________________
સંત્રી
[મ, જે. વિલાહાય
૧૨ મી માર્ચ, ૧૯૪૦
સાંજના સાડાસાત, હા..શી અભિનંદન ! હવે તે ઠેકાણે પડી ગયો. પણ તેય, આ દાંત વડે ખીલા ખેંચવાના પ્રયત્નોમાં લહેર તે પડી ! પણ હવે એ બધું પતી ગયું. આજે શ્રી. “૨ની મહેનતથી બધું સાંગોપાંગ ઊતરી ગયું. ગુજરાતની કલા, સંરકારિતા અને વિચારતાની ત્રિવિધ મૂર્તિના પ્રતિનિધિ ગણાતા પત્રમાં હું બેઠવાઈ ગયો. આંગળીના વેઢે ગણી શકાય તેવા ગુજરાતના અભ્યાસી પત્રકારોમાં તેના તંત્રીનું રથાન મેખરે છે. સંસ્કૃત સાહિત્યને તેમણે પ્રખર અભ્યાસ કર્યો છે. “સમાજશાસ્ત્રીના તખલ્લુસ તળે લખાએલી તેમની લેખમાળાએ ગુજરાતના વિચારને અને સંકડે આદર્શઘેલા યુવાન-યુવતીઓને આકર્યા હતા. અને માનસશાસ્ત્ર, જાતીયવિજ્ઞાન અને રાજનીતિ તથા માર્કસવાદના તે તેઓ અા અભ્યાસક ગણાય છે. તેમણે સહાનુભૂતિપૂર્વક બધી ગોઠવણ કરી આપી. રાત્રે સૂવાનું પણ પ્રેસ ઉપરની કલબમાંજ ઠર્યું“ર” એ પથારી-પાગરણ લાવવાની સુચના મને આપી, પરંતુ “નીચે સૂવાની મને ટેવ છે, એટલે હરકત નહિ” એ જવાબ મેં વાળી દીધે. તેમણે પણ હસતાં હસતાં કહ્યું, “એ ! ત્યારે તે સરસ, પાથરવા માટે રફ કાગળ લઈને, આપણા આ લાંબા ઓફીસટેબલ પર સુઈ રહેજે. જયસિંહને કહેજે એટલે ટેબલ પરથી બધું ખસેડી લેશે. ને ઓઢવાનું અહીં શાંતિ પાસેથી માગી લેજે.”
૧૪ મી માર્ચ, ૧૯૪૦
સવારના સાડાદશ. કાલે માણી છંદગીની પહેલી સેહાગ રાત –પત્ની સાથે શયનગૃહમાં નહિ, પરંતુ કલમ ને કાગળ સાથે પ્રેસમાં ઓફીસનું આખું વાતાવરણ કેટલું ખીચોખીચ ને ભરચક લાગતું હતું ! જિંદગીમાં યુવાનને ખાલીખમતા જ સાલે છેને! અને એટલે તે તે જિંદગીમાં ભરચકતાને ઝંખે છે. એક ખીલે બંધાઈને બેસી રહેવાનું યુવાનને ભાગ્યેજ ગોતું હશે.
શ્રી. “ર” એ પહેલવહેલે “યુ. પી.” તાર મને આપે. એમણે તે વિગતવાર સમજ પાડીને આખી રૂપરેખા દેરી આપી. પ્રથમ હું “યુ. પી.” અને “એ. પી.”ના તાર પર હાથ અજમાવું. હાથ બેસી ગય લાગે એટલે રૂટરના તાર કરવા. ને પછી પત્રિકા-પુસ્તિકાઓની સ્વીકાર નોંધ લખતાં મારે જાણી લેવાનું. આટલી મજલ કાપ્યા પછી મારે સભા-સરઘસ વિ. જાહેર કાર્યક્રમનું રિપોર્ટીગ હાથ ધરવાનું. એ પછી હું “Free-Lance Reporting” develop કરીશ. તેના પર હથેટી બેસી ગયા પછી Dispatches ઘડવાની તાલીમ લેવી. અને છેવટે પ્રેસમાં જઈને “પેઈજ બંધાવતાં” શીખી લેવાનું.
આજે રાત્રે તે મેં ચાર પાંચ તારે જ ક્ય. સવા બે વાગે રૂટરના Tele-printer પર છેલ્લે તાર જોઈ લીધા પછી અમે કાગળ-કલમને સુવાડી દીધાં. પણ ત્રણ વાગ્યે કફ ઉપર આવ્યાં. તંત્રીએ તેના પર સ્કત લખી આપ્યા એટલે અમે સૂવા ઊઠયો.
શાંતિના આગ્રહથી મેં તેની ચટાઈ ઉપર જ ઝુકાવ્યું. કલબના રૂમને દિમાગ કેઈધર્મશાળાને છાજે તેવો હતા. ખૂણે ખાંચરે ને આડેઅવળે, દાબડાઓ, કડીઓ અને પથારીના વીંટા પડ્યા છે. બધા સૂત છે, પણ જાણે કે વિચિત્ર અંગભંગને પિઝ આપતાં આપતાં!
ઊંધવા પ્રયત્ન પૂબ કર્યા પરંતુ ઊંધ શાની આવે ? નીચે પ્રેસ ધમધમી રહ્યું હતું ને ઉપર માંકડને મારે ઝિલવાને હતા. વચ્ચે વચ્ચે બીબાં સાથે આંખે ઉડીને ઉધને શરણે ગએલા કેપિઝીટરના બક