SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ “ સંત્રી ” [મ. હૈ, ભાગય આજે એક સરસ Scoop પાર પડી ગયા. જે. જે. હાસ્પીટલમાં ભમતાં બાતમી મળી કે જયપ્રકાશ નારાયણને તેની બિમારી વધતાં પોલીસના જાપ્તા તળે આર્થર ડ જેલમાંથી જે. જે. હાસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વાતને ગુપ્ત રાખવા અથાગ પ્રયત્નો થયા હતા. પરંતુ આખરે વાત ફૂટી ગઈ ! બાતમી મેં યાગ્ય સ્થાને રવાના કરી દીધી. અને બીજે દિવસે એ સમાચાર વર્તમાનપત્રામાં પ્રથમ પાને ઝળક્યા ! હું ભૂલતા ન હાઉ' તો મુંબઇના અખબારાની કચેરીમાં પહેલવહેલાં મારી મારફત જ આ સમાચાર પહેોંચતા કરવામાં આવ્યા હતા. Free-lance Journalism ને આ એક અ scoop હતા. સરકાર પર પ્રશ્નાની ઝડી વરસી ગઈ. છેવટે નાક દખાતાં સરકારને મોઢુ ઉધાડવું પડ્યું અને જયપ્રકાશની તબિયત વિષેની ચૂપકીદી તોડીને યાદી બહાર પાડવી પડી. ધનુષ તકલીના શોધક ને ગાંધીજીના આશ્રમવાસી પેાલીશ એન્જીનીયરને પણુ હૉસ્પીટલમાં તેમના ખાટલામાં મળ્યો. ટુંકી વાતચીત દરમિન પણ તેમનું મધુર હૈયું બહાર ઉછળી આવ્યા વગર રહેતું નહાવું. * ૨૪ મી નવેમ્બર ૧૯૪૦ રાતના નવ. ભકતા ઉર, હૂંફાળી પત્ની અને કુમળાં બાલાની પત્રકારને પણ સર્વે કાઈ જેટલી ખેવના છે. પરંતુ પત્રકારનું જીવનજ એવું છે કે પત્નીને તે બહુ આખું જીવત-સખ્ય આપી શકે છે જ્યારે ખૂબ વધારે મેળવવા ઇંતેજાર રહે છે. એટલે તા પત્રકાર-પતિના જીવનમાં સમતુલા જાળવી રાખવાનું ગૃહિણી માટે ખૂબ કપરું બની જાય છે. વિશિષ્ટ માટીમાંથી પાકેલી પત્નીજ પત્રકારને નિભાવી શકે. એવી “ જોડ મેળવવાનું કામ ઘણી વખત વર્ષાની સાધના માગી લે છે. .. એ દરમિન મારું “ મોતી વીંધવા ” માટે પણ સગાસંબંધીઓનાં અંકાડા ભીડાવા લાગ્યા છે. એક વડીલના પત્રની કંડિકા આવા પ્રયાસેાની સૂચક છે. “ ...ભાઇને એના જોગ જેલમહેલમાં નાખીને સેનારૂપાની ખેડી નાખવા પૂરતું કામ બાકી છે. પરંતુ એ હાફુસની કાચી કેરી જેવા છે. આપણે હાસની કાચી કેરી ઉતારતા નથી કારણકે નથી તો એ અથાણામાં વપરાતી કે નથી ખાવામાં કામ આવતી. તેને સમજાવી કામ લેવા જેવું છે. ઉતાવળ કરવા જેવું નથી. પરંતુ હથેળીમાં ભગવાન દેખાડશું તો જ ઠેકાણે આવશે...” * ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૪૧ રાતના સાડાનવ. એક બીજો scoop કર્યાં, અમદાવાદના રમખાણ અંગે પકડાએલા સંખ્યાબંધ મવાલીઓ માટે જેલમાં જગ્યાની તંગી પડી. એ તંગી ટાળવા માટે ઢસા સાજા સત્યાગ્રહીઓના કાફલાને સાબરમતી જેલ માંથી વિસાપુર કે યરવડાની જેલમાં ખસેડવામાં આવતા હતા. એ કાલાથી ભરેલા ત્રણ રેલવે ડબ્બા પોલીસ પહેા તળે પરેલ પાસે લાઈન ઉપર પડયા હતા. મુંબઈ પ્રાંતિક મ. સમિતિના એક સત્તાવાર નિવેદ (Official Spokesman) પાસેથી સાંપડેલી આ માહિતી સાંજના એક અગ્રગણ્ય દૈનિકના શ્રી......ના હાથમાં મેં મૂકી, તુરત નૃત્તતંત્રીને ખાલાવવામાં આવ્યા. ઝડપી વાતથીત થઈ, ટેલીફોનના ડાયલે એક જુદડી મારી અને Star-reporter ને રવાના કરવામાં આવ્યા. ત્રણ કલાક બાદ તે સાંજની આવૃત્તિમાં આ સમાચાર Flash થયા હતા. * *
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy