________________
બુદ્ધિવિર્ય
વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય વિજયજી સ્વણુ પરથી બાકીનાં પાનાં ધીરે હાથે લઈ પિથી બાંધી ઊભા થઈ, પિતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. રસ્તામાં હમેશ માફક દાર આગળ ઊભા રહી બધા જતા માણસને “ધર્મલાભ ” કહેવા લાગ્યા. હમેશની પેઠે મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જવા નગરના ભાવિક શેઠ વિમલ શીલ દાર આગળ ઊભા હતા, તેમને પણ તેમણે છેવટે અહીં જ “ધર્મલાભ' કહ્યો ત્યારે તેમણે વિનયથી કહ્યું: “આવું છું ને?”
મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે.” વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા કે વેપાર રોજગારની કે સંસારની કશી પણ વાતની ખબર કદી પણ ન આવે એ શેના નિયમ હે, તેમાં આજે અપવાદ થયો હતો. શેર્તિ મેટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયા હતા, અને તેને તરત પાછાં જવાનું કહેતાં શેઠનું મો જરા મરકયું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું. પણ શેઠની ઇચ્છા હમેશ માફક પાછળ આવવાની જોતાં આચાર્ય ચાલવા માંડ્યું. શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્ય જ જરા સ્મિતથી કહ્યું, “પુત્ર આવ્યા ?”
“જી, હા મહારાજ ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યું, એટલી આશાતના થઈ ગઈ તે ક્ષમા કરો.”
આચાર્યે પ્રસન્ન મુખે એ જ સ્મિતથી કહ્યું, તે તેનું આયણ કરવું પડશે.” “ફરમાવે હું સાંભળવાને .”
“એ છોકરે અમને આપી દેજો, એ આલેય.” અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું, “મેં ધારેલું લગ્ન ખરું હોય તે એને મહાન દીક્ષાગ છે, જોકે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તે એને વર્ણ તપાવેલા સેના જેવો હોય. ત નવમઃ મનસ્વી પ્રમપ્રિય તHકાંચન જેવી તેની કાયા , તે મનસ્વી હોય અને સ્ત્રીઓને પ્રિય હોય. નેતિપને ઘણા માને છે, મને પણ તેને અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એ મારે. અનુભવ છે. આપણી તે એટલી ફરજ કે આપણે એને અનુકુળ સંસ્કાર આપવા. નિર્ણય તે જીવ પોતે પિતાને માટે કરે એ જ ખરે. આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવે. માત્ર દેહનું સૌદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન છે, તે આ તો બન્નેને યોગ છે.
“જી, મહારાજ, આપ કહેશે તેવા સંસ્કાર પાડીશ.”
“પ્રથમ તે હવે તમારે શું વ્રત લઈ લેવું, અને એને સારી રીતે વિદ્યા આપવી. એની મેળે વેપારમાં પડે તે ભલે, નહિતર એની શક્તિ પહેચે ત્યાં સુધી એને વિદ્યા આપવી, અલબત જિનાગમને અનુકૂળ રીત.”
“જી મહારાજ !”
૧. નહિ કરેલો આચાર
૨. પ્રાયશ્ચિત્ત
૩. શ્રાચર્ય.