________________
રાજભાર] પ્રાચીન ગુજરાતી સાહિત્ય સંબંધમાં કેટલાએક જમા ૩ આદિકવિ એટલે? અને કેશુ?
બીજે ભ્રમ-નરસિહ મહેતાને આદિકવિ કહેવામાં આવે છે, એટલે એ કથન પ્રાચીન ગુજરાતી કવિતાને પહેલવહેલે નિર્માતા કહેવામાં આવે છે, તે છે. પણ જે અર્થમાં મહેતાને આદિકવિ કહેવામાં આવે છે તે અર્થમાં એ કથન ભ્રામક છે. પ્રકટ, અપ્રકટ પ્રાચીન સાહિત્ય જેનાર વિચારનારને જણાય છે જ કે નરસિંહ મહેતાની (સં. ૧૪૭૦-૧૫૩૦) અગાઉ જૈન અને જૈનેતર બ્રાહ્મણ કિવિઓ એ ઘણુંક છે અને વિવિધ જાતિભાતિનું સાહિત્ય લખ્યું છે. નરસિંહથી જ તે સર્જવા માંડ્યું છે, એવું વિધાન થતુંકરાવાતું હોય, તે તે અવાસ્તવિક જ છે. એ સાહિત્યની પૂરી પરખ તેમ જાણ પણ નરસિહ આદિનાં કાવ્ય પ્રકટ થયાં ત્યારે તેના પ્રકાશકે તેમ વાચક પરીક્ષકને ન હતી, ને તેથી એ ભ્રમ પ્રસરવા પામ્યો હતા. છતાં એ સમયના સાહિત્યના સર્જકાના પ્રતીક તરીકે નરસિહ મહેતાને મૂકવામાં આવે. એ અર્થમાં તેને આદિકવિ માનવા-મનાવવામાં આવે તો તેમાં કાંઈ ખોટું નથી. એથી કાંઈ નરસિંહની પર્વે જૈન વા જૈનેતર કવિઓ થયા નથી જ, એમ સિદ્ધ થતું નથી જ. સાહિત્ય વાંછા નરસિંહના સમય અગાઉની હતી જ, એ નિર્વિવાદ છે. રા.રા. મેહનલાલ દલીચંદ દેસાઈના “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ એ ગ્રન્થમાં નોંધાએલા, કવિઓ અને તેમની કૃતિઓ જેવાથી આ વસ્તુસ્થિતિનું સમાધાન મળી રહેશે. જૈનોએ દેશી ગુજરાતી ભાષાનું વામય સર્જવામાં, અને તેનાં પ્રમાણરૂપ પુસ્તકે રચવામાં બેશક પુષ્કળ અને તેય સંમાન્ય ફાળો આપ્યો છે. તેમણે સાહિત્યને સૌન્દર્યવતું, રસવનું, ને સમૃદ્ધિવનું કર્યું છે, એટલું જ નહીં પણ માતૃભાષા ગુજરાતીને સનાથ, સગર્વ કરી છે. તેમજ નેમી વિજય, ઉદયરત્ન, આદિ કવિઓ તે ઘરગથ્થુ કવિઓ થઈ પડ્યા હતા. આ પણ હવે વિવિધ પ્રકાશનોથી સિદ્ધ થઈ ચૂકેલું હોવાથી આ મુદ્દો આથી વિશેષ વિસ્તૃત ચર્ચા અને ઊહાપોહ માગી લેતા નથી. ૪. જેની અને બ્રાહ્મણી સાહિત્યના સંપર્કો
ત્રીજો ભ્રમ જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાં જુદાં પૃથક પૃથક માર્ગે અન્યની અસરથી રહિત રહીને ખીલ્યાં હતાં, એમ જે કહેવાયું છે, તે છે; જાણે જૈન અને બ્રાહ્મણ કવિઓના કાવ્યવિષયો તેમ જ તેના ઝીલનારા વાચકેની રૂચિઓ નિરાળાં હોય, જાણે તેમના જીવનના ઉદ્દેશ અને લક્ષ્ય વિદિશાવતા હોય, જાણે તેમના સંસાર વ્યવહાર ભિનપ્રવાહવાળા હોય, જાણે તેઓના પરસ્પરના સંબંધે, સંસર્ગો અને સહવાસ અરપૃશ્ય હોય. પરંતુ આ એક નપાયો, બેજે ભ્રમ જ છે. વેદના વારાથી જનતા તેનાં ગૂઢ રહસ્ય સમજવા અને જીવનમાં તે ઉતરવા વિવેચક કથા તથા વાર્તા માગી લે છે. વેદાદિના ગહન સિદ્ધાતેનાં રૂ૫ાદિ દ્વારા સ્ફોટને, સંવાદોના તથા કથાસંવાદના રૂપમાં બ્રાહ્મણ અને ઉપનિષદેથી પ્રાપ્ત થાય છે. પુરાણે પણ એ જ મુદ્દો સિદ્ધ કરે છે ને પ્રબંધે તથા કથાઓ વાર્તાસાહિત્યને ઇતિહાસ પ્રર્વતાવે છે. જેને પણ મુદ્દામે આ હેઈને, ઉપર જણાવેલી સાહિત્યપ્રથાના ચાહક અને ગ્રાહક છે. અપભ્રંશયુગથી કથાવાર્તાદિ ગુર્જર સાહિત્ય વિકાસ પામતું જણાયેલું છે, ને તેમાં આ સૌ પુરાણા સાહિત્યથી સર્વશે સત્તાન જૈન સાહિત્યસર્જકોને ફાળે કાંઈ ઓછો નથી. તેમને એ ફાળો બેશક વિશાળ અને સમૃદ્ધ છે. જેને અને જેનેતિ-(બ્રાહ્મણદિનાં સાહિત્યનાં મૂળ પોષણ અને ધાવણે વેદાદિ તેમજ પુરાણાદિ અવશ્ય છે અને હરેક સમયે તે બને નિકટ સંસર્ગમાં રહેતા, તેમજ અન્યને આધારે વિકસતાં, રસવંતાં થતાં પ્રફુલ્લતાં રહેલાં જણાયાં છે જ. બન્ને જનાદળાની ચારિત્ર્યની તથા પુરુષાર્થની, નીતિવ્યવહારની ભાવના સમાન છે. અને તેથી વેદાદિના ઉપબૃહણરૂપ મહાભારત અને રામાયણના કથાપ્રસંગે, પુરાણોના આખ્યાને અને ઉપાખ્યાને, તેમ જ પ્રચલિત દંતકથાસાયેિ, અને પ્રબંધ ઉપરથી જેમ બ્રાહ્મણસાહિત્ય ખીલ્યું છે તે જ ધાટિએ જેને જૈન સાહિત્ય એવું નામ ખસુસ આપવામાં આવે છે તે પણ ખીલ્યું છે. જૈન સાધુઓ અને સાહિત્યસર્જ