________________
ર
દિશ
[મ. જે. વિદ્યાલય
r
જેવા હશે એ ભાચાર્યજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જે તે દીક્ષા ગ્રહણ કરે તા નિશાસનના પ્રતાપી ધારક થાય, જોકે એક ગ્રહની વક્ર દષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા. તેમણે કહ્યું: “ જો દીક્ષાની ના કહે તે મારા જ રૂપિયા સ્વીકારો અને વિમલશીલે કહ્યું : “ એ કબૂલ, અને તેમ છતાં તે પહેલાં સારા મૂતિયા મળે તો સંબંધ કરવાને તમે છૂટા, દીકરીનાં માવતથી ક્યાં સુધી રાહ જોવાય ?”
"
જિનદાસને વાતચીત માટે એરડા બહાર કાંઢેલા પણ તેણે નજીકમાં સંતાઈને બધું સાંભળ્યું, તેને ખાત્રી હતી કે નગરશેઠની દીકરી સાથે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી ગઈ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માંડ્યો, ત્યાં તેણે તાવિજયની વાત સાંભળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યાર્થી તેનાંમાં એ પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે એ તદ્દન વિરાધી સંકલ્પે એક સાથે પાષાવા માંડે, ખળ થવા માંડે ! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પાતાના તપ્ત કાંચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈન શાસનના ધારક થવાની મહેચ્છા જાગી, અનેક વૃત્તિઓના વટાળથી તેનું મન ખાટી ઊંચાઇએ ચડ્યું, અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર માટે જ સંન્યાસજીવન લેવાના તેણે નિર્ણય કર્યો. તેને મેળયું વરસ બેઠું ત્યારે તાવિજયજી આવ્યા. તેમને હવે વાર્ધક્યનાં ચિહ્ન જરાજરા દેખાવા લાગ્યાં હતાં અને તે પોતાની વિદ્યાઓનું કાઈ સત્પાત્ર શેાધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને મેલાવ્યા, અને દીક્ષા લેવાની તેની પોતાની ઇચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરા પણ ઈચ્છા હાય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તો એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે. જિનદાસે સામા પ્રશ્ન કર્યા: “ આપે સંસારમાં ગયા પછી દીક્ષા લીધેલી કૅ ગયા વિના જ ?”
.
સર્વ પ્રસન્ન થઈ ગયા. તપાવિજયજીએ કહ્યું: “ સંસારમાં ગયા વિના જ.
""
'ત્યારે હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ? ”
"
જીવનમાં કદી નહિ લાગેલા એવા તપાવિજયજીને મહાન આત્માત લાગ્યા. પેાતે જ વિમલશીલને જ્યોતિષ ઉપરથી વાત કરી તે ભૂલ જણાઈ, તેને પશ્ચાત્તાપ તેમને થયા. બધા આધાત અને બધું દુઃખ ગળી જઇને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું “ જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હાય છે. વિદ્યા તા આવવી હાય તા આવે, અને જ્યાતિષ તા મિથ્યાશ્રુત છે. એના લાભથી દીક્ષા લેવાય નહિ.”
<
એ એક દિવસ પછી વિમલશેઠે કરી દીક્ષાના પ્રશ્ન કાઢ્યો. ત્યારે ફરી નિઃશ્વાસ નાંખી એ એટલું જ ખેલ્યા કે “ હજી ઉંમર થવા છે. ”
વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્ત પ થયેલ છે. ત્યારે સુરિએ કહ્યું: “ ઉંમરે તેા થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારાના મત અહીં ઈષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવાને વ્યક્તરૂપે સમજી શકે પછી દીક્ષા માગશે તા વિચારીશું. ”
જિનદાસ ચતુર હતા. તેને લાગ્યું કે ખોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે. તેણે નિયમિત વ્યાખ્યા નામાં જવા માંડયું. શાસ્ત્રાધ્યયન કરવા માંડયું. પેાતાની શી ભુલ થઈ હતી તે તે સમજ્યા, અને એવી ઐહિક વાસના કાઢી નાંખવા તેણે તપપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. એ વરસ પછી ત`વિજયજી પામ આવ્યા અને પૂછ્યું, “ક્રમ, દીક્ષા લેવી છે ? ”
૫. દીક્ષાગ્ય ઉંમરને માટે એ પાવક રા૬ છે.