાય દશાશ્રુતસ્કંનિયુક્તિના આરંભમાં છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર ભદ્રબાહુને ઉપર પ્રમાણે નમરકાર કરવામાં આવે એ ઉપી સૌ કાઈ સમજી શકે તેમ છે કે—“ નિર્યુક્તિકાર ચતુર્દેશપૂર્વધર ભદ્રબાહુસ્વામી હાય તો પોતે પેાતાને આ રીતે નમસ્કાર ન જ કરે.” એટલે આ ઉપરથી અર્થાત જ એમ સિદ્ધ થાય છે કે—નિયુક્તિકાર ચતુર્દેશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી પણ કાઈ ખીજી જ વ્યક્તિ છે. Ο ૧૯૬ અહીં કાઈ એ એમ કહેવાની હિમ્મત ન કરવી કે આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે ? કારણ કે—ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિયુ`ક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણખાતર અમે ચૂર્ણિના એ પાને આપીએ છીએ— चूर्णि :- तं पुण मंगलं नामादिचतुर्विधं आवस्सगाणुकमेण परूवेयस्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो માર્—ચંતામિ મવાનું, નાળ તમસાનુયાનિ ! પુલ્સ ગમિતિ, લાજુ વળે ય વવારે ॥ ૧ ॥ चूर्णि :- भदबाहू नामेणं । पाईणो गोतेणं । चरिमो अपच्छिमो । सगलाई चोहसपुव्बाई । किं निमित्तं नमोक्कारो तस्स कज्जति ? उच्यते जेण सुतहस कारओ ण अत्यस्स, अत्थो तित्थगरातो पसूतो, जेण भण्णतिअत्थं भासति अरहा • गाथा । कतरे सुत्तं ? दसाओ कम्पो वबहारो य । कतरातो उद्धृतम् ? उच्यते पञ्चकखाणपुण्यातो ॥ अहवा भावमंगलं नन्दी, सा तहेव चउब्विा ॥ k - दशाश्रुतमकं नियुक्ति अने चूर्णि ( लिखित प्रति ) - અહીં અમે સુષ્ણુિના જે પાઠ આપ્યા છે એમાં શિકારે “ ભાવમંગલ નિર્યુક્તિકાર કર્યું છે” એમ લખીને જ “ સંવામિ માઠું' એ મંગલગાથા આપી છે એટલે કાઈ ને બીજી ત્રીજી કલ્પના કરવાને અવકાશ રહેતા નથી. ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદત્રામાં દશાશ્રુતસ્કંધસૂત્ર સૌથી પહેલું હોઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે એ છેદત્રાના પ્રણેતા તરીકે અત્યંત ઔચિત્યપાત્ર જ છે. ને ચૂર્ણિકાર, નિયુક્તિકાર તરીકે ચતુર્દશપુર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુને માનતા હોત, તો તેઓશ્રીને આ ગાથાને ‘નિયુકિતગાથા ' તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પે ઊઠ્યા હાત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિયુક્તિકાર નથી ’” અમને તો લાગે છે કે નિર્યુક્તિકારના વિષયમાં ઉદ્દભવેલા ગોટાળા ચાર્ષિકારના જમાના પછીના છે. ઉપર અમે પ્રમાણપુરઃસર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે આજના નિયુતિગ્રંથા નથી ચતુર્દશપુર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીના રચેલા કે નથી એ અનુયોગ યકત્વકાર સ્થવિર આર્યરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાએલ; પરંતુ આજના આપણા નિયુક્તિગ્રંથ ઉપરા ઉપરી પડતા ભયંકર દુકાળા અને શ્રમણવર્ગની યાદશક્તિની ખામીને કારણે ખંડિત થએલ આગમાની સ્થવિર આર્યંÚદિલ, સ્થવિર નાગાર્જુન આદિ સ્થવિરાએ પુનઃસંકલના અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હાઈ અર્વાચીન છે. ઉપર અમે જણાવી આવ્યા તે મુજ્બ આજના આપણા નિયુ કિતઅગ્ન્યા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીકૃત નથી—ન હાય, તો એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિયુŚકિતગ્રન્થી કાણે રચેલા છે? અને એના રચનાસમય કયા દ્વાવા જોઈએ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણે અને અનુમાને અમે આ નીચે રજા કરીએ છીએ
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy