SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ રજતસ્મારક] પત્રકારના જીવનમાં ડોકિયું વાદના શબ્દો પણ કાને અથડાતા હતા. અને કામદારોની અવરજવરના કારણે બત્તીની ઉઘાડબંધ તો સતત ચાલુ જ હતી. ૧૫ મી માર્ચ, ૧૯૪૦ રાતના સાડાનવ રૂટરના તાર પર હાથ બેસી ગયું છે એટલું જ નહિ પરંતુ રિટીંગ પણ શરૂ કરી દીધું છે. ગઈકાલે એક વિરલ તક ઝડપી લીધી. મજૂરનેતાઓની ધરપકડ અને વિગ્રહની મોંધવારીથી ઉકળી ઊઠેલા મજદુરોના પ્રતિનિધિઓ સેંકડોની સંખ્યામાં અ. હિ. કે. યુ. કોંગ્રેસના ખાસ સંમેલનમાં ઊતરી પડ્યા હતા. તંત્રીએ મારી શક્તિને ક્યાસ કાઢતા હોય તેમ મીટ માંડતાં પૂછયું, “હિંમત છે? કરી શકશે?” મે પુલકિત બનીને જવાબ દીધે. “હા. હા.” ઉપડે.” દેઢ તે વાગી ચુક્યું હતું. અને અઢી વાગે ખુલ્લી બેઠક શરૂ થવાની હતી. પડદા પાછળની મંત્રણાઓ તે વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. પેડ ને પેન્સીલ લઈને હું બસમાં કુદી પડ્યો. એક ઉડતી નજરે જ સંમેલનમાં ઉછળતી ઉત્સાહની છોળોમાં છબછબિયાં કરવાનું મન થઈ જાગ તેવું હતું. હિંદના પીઢ મજૂરનેતા શ્રી. એન. એમ. જોષીથી માંડીને કઈ ચર્મોવોગના મંજૂરમંડળ, કઈ ઝાડુવાળામંડળ અને કાઈ ઘાણીના મજૂરમંડળને અદના પ્રતિનિધિઓ સુદ્ધાં અહીં જમા થયા હતા. એ લેકે ચુદા ભાષણકારે નહોતા પરંતુ દમબદમ ધગશીલા હતા. બંગાલે તે એકમેટી ટુકડી એકલી હતી. અધિવેશનના પ્રમુખ ડો. સુરેશચંદ્ર બેનરજી, મૃણાલકાતિ બેઝ (ઉપતંત્રી, અ, બઝાર પત્રિકા) આફતાબઅલી (હિંદી નાવિક મંડળના મહામંત્રી) ડૉ. ચારુચંદ્ર બેનરજી, ભૂપેન્દ્ર સન્યાલ વ. મુખ્ય હતા. શરીર સુકલકડી, પરંતુ ચહેરા પર શેષકોને કાચા ને કાચા ખાઈ જવાની કરડાવાળા ગોપાલ હલદર અને જોગેશ ચેટરજીને યુક્તપ્રતિ મેકલ્યા હતા. મધ્યપ્રાંતમાંથી રૂઈકર આવ્યા હતા. દિહીવાળા ચંદેબીબી ભી યહાં તશરીફ લાયી થી. પંજાબના ઉદ્દામ કાર્યકરોમાંના ઘણાખરા તે સરકારી સાફસુફીમાં ઝડપાઈને જેલમાં ધકેલાઈ ગયા હતા. અને મુંબઈના માંડવા પક્ષે, નિંબકર, કણક, મણુંબ્લેન, ગોદાવરી ગોખલે, એસ. સી. જોશી, જુલ્મીરામ ચૌધરી વ. મુખ્ય હતા. મદ્રાસમાંથી ગુરુસ્વામી અને ગિરિ (માજી મહાસભાવાદી પ્રધાન) આવ્યા હતા. આ બધી તે Big Guns. બાકી ભાષણ કરતાં જેને આવડે નહીં એવા પિતડી– પંચિયા જેવું બેતિયું કે ઊભા ચીરવાળા લંધા ચડાવેલા સેકડે મર--પ્રતિનિધિઓ જોરશોરથી એમનું દુખ ગાવા અહિં ઉપસ્થિત થયા હતા. સતત પાંચ કલાક સુધી બેઠકનું કામકાજ ભર્યાભર્યા વાતાવરણ વચ્ચે ચાલુ રહ્યું. ' ગંભીર જવાબદારીવાળું આ પહેલવહેલુંજ “Function"“cover” કર્યું હતું. એ પાર પાશાનો આનંદ “Ful-page” અહેવાલ છપાયેલા વાંચતાં, અને તંત્રીના અભિનંદન સ્વીકારતાં, ખરેખર અવર્ણનીય જ બની ગયું હતું. ને ઓફિસ તરફથી વેતન દાખલ મળેલી નેટ પર મેં અક્ષર પાડ્યા, “પત્રકારિત્વની પહેલી પ્રસાદી.”
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy