SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ મુનિ પુણ્યવિજયજી [મ. જે. વિલાય " બનેયની ઉત્પત્તિ સ્થવિર શ્રી આર્યરક્ષિત ભગવાનના સ્વર્ગવાસ પછી થએલ છે. આ બાબતને ઉમેરનાર કે કોઈ ત્રીજા જ સ્થવિરને શોધવા જવું પડે એવું છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તે કોઈપણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થતાં તેમાં સંબંધ જેવા પુરતે ઘટતે ઉમેરે કે સહજ રિહાર કરે એ સા હેઈ શકે, પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓને કે તેવી કોઈ બીજી બાબતને મૂળ ગ્રંથમાં નવેસર ઘુસેડી દે એથી એ ગ્રંથનું માલિકપણું, ગૌરવ કે પ્રામાણિકતા જળવાય ખરાં? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એ ન ઉમેરે કયારેય પણ વાસ્તવિક તેમજ માન્ય ન કરી શકાય. કોઈપણ સ્થવિર મહર્ષિ એ અણઘટતે ઉમેરે મૂળ ગ્રંથમાં જ કરે અને જે કંઈ કરે તે તેવા ઉમેરાને તે જ જમાનાના સ્થવિરો મંજૂર ન જ રાખે. અને તેમ બને તે તેની મૌલિકતામાં જરૂર ઊણપ આવે. અહીં પ્રસંગવશાત અમે એક વાત સ્પષ્ટ કરી લઈએ છીએ કે ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુના જમાનાના નિયુક્તિગ્રંથને આરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાય અને આર્યરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાએલ નિર્યક્તિગ્રંથને તે પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે, એટલું જ નહિ પણ એ નિયુક્તિમાં ઉત્તરોત્તર ગાડાને ગાડાં ભરીને વધારે ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પનાઓ અમને જરાય યુક્તિસંગત લાગતી નથી. કોઈપણ મલિક ગ્રંથમાં આવા ફેરફારો કર્યા પછી એ ગ્રંથને મૂળ પુના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમજ તે પછીના સ્થવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે. ઉપર જણાવવામાં આવ્યું તે સિવાય નિક્તિગ્રન્થમાં ત્રણ બાબત એવી છે કે જે નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર લેવાની માન્યતા ધરાવતાં આપણને અટકાવે છે. ૧ ઉત્તરાયનસૂત્રમાં અકામમરણીય નામના અધ્યયનમાં નીચે પ્રમાણેની નિક્તિ ગાથા છે – सव्वे एए दारा, मरणबिभत्तीइ वणिया कमसो। सगलणिउणे पयत्थे, जिण चउदसपुब्धि भासंति ॥ २३३ ॥ અર્થાત–મરણવિભકિતને લગતાં બધાં દ્વારને અનુક્રમે વર્ણવ્યાં. (પરંતુ) પદાર્થને સંપૂર્ણ અને વિશદ રીતે જિન એટલે કેવળજ્ઞાની અને ચતુર્દશપૂવી (જ) કહે છે–કહી શકે છે. આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે—પદાર્થોને સંપૂર્ણ અને વિશદરીતે કેવળજ્ઞાની અને ચૌદપૂરંધર જ કહે છે જે નિર્યુક્તિકાર પિતે ચૌદપૂર્વી હોય તે ગાથામાં “જકપુષ્પી” એમ ન લખે. શ્રીમાન શાન્તાચાર્યે પરીષહાધ્યયનના અંતમાં જણાવ્યું છે કે-“ભગવાન ભવબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્દ શ્રુતકેવલી હેઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે માટે અર્વાચીન ઉદાહરણ જોઈ એને માટે બીજાનાં કરેલાં હશે એમ શેકા ન કરવી” પરંતુ આ પ્રમાણે સમાધાન આપનાર પૂજ્યશ્રી શાત્યાચાર્યને ઉપરોક્ત ગાથાની ટીકા કરતાં ઘડીભર વિચારમગ્ન થવા સાથે કેવું મૂંઝાવું પડ્યું છે એ આપણે નીચે આપેલા એમની ટીકાના અંશને ધ્યાનમાં લેતાં સમજી શકીએ છીએसम्प्रत्यतिगम्भीरतामागमस्य दर्शयमात्मौद्धत्यपरिहारायाह भगवान् नियुक्तिकार: go વાહ માયાભ્યાભ્યાસ' “giાનિ' જનનતાણુરિતાને “દાદાગ' અર્થप्रतिपादनमुखानि 'मरणविभः' मरणविभक्त्यपरनाम्नोऽत्यैवाप्ययनस्य 'वर्णितानि' प्रपितानि, मयेति शेषः, 'कमसो' ति प्राग्वत् कमतः । आह एवं सकलाऽपि मरणबकव्यता उता उतन? इत्याह-सकलाब-समस्ता
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy