________________
[મ છે. જિલ્લાહય રજતસ્મારક] કેળવણુ પર એક દષ્ટિ ગહન બનાવી દેવામાં આવે છે અને અધયુવાની અભ્યાસ અને નિરૂપયેગી પરીક્ષાઓ પાછળ વેડફાઈ જાય છે. નથી ઉત્તમ આવડત કે પેટનો ખાડે પૂરાય; સ્વમાનથી નથી ચારિત્ર્ય બંધાતું કે સમાજ કે ગામના જૂના ચીલામાંથી છૂટાય; નથી સમાજની શંખલાઓ તેડવાનું ભાન આવતું કે નથી દેશ માટેની ધગશ કેળવાતી. આવા યુવાન યુવતીઓ કુટુંબને ઉપયોગી થતાં નથી અને દેશને પણ ભારરૂપ થાય છે. હતાશ થયેલે નથી મજુરી કરી શકત કે નથી તેને માટે બંધ રહ્યો. મરવા માટે જીવતે ભવાટવીમાં ભમે છે.
મારું આથી એમ નથી કહેવું કે આ સંસ્થાની મદદથી પાસ થયેલા યુવકે રખડી જાય છે, માત્ર સામાન્ય અસર આ કેળવણીની શી થઈ છે તે જોતાં આવી સરથાઓ વિચાર કરી કેળવણીનું દૃષ્ટિબિન્દુ સુધારવામાં પોતાના અનુભવથી મદદ કરે.
જે વિદ્યાથીઓ આટલી હોંશથી સંસ્થામાંથી મદદ મેળવીને પણ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે તે વિદ્યાર્થીઓની તમન્ના જરૂર ઘણી હેવી જોઈએ. સંસ્થાની દોરવણીથી ડાકટરે થયા હોય તે પિતાના ગામમાં અથવા બીજા નાના ગામમાં જઈ ત્યાંનું આરોગ્ય સુધારે અને પિતાની કમાણી ઉપરાંત થોડા વખત પિતાનાં ભાઈબહેને માટે આપે તે જરૂર આ સંસ્થાનું ઋણ ફેડ્યું ગણાય. આ દેશના ખેરાક, દવા, જીવન પરદેશી ભૂમિના વિચાર પર છેલ્લી પાં સદીથી રચાતાં જાય છે, તે આ દેશને અનુરૂપ કરે તો આરોગ્ય અને સંપત્તિ બન્ને વધે.
વકીલે, ઈજનેર, ઇલેકટ્રીશિઅનોનું પણ તેમજ છે અને જેઓ અર્થશાસ્ત્રને અભ્યાસ કરવા ગયા હોય તેની ફરજ તે ઘણી મેટી છે. માણસને જમ્યા પછી અન્ન અને પછી વસ્ત્રની જરૂરિયાત અનિવાર્ય છે અને એ માટે નાણાંની વહેંચણી કઈ રીતે સરખી થાય તેની ગૂંચ તેઓ ઉકેલી શકે. એકાદ એવો વિવાથી દેશ પરદેશની સ્થિતિને અભ્યાસ કરી “માણસ માત્ર ખાઈ પહેરી શકે પછી જ સંપત્તિને સંચય કરી શકે” એ સૂત્રને આધારે નવું અર્થશાસ્ત્ર રચી શકે તે કેટલું સદ્ભાગ્ય કહેવાય!
આ ઉપરાંત મોટામાં મેટે પ્રશ્ન તે વ્યાપાર ઉદ્યોગને છે. હાલમાં ઘણાં ધિંધાઓ પાયમાલ થઈ ગયા. નવી શાને લીધે ઝવેરાત જેવા કિસ્મતી ધંધાઓ નુકસાનીમાં આવી પડ્યા છે તે તેને સ્થાને લેકે માટે નવા ઉદ્યોગે તે જોઈએ જ ને ? આપણું સામે આજે દેશનો મહાન અર્થશાસ્ત્રી ઊભા છે જેણે મનુષ્યજીવન રાક્ષસી યંમાં કેવું પિસાઈ રહ્યું છે તે ખુલ્લું પાડી સમજાવી દીધું છે અને ગૃહઉગેનું જીવનમાં અને ખાસ કરીને ગ્રામ્યજીવનમાં સ્થાન ઊભું કરવા માંડ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓ તેવા બીજા અનેક ઉદ્યોગને સજીવન કરવા માટે મદદ કરવા, research કરવા અને માણસ માત્રને ધંધે મળે (પૈસા જ માત્ર નહિ) એવું આખું જીવન ઊભું કરવામાં મદદરૂપ થાય, નવી પ્રણાલિકા શોધવામાં ફળીભૂત થાય દેશને આબાદ કરવામાં પિતાનો ફાળો આપે તો કેટલું સરસ !
આ વિચારે લખવાની પ્રેરણા આ સંસ્થાના ઉદ્દેશે અને સબળ કાર્યશક્તિથી જ થઈ છે. આવી સંસ્થાના અધિકારી પૂર્વકાળની સંસ્કૃતિના સમયના મઠાધિપતિઓની જેમ સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓની બુદ્ધિ, શક્તિ પ્રમાણે કેળવણીમાં દરવનાર થઈ શકે. તેના ભવિષ્યના માર્ગદર્શક પણ તે જ થઈ શકે અને કુટુંબ અને દેશ તરફની ફરજનું પણ તેજ ભાન કરાવી શકે. આને માટે બહુ ઉચ્ચ કક્ષાના માનવીની આવા જવાબદાર સ્થાન પર નિમણુક કરવી જોઈએ અને જરૂર થતી જ હશે એમ સંસ્થાના વિકાસ પરથી માનું છું. માત્ર આદર્શ રાખીને જ આવા અધિકારીઓ કામ કરે તે વિદ્યાર્થીઓને વિકાસ ઘણો થાય.
આ સંસ્થા અનેક સંસ્થાઓને પ્રેરણા આપનારી, દેરવનારી, તેમને અસ્તિત્વમાં લાવનારી થાય અને દુનિયાના એક અગ્રગણ્ય ગણાતા મુંબઈ શહેરમાં તક્ષશિલા સજીવન કરી નાલન્દા જેવી ઐતિહાસિક યુનિવર્સિટીઓ ઊભી કરવાનું માન મેળવે એજ શુભેચ્છા.