________________
જતમારી પ્રાચીન ગુજરાતી સાહિત્ય સંબંધમાં કેટલાએક જમે ૧૮૩ નંદ બીસી, સિહાસન બત્રીસી, સૂડાબહેતરી, આંબલરાસ, વિવાવિલાસ પવાડે, કામકલા ચોપાઈઓ વગેરે બ્રાહ્મણી સાહિત્યસર્જનની રીતિએ અને ધાટિએ રચાએલા ગ્રન્થ જેનારને આ સત્ય સમજાશે. કેટલુંક જૈની કહેવાતું સાહિત્ય બ્રાહ્મણી સાહિત્યનું પ્રેરક અને દશક પણ નિઃશંક નીવડેલું છે. ૮ બ્રાહ્મણી સાહિત્ય કેવળ ભગતડું સાહિત્ય નથી છે છઠ્ઠો “મ–જના કાળમાં કેવળ કૃષ્ણભક્તિ અને તેય શૃંગારિક ભક્તિનાં જ પદો લખાતાં હતાં,
એ પણ એક ભ્રમ છે. અલબત્ત નરસિંહ મહેતાએ તેમ ભાલણ આદિએ કૃષ્ણભક્તિને અમુક અંશે શૃંગારિક ભક્તિનાં પદ લખ્યાં છે, એ ખરું. પરંતુ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મતત્વ, સંસ્કૃત નાટકે, કાવ્ય, આદિ સાહિત્યના ખંડ વગેરે પણ તેમજ કેટલાંક સારાં સારાં સુભાષિત (ગાય વેળ...) ગુજરાતી ભાષામાં રસભર ઉતાયાં છે. ભાલણે તે નળાખ્યાન, મૃગલી સંવાદ, કાદંબરી, ધ્રુવચરિત તેમજ રામલીલા, વિગેરે પિતાના * જમાનાના અને સંસારના રંગથી રંગી આલેખ્યાં છે. ભીમે પ્રધચંદ્રોદય નાટક લાક્ષણિક રીતે અવતા
છે. કેશવદાસને કૃષ્ણક્રીડાપ્રબંધ પણ રસાળ છે. નાકર, વિષ્ણુદાસ વગેરેનાં આખ્યાન તે પ્રસિદ્ધ જ છે. ને તેનું વિશેષ સમાધાન મેં ઉપર જણાવેલા, હરિલીલાના ઉપધાતની યાદી જોતાં થઈ શકશે. ૯. પ્રાચીન સાહિત્ય કેવળ પદ્યમય નથીઃ
સાતમે શ્રમ-વળી કેવળ પવસાહિત્ય જ લખાયું છે, ને ગવ નથી લખાયું, એ પણ એક ભ્રમ છે. અલબત્ત એ ગવસાહિત્ય સાહિત્યિક નિબંધેનું નથી, પણ ઉપદેશનું નીતિપ્રતિપાદક કથા-વાર્તાઓનું છે, તેમ જ તેમાં કલા, અલંકાર, ખચિત વાક્યશૈલી, વગેરેનાં આડંબર તેમ ભાગારે નથી; પણ સાદું, સરળ અને ઘરગથ્થુ છતાં સચોટ ભાવનાત્મક ગવ તે અવશ્ય છે જ; તે જમાનાના લેકસમૂહોનાં હૃદયને સોંસરવા ભેદતું અને ઊંડે આદર પામેલું સાહિત્ય છે. ૧૦. એ સાહિત્ય માત્ર વૈષ્ણવી નથી
આઠમે ભ્રમ–પ્રાચીનકાવ્યસાહિત્ય, કેવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી સાહિત્ય રચાયાનું કેટલાક માને છે, એ તેમની વસ્તુસ્થિતિની કેવળ અજ્ઞાનતા વા પૂર્વબદ્ધ વહેમભાવના જણાવે છે. તે બેશક સર્વગ્રાહી અર્થમાં વૈષ્ણવી છે. ઉપરનું વિધાન કરનારાઓ એ ભૂલી જાય છે કે પુષ્ટિમાર્ગીઓને કૃષ્ણ તે ગેપીઓને કુણ, યશોદાના ઉસંગમાં રમતે બાળક કૃણ, જ્યારે કંસને સંહારક, મહાભારતના યુદ્ધને ખેલણહાર કૃષ્ણ, લક્ષ્મી, રુકિમણી, સત્યભામાને પ્રિયતમ કૃણ, તે જમાનાના સંસાર અને વ્યવહારના વાતાવરણથી રંગાએલે કૃષ્ણ, ઉદ્ધવાદિને ભાગવત ધર્મ પ્રબંધ કૃષ્ણ, ગીતાજીને સંદેહક કૃષ્ણ, પ્રાચીન કવિતામાં સવિશેષ જોવામાં આવે છે. પ્રેમાનન્દાદિને કૃષ્ણ સાંપ્રદાયિક કૃષ્ણ નહી પણ પૌરાણિક કૃષ્ણ છે. સંત માર્ગએના રામ અને કૃષ્ણ એથી કૈક જુદા છે. એક રીતે કહીએ તે ચતુર્વિધ વૈશણવ ધર્મ પ્રાચીન સાહિત્યમાં ગવાએલો સાંપડે છે. શિવ અને શક્તિને ઉદ્દેશીને પણ વિવિધ રસોત્પાદક સાહિત્ય રચાયેલાં સાંપડે છે. કબીર આદિ સંતાનાં, અખો, ધીરે, બાપુ, આદિ ભકતોનાં સાહિત્યે કાંઈઓછાં ઉત્કૃષ્ટ નથી. જાઓ, પીરાણાઓ અને મતપંથીઓનાં સાહિત્ય પણ વિવિધ રંગી છે. નિરાંત, કુબેર, રાજે, પ્રીતમ આદિનાં સાહિત્ય અન્ય ધર્મીઓના કેટલાક સંરકારે અને પરિચયોથી સંસ્કારાએલાં છે.
આ પ્રમાણે જે કેટલાક ભમે પ્રચીન ગુજરાતી સાહિત્યસંબંધમાં પ્રર્વતતા વા પ્રતાપેલા બધા જાયેલા છે, તેનું અવલોકન, અલબત્ત કંઈક અછરતું અને સંક્ષિપ્ત અવલોકન કરી, આટલેથી જ વિર