________________
ગાલિપ્રદાન એક કલા લેખકઃ ાતીન્દ્ર હ. દવે, એમ. એ.
વ્યવહારાપયેાગી કે લલિત કલાઓમાં ગાલિપ્રદાનને સ્થાન કલાકાવિદેએ નથી આપ્યું એ બહુ નવાઇભર્યું છે, અથવા એમ પણુ હાય કે એ ા સૌ કાઈ જાણે છે, એમાં કહેવાનું જ શું છે, એમ ધારીને એની ગણના કરાવવી જરૂરની નહિ ધારી હોય. એ ગમે તે હોય, પણ ઉપયુક્ત તેમજ લલિત બન્ને પ્રકારની કલાઓમાં ગાલિપ્રદાનની કલાનું સ્થાન મોખરે છે.
એ એક જ એવી કલા છે, જેને લલિત કલા પણ ગણી શકાય અને વ્યવહારમાં પણ જે ઉપયુક્ત થઈ પડે. કાવ્ય, સંગીત, ચિત્ર કે શિલ્પની પેઠે એ કલામાં લાલિત્ય સધાય છે છતાં વ્યવહાર જીવનમાં એ નિરુપયોગી નથી. ખરી રીતે જોતાં એના સિવાય જીવનના વ્યવહાર ચાલી શકે એમ જ નથી.
અત્યારે ઉચ્ચ પ્રકારની કલાઓ કેવળ વિદ્ભાગ્ય રહી છે, સામાન્ય જનસમૂહ એનાથી વંચિત રહ્યો છે એવી કૅરિયાદ કરવામાં આવે છે. સાહિત્યકારા તે ચિત્રકારો પોતપોતાની કલાકૃતિ વડે ભલે પ્રીતિ પ્રાપ્ત કરતા હશે પણ એથી કાશ હાંકનારા ને બીડી વાળનારાઓને કશા કાયદા નથી. આપણાં સર્વ કાર્ય સમાજની દૃષ્ટિએ થવાં ોઇએ, જે કલાકૃતિના આસ્વાદ પ્રજાવર્ગના મોટા ભાગ લઈ શકતા નથી, ખેડૂત, કારીગર ને દલિત વર્ગ જેના ઉપયોગ કરી શકતા નથી તે વ્યર્થ પરિશ્રમ માત્ર છે એમ આજે અનેક વિચારક કહી રહ્યા છે.
ગાલિપ્રદાનની કલા એ આમાં એક માત્ર અપવાદ છે. ખરેખરા અર્થમાં એ કલા છે. કારા હાંકનાર કાશ હાંકતા હાંકતા ગાલિપ્રદાન વડે શબ્દશને સમૃદ્ધ કરે છે. શાક વેચતા પસ્તાગિયા માંડી વિદ્વત્તાભર્યાં ચર્ચાપત્ર લખનારા વિદ્વાના એજ કલાને આશ્રય શોધે છે. બાપુ સેની ને બર્નાર્ડ શે। આ ફ્લામાં પારંગત થવા એક સરખા યત્ન કરે છે, દિક્કાલના બંધન એને નડતાં નથી. ધર્મના અન્તરાય એના અવરાધ કરતા નથી. જ્ઞાન કે અજ્ઞાન અને અટકાવી શકતાં નથી.
દુનિયાની કાઈપણ ભાષાના ભંડોળ એના સિવાય વધી શકે એમ નથી. જાતજાતના અર્થ સૂચવનારાં વિશેષણો ગાળ દેવાની વૃત્તિમાંથી જન્મ્યાં છે એ સ્પષ્ટ છે. કાઈને ગાળ દેવા બેસીએ છીએ ત્યારે ભાષાના પ્રવાહ એની મેળે અસ્ખલિત રીતે વહેવા માંડે છે. ખીજાં કાઈ ભાવ દર્શાવવા હોય છે ત્યારે યોગ્ય શબ્દો શોધ્યા જડતા નથી. પ્રેમ, માન કે ભક્તિ જેવા ભાવનું દર્શન કરાવતાં કેટલીયે વાર મૌનના આશ્રય લેવા પડે છે, પરંતુ ભાષા પર ઓછામાં ઓછા કાબૂ હોય એવા માણસ પણ જ્યારે ગાળ દેવા માંડે છે”ત્યારે એને મૂંઝવણ થાય છે તે શબ્દો શોધવાની નહિ, પણ કા શબ્દ બ્રેડી દેવા તે વિષેની. પાંચ સાત વર્ષ સુધી તે। આ માણુસ મૂંગા નહિ થાય એમ સાંભળનારાઓને લાગે છે અને એ મૂંગા થાય છે તે પણ શબ્દોને અભાવે નહિ, પરંતુ કંઠ બેસી જવાને કારણે, રસ્તે જતા નિરક્ષર જેવા જણાતા ક્રાઈ મનુષ્યને તમે એકાએક ધાા મારી જુએ, એના કંઠમાંથી સરસ્વતીની અસ્ખલિત ધારા વહી તમને નવડાવી નાખો.
જ્ઞાનની પેઠે ગાળ પણ વાપરવાથી વધે છે. દુનિયામાં સૌથી સારામાં સારા પાક એના જ નીપજે છે. એને ખાતરની જરૂર નથી. એને પાણીની આવશ્યકતા નથી. આંખાની પેઠે એને ફળતાં પણ વાર નથી લાગતી. એક ગાળ વાવી કે એમાંથી હજાર ગાળ તરતજ ઉત્પન્ન થવાની. પૈસે પૈસા મેળવી આપે છે, અથવા દીવા દીવાને ચેતાવે છે તેમ એક ગાળ અનેક ગાળને ઉત્પન્ન કરી શકે છે.
૧૫૧