________________
“સંબી છે.
૧૭ મી માર્ચ ૧૯૪૦
રાતના દશ, છે. યુ. કોંગ્રેસના અધિવેશનના સંરમરો તાજ જ છે. એટલે એના અજવાળામાં ગુજરાતી પત્રકારિત્વની છબી કેવી ઊઠે છે તેનું નિરીક્ષણ કરવાનું મન સ્વાભાવિક રીતે જ થઈ જાય છે.
એને ગુજરાતી પત્રકારનું એદીપણું-હા, એદીપણું નહીં તો બીજુ શું કહી શકાય? પ્રજમતના ઘડતરમાં જબર ને સંગીન ફાળે પુરાવવાને વ્યાજબી દાવ કરનારા, આધુનિક યુગમાં વર્ગીય હિતની રક્ષા માટે સર્વત્ર સ્વીકાર પામેલી સંગઢન વ. ની નીતિઓથી અજાણ હોવાનું બહાનું તે કેમ કાઢી શકે? આજે મુંબઈના હટેલના પિરીયાઓ પોતાનું મંડળ સ્થાપીને અવસર આવ્યે માલીક પાસે પણ નીચી મુંડીએ અંગુઠા પકડાવી શકે છે. કાલાં ફેલવાની રછમાં ધરખમ કાપ મુકાતાં, વિરમગામની પછાત મારણો-ગુજરાતી બરીએ ! પણ સંગઠ્ઠન સાધીને હડતાલ પર ઉતરી શકે છે. પણે લાહોરમાં વળી ટાંગાવાબાઓ પિતાનું યુનીઅન જમાવીને સંતોષકારક દ ન મળતાં, શહેરી બાવાએને ગુડીયાવેલમાં મુસાફરી કરવાની ફરજ પાડી શકે છે. કલકત્તામાં હજામે પોતાની પરિષદ ભરીને સેફટી રેઝરને પિતાને જની, કર દુરમન જાહેર કરે છે. તે વળી ત્યાંનાજ ઝાડુવાળાઓ એક “બેગમ”ની સરદારી નીચે વીસ વીસ હજારની જંગી સંખ્યામાં અંકાડાબંધ હડતાલ પાડીને સંગઠનને પર બતાવી શકે છે. ને મુલતાનના ખાટકીઆ પણ મનમાન્યાં મૂલ ન ચુકવાતાં માંસાહારીઓને ઉપવાસ પર ઉતરવાની ફરજ પાડી શકે છે !!!
પરંતુ ગુજરાતના પત્રકારે આ દેડતી દુનિયા સામે આંખ મીંચીને બેસી રહ્યા છે. ગુજરાતના પત્રકારે નિયા છે? ના, ના, હજારવાર, ના. પ્રજાજીવનમાં ઊંચા આસને વિરાર્તી વ્યક્તિઓને પણ અસહ્ય સંજોગો ઊભા થતાં, ગબડાવી પાડવાની શક્તિ ગુજરાતના પત્રકારે પુરવાર કરી આપી છે. પરંતુ એ જ પત્રકાર આજે એકંદરે સામાન્ય કારકુન-મહેતાજી એટલે ૩૦-૩૫ના ગાળામાં અથડાતે પગાર મેળવે છે. આ નગદ સત્ય છે, મોજૂદું સત્ય છે. ગુજરાતને પત્રકાર, પિતાના વર્ગીય હિત પ્રત્યે, મજૂરથી પણ બેચ બનીને, ગામઠી ખેડુ જેટલી જ ઉપેક્ષા સેવે છે. “ગુજરાત પત્રકાર સંઘ” જેવી કઈ સંસ્થાની જનતાને જાણ નથી. એવું કોઈ સડેલું જીવતું હશે તે તેના પર છવાએલું નિક્રિયતાનું કફન એને મ માની લેવા આગ્રહ કરે છે.......
૧૯ મી માર્ચ, ૧૯૪૦
રાતના નવા છેલ્લી નોધ આજે ફરીવાર વાંચ્યા પછી ઘડીભર એવું લાગ્યું કે હું ગુજરાતી પત્રકાર પર વિના કારણ ઉતરી પડ્યો હતો. પણ ના, એવું નથી.
આ યુગ જ પીડિતાના આર્તનાદને છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. રાજકારણમાં નજરે નાખીશું તે કિસાન-મજદૂરનાં શેષણ અને મૂડીવાદીઓ-જમીનદાર-રાજવીઓની ત્રિપુટીનાં દમન સામેની કારમી કિકિયારીઓ જ આંખ સામે અફળાશે. સામાજિક સેવાના ક્ષેત્રમાં દષ્ટિપાત કરીએ તે તેમાં પણ રૂઢિ અને કુરિવાજોના બેગ બનેલાઓની જ વકીલાત આગળ તરી આવશે. વિધવાઓ, બાળલગ્ન, પુનર્લગ્ન, લગ્નસંસ્થાની કાયાપલટ વ. પ્રશ્નોની ખૂબ ગરમાગરમ ચર્ચા દ્વારા પણ અંતે તે પીડિતને જ પક્ષ ખેંચવામાં આવે છે. સાહિત્ય પણ આ યુગવતી લડતમાં હકારને સૂર પૂરાવે છે. બલકે પીડિતાના શેષણ અને શેષકોનાં દમનનું ચિતરામણજ આજના સાહિત્યની પ્રધાન લાક્ષણિકતા બની ગઈ છે. સઈ સુતાર ને વાંઝા-વણકર જેવા વસવાયા વર્ગથી માંડીને, મેતી બીડીવાળી, લાખા વણકર, રૂડકી વાઘરણને