________________
૨જરમાર.]
પત્રકારના જીવનમાં સકિયું
૧૨ મી એપ્રીલ ૧૯૪૧
રાતના પાણાશ. ગઈ કાલે ખડા સત્યાગ્રહીઓની એક બંધબારણેની સભામાં, સત્યાગ્રહ માટે થયેલા દંડ ભરી દેવાની ગાંધીજીની સલાહ અને એવા અકળામણ પ્રશ્ન પૂછાયા હતા કે તેને ઉડાવી દેવા માટે આચાર્ય પિલાનીને પેતાની લાક્ષણિક ટાળની ગોલંદાજી કરવી પડી હતી.
૧૫ મી એપ્રીલ ૧૯૪૧
રાતના દસ. પત્રકારના ગૃહજીવનની વિષમતાઓ, આસપાસના નિરીક્ષણમાંથી, વધુને વધુ કાલિમા ભરી છતી થતી જાય છે. એ પરથી લાગે છે કે પત્રકારનું દંપતીજીવન એ ભારોભાર વિચારણા માગી લેતા એક સળગતે પ્રશ્ન છે. “લમની સમશ્યા” પર પુસ્તક આપનાર લેખકનું જીવન સજાતીય કામુકતાથી કલુષિત બનેલું કહેવાય છે. જાણીતા રાજદારી કાર્યકર–પત્રકારને એવા માથાના પત્ની મળ્યા છે કે એ પની, મહેમાનોની હાજરીમાં, સંડાસ ગએલા બાબાને પતિ પાસે સાફ કરાવવાની કે બધી રસોઈ તે કરીને એક માત્ર દાળ પતિ પાસે કરાવવાની હઠ પૂરી કરી શકે છે. ગુજરાતી અખબારી આલમના સફળ Columnist શ્રી...કહે છે, “મેં તે મારી સરોજની છીપમાં બે મેતી પકવી આપ્યાં છે. છતાંએ મને તે સદા લાગ્યા જ કર્યું છે કે સમાજમાં એક એવું નાનકડે વર્ગ-ખાસ કરીને પત્રકારને વર્ગરહેવાને જ જેને લગ્નની છેડાછેડીમાં ગુગળામણ જ લાગશે; ને જેને મુક્ત સહચાર જ હુલાવીફુલાવી રાખશે”...
પેલા અંગ્રેજી અખબારને ચુનંદે પત્રકાર રઘુવીર એની જાતીય પ્યાસને કેનેડી બીજની હજાર મોઢે બોટાએલી ભરમાંગનાના પલંગ પર છિપાવે છે. ને “સમી સાંજના અખબાર” વાળા શ્રી... ચોપાટી પરની વિદ્યાર્થીઓની સભા કરીને, “કાકે આઇડીયલ”ના ટેબલ પર મને પૂછે છે કે કઈ કરી મને ગમી? સભાના અહેવાલમાં, એ શ્રીમાન, તે છોકરીના ગુણગાન લખવા માગે છે! અને પેલો બિરાદર “યા” પત્ની વસાવીને તેને નિભાવવાની પૂંજી પત્રકારિત્વમાંથી ન મળતાં, લેહીને વેપાર ખેડતી ઉજળી વેરીઓ અને ખજણો સાથે હળ્યો કહેવાય છે...!!
પત્રકારિત્વના ફળિયામાં પા પા પગલી પાડનારને આ ઝંઝાવાત કયાં ઘસડી જશે? “Be on your guard, Boy!” “જાગતે રેજે, માટી.”
૧૯ મી સપ્ટેમ્બર ૧૯૪૧
રાતના સવાદા. એક જબરા Scandal-ષડયંત્રની બાતમી મળી છે. જાપાનની ઈસ્કામતને જ કરવાનાFreezing Order-પછી પિલા અંકુશને કારણે જાપાન હજુએ હિંદમાંથી રૂ ઊપાળે જાય છે એવા સમાચાર ફેલાવીને, રૂ બજારના એક ખેલાડી બજારમાં ખેલ કરવા માગે છે. મુંબઈની પત્રકારી દુનિયામાં અગત્યનું સ્થાન બાગવી જનાર એક Star reporter ને આ કામ માટે ૮૦૦-૧૦૦૦ના કેલથી સાધવામાં આવેલા છે. એમાંથી ડી ડી સુખડી બીજા પાના વગવાળા સહયોગીઓને પણ મળવાની છે. એજના મુજબના ખાસ સમાચાર પ્રસિદ્ધ પણ થઈ ચૂકયા છે.