SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અંબાલાલ બુ. જાની કેના શિક્ષક બ્રાહમણો ઘણુંખરુ હતા. બ્રાહ્મણી સાહિત્યના પાકા અભ્યાસી તેમ જ વિવેચક જ નહીં, પણ તેના અનુસરણના ઉપાસકે, તેમ નિષ્ણાત નિકો હતા. ઉપરાંત તેમને તેમજ જૈન રસિક જનસમને વ્યવહાર પણ પૂંઠે લાગેલ હતા જનિત્યના સંસારસમાજબંધનેના બંધે વળગેલા હતા જ, એટલે વ્યવહારમાં પણ બને કેમે વિશેષ નિકટમાં રહેલી હતી. એટલે તદ્દન ભિન્ન પ્રકારનાં, ભિન્નચિ અને ભિન્ન ઊર્મિવાળાં સાહિત્ય રચાય, એ સંભવિત વા શક્ય ન હતું. વરસ્થિતિ પણ તેમ નથી જધર્મવૃત્તિ વા ધર્મપ્રણાલિ બદલાતાં કાંઈ મૂળ લોકમાનસ અને સચિતંત્ર સર્વથા પલટાતું નથી. જૈન રામાયણ અને જૈન મહાભારત, જૈન હરિવંશ, જૈન રાસાઓ, જૈન પ્રબંધ, જૈન કથાસંગ્રહો, વગેરે જેવાથી આ કથનની સબળ પ્રતીતિ થશે જ. ઉપરાંત વિવિધ કથા-વાર્તા સાહિત્યના સામે પણ આ વિધાનને ટેકવતું જણાશે જ. ૫. પ્રાચીન કા ભાષાન્તરે નથી જ ચેથે ભમ-પ્રાચીન તેમ જ મધ્યકાલીન કવિઓએ મહાભારતાદિનાં કેવળ સાદા અને નિરસ ભાષાનરે જ, અલબત સારરૂપ ભાષાન્તરે કરેલાં છે, અને તે થોડાં જ છે, આવો એક ભ્રમ સેવા છે, કહો કે ઉબે કરાય છે. પરંતુ તેમનાં આખ્યાને તથા અન્ય સાહિત્યકૃતિઓ જેનારને તેમ વિચારનારને જણાયું છે કે એ કેવળ ભાષાન્તરે નથી તેમ નિરસ પિથ પણ નથી જ. ઠેઠ નરસિંહ મેહતાથી માંડી દયારામ સુધી જે રાસ, પ્રબંધે, આખ્યાન, વાર્તાઓ લખાયાં છે, જે વિવિધ જાતિભાતિનાં સાહિત્ય રચાયાં છે, તેની સહૃદયી સમીક્ષા કે મૂળ સાથે સરખામણું કરવાથી જણાયું છે જ કે એ કવિઓએ મહાભારતાદિનાં તેમજ પુરાણદિનાં પાને, એ પાત્રના સંસાર તથા જમાનાને પિતાના જમાનાના રંગે અને ઓપ આપ્યા છે, અને જાણે એ સહુ પાત્ર ઘરગથ્થુ હોય, તેમ રજૂ કર્યા છે. પિતાના સમયના સંસારવ્યવહારમાં ભાગ લેતાં હોય તેમ આબેહુબ નિરૂપ્યાં છે, પિતાના સંસારના ઉલાસા, રૂસણાં, શાક આદિમાં વ્યવહારરત નિરૂપ્યાં છે. નરસિંહ મેહતાનું “જોગીન્દ્રપણે શિવજી! તમારું મેં જાણ્યું જાણ્યું, જટામાં ઘાલી ને આ તે કયાં થકી આપ્યું રે?” એ પદ અન્ય કવિનું “મારા બાપે લછન લોલું લાલ, જાદવકુલ કયાં જોયું ?” એ પદ તેમજ કૃષ્ણલીલાનાં પણ કેટલાંક લોકજીભે ચડેલાં પદે એનાં દૃષ્ટાંત છે. કેવળ કૃષ્ણ અને શિવસંબંધમાં જ આમ નથી થયું, શક્તિ, રામ અને અન્ય દેવાદિ સંબંધમાં પણ વસ્તુસ્થિતિ તેવી જ છે. એ કવિઓએ તે આપણા વર્તમાન સંસારમાં ચાલતાં પતિપત્નીનાં રૂસણાં, દેહ, આપણું સારામાઠા સામાજિક સાંસારિક પ્રસંગોનાં અને સ્ટવલનનાં આપણે કૃષ્ણ, રામ, શિવ, શક્તિ આદિના સંસારમાં જવલત રીતે પ્રતિબિબિત કર્યો છે જ. રે! તે સમયે દેવાર્થ ચિત્ર, સંગીત, નૃત્ય શેભન આદિ કલાને, પાક આદિ સામગ્રીઓને વિનિયોગ સવિશેષ થતો હતે. ૬. વિવિધ પ્રકાર અને બરનાં સાહિત્યસર્જન: ઉપરાંત એ સહદથી લેકકવિઓએ અનેક પ્રકારનાં સાહિત્ય ઉમંગભેર ખેડ્યાં છે, તેમાં જીવનના ઉલ્લાસના પડદા પાડ્યા છે, આનંદ, પ્રદ, બહલાવ્યા છે. જૂની ગુજરાતીના સાહિત્યનાં બર અને પૂર જેનારને આની ખાત્રી થયા વિના નહીં રહે. ઇતિહાસ, કથાવાર્તા, શૃંગાર, અને કામકલા, આખ્યાનાદિ, તત્વજ્ઞાન અને અધ્યાત્મચિન્તન વગેરે વગેરેનાં કવિતાસાહિત્યે નિરૂપ્યાં છે, જેની યાદી કૈક વિસ્તૃત આ લેખકે શ્રી હરિલીલા ષોડશકલાના ઉદઘાતમાં પાના ૮ થી ૧૩ માં આપેલી છે, તે જેવા વિચારવા સહૃદયી અભ્યાસીઓને નમ્ર વિનંતિ છે. ૭. જેને સાહિત્યકેવળ ધર્મમય નથી જ પાંચમે ભમ-જૈન સાહિત્ય કેવળ ધાર્મિક છે, સ્તવને, અને તેથી જ સમૃદ્ધ છે એમ કહી, તેની ઉપેક્ષા કરવી, એ પણ તદ્દન અવાસ્તવિક છે, અમુલ્ય વસ્તુની અંધ ઉપેક્ષા કરવા જેવું છે. ફાગુઓ,
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy