________________
૧૭૪
તિરફ
[ મ છે. વિદ્યાલય
ચાપલ્ય! અને તે પણ માબાપને માથે! તારા પર મોટામાં મેરે ઉપકાર કરનારને તું આ બદલો આપે છે, તે તું જેના પર ઉપકાર કરીશ તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે—જે કે તું તે કઈ ઉપર ઉપકાર જ કરવાનું નથી !”
તે દિસવ ગુએ બેજન લીધું નહિ. બીજે દિવસ બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલેયણ માગ્યું. ગુરુએ કહ્યું, સીએ પિતાપિતાનું આલેયણ કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી.
બુદ્ધિવિજે આઠ દિવસના ઉપવાસ કર્યો. પિતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પિતે આવી ગુરુને ભેટે શિષ્યનાં, તેની બુદ્ધિનાં, તેની તેજસ્વિતાનાં, તેના ત્યાગનાં, સંયમનાં વખાણ કર્યા, ત્યારે તપિવિજયજીએ કહ્યું, “જે માણસને સામે ગામ જવું છે, તે તે ચાલવાનું કેટલું બાકી રહ્યું એ જ વિચારે. થાકે તે પાછો ફરીને કેટલું ચાલે તે જોવા ઉભા રહે! તેમ ત્યાગ કરનારે કેટલું છોડ્યું તે ન વિચારવું જોઈએ, ક્યાં જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઈએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથી પાણી હોય તેય સરખું અને પાંચ માથડાં હોય તે પણ સરખું, તેને તે સામે કાંઠે જવું છે. જેને ડુબકીનું કૌશલ્ય દેખાડવું છે તેને માટે ફરક ખરો! પણ જેને સામા કાંઠે પહોંચવાની તાલાવેલી છે તેને એ કૌશલ્ય દેખાડવાની તથા નથી હોતી. અને ડુબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને બવાને ભા ખરે. સાચે સાધુ આ વિચાર નથી કરતે. અને દેહની કાતિનું અભિમાન શુંદેહ તે ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાથી પણ દે એવો કરી શકાય.” રાજાએ પૂછ્યું: “બાઘેપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરે ?”
હા, એવા ઉપચાસ હોય છે. કેટલાક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવાં કામમાં પડે છે, પણ એ સર્વ અવળા રસ્તા છે.”
બુદ્ધિવિ બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. નિષના ઘણાએ ગ્રંથ ભંડારમાં હતા, પણ ગુરુએ તે ભણાવવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારને એક જ નુસખો મળી જાય તે ઘણા ચમત્કાર કરી બતાવાય ! તેને જિનશાસનને પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય!
બુદ્ધિવિજ્યની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પિતાના જીવનને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુર, બુદ્ધિવિજ્ય અને પિતા પાસે ભણતા બીજા કેટલાક સાધુઓ સાથે વિહાર કરી ગયા. કાર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિના વર્તનમાં તેમને ખરેખર ફેર દેખાશે. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતે. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યા હતા. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચય કરતાં કંઈક વિચારમાં પડી ગયે દેખાશે ત્યારે ગુરુએ પૂછયુંઃ “કેમ શા વિચારમાં પડી ગયા છે?”
જી, આપનાં વચનનું મનન કરું છું.” કયાં વચન છે”