SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ તષા] ૧૪૯ બાંધી આપ્યું હતું. આથી સમજાય છે કે, કવિવર અમરચંદ્ર સૂરિનું, વીસલદેવ પાસે વજનદાર વ્યક્તિત્વ ગણાતું તેમાં શક નથી. સમયાનુકૂળ શબ્દપ્રયોગોથી, સામા મનુષ્યનું મનરંજન કરવાની અજબ કળા, આ મહાપુરુષે સાધ્ય કરી હતી. રત્નમંદિર ગણી ઉપદેશતરંગિણીમાં તે એક પ્રસંગ ટાંકતાં કહે છે કે, એક વખત અમરચંદ્ર સૂરિ સભાસમક્ષ વ્યાખ્યાન આપતા હતા, ત્યારે તેમણે પ્રસંગોપાત યામિક સંસારે સાર - સારંવારના એ લોકાર્ધ સભાસમક્ષ ઉચ્ચાર્યો. ત્યાગી સાધુના મુખમાંથી આવું શૃંગારિક વાક્ય નીકળતાં, ત્યાં વંદન માટે આવેલ વસ્તુપાલ મહામાત્યને પણ આશ્ચર્ય સાથે ખેદ થયો. પરંતુ સામા મનુષ્યના ભાવ ઉપરથી તેનું હદય વાંચી લેનાર આ મહાનુભાવે તેના ઉત્તરાર્ધ બોલતાં કહ્યું કે મામા ને કસુપાત્ર! મવાર આવા અદ્ભુત અને પિતાને લાગુ પડતા ઉત્તરાર્ધથી, વસ્તુપાલની શંકા દૂર થઈ તેટલું જ નહીં પણ જે પૂર્વાર્ધથી તેણે સાધુપુરુષમાં શૃંગારિક ભાવના કલ્પી હતી, તેને નાશ થયે. જીવનકાળ અમરચંદ્ર માટે કોઈપણ ગ્રંથમાંથી તેમના જન્મ સમયની નોંધ મળતી નથી. તેથી તેમના જીવનકાળ માટે અમુક વર્ષોને ગાળ કલ્પવામાં આવ્યો છે. તેમના જીવનની બીજી નાની નાની વિગતોને છડી દઈએ તે પણ, તે મહારાજા વીસલદેવના પ્રીતિપાત્ર કવિવર હતા, તે વસ્તુને વિચારતાં અમરચંદ્ર વિસલદેવના સમકાલીન હેવાનું નિશ્ચિત થાય છે. વીસલદેવને રાજ્યકાલ લખે છે. તેની શરૂઆતની કારકિર્દીમાં પાટણને મંડલેશ્વર હતે. લગભગ સંવત ૧૨૯૪ થી સં. ૧૩૦૨ સુધી તે મંડલેશ્વર જ હતું, પણ ત્રિભુવનપાલના મરણ પછી ગુજરાતની ગાદી ખાલી પડતાં, વિસલદેવ ગુર્જર મહારાજ્યને મહારાજાધિરાજ બન્ય હતો. તેણે સં ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું હોવાનું ઐતિહાસિક રીતે માનવામાં આવે છે. કારણ સં. ૧૩૧૭ ના તેના મંડલેશ્વર સામંતસિંહે આપેલ દાન-પત્રથી, તેનું અસ્તિત્વ તે કાળ સુધી હોવાનું જાહેર થાય છે. ત્યાર પછીના વેરાવળના સં. ૧૩૨૦ ના હરસિદ્ધમાતાના મંદિરવાળા લેખમાં, અર્જુનદેવનું નામ છે. એટલે સં. ૧૩૧૭ પછી, અને સં ૧૩૨૦ પહેલાં અર્જુનદેવ ગાદીએ આવ્યું હતું, અર્થાત તે ગાળામાં વીસલદેવ દિવંગત થયો હતો, અથવા તે ત્રિપુરાંતક પ્રશસ્તિ પ્રમાણે અર્જુનદેવને રાજ્યારૂઢ બનાવી, નિવૃત્ત થયા હતા તેમાં શક નહીં. અમરચંટે વસ્તુપાલ માટે કોઈ સ્વતંત્ર ગ્રંથ લખ્યો નથી, પણ અરિસિંહના સુકૃતસંકીર્તનમાં દરેક સર્ગના પ્રાંતભાગે પાંચ પાંચ કે તેના બનાવેલા મુકયા છે. આથી વસ્તુપાલના સમયમાં આ મહાકવિ પ્રતિષ્ઠિત વિદ્વાન મનાતા હતા એમ માલમ પડે છે. તેમણે પા મંત્રીની પ્રાર્થનાથી, પઢાનંદ મહાકાવ્ય રચ્યું હતું, જેની પ્રાચીનમત સં. ૧૨૭૭ માં લખાયેલી. ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે. આ કાવ્યના લેખન સમયે, કવિવરની ઉંમર વીસ વર્ષની માનીએ તે, તેમને જન્મકાળ સં. ૧૨૫૦-૫૫ માં આવે છે. આ સ. ૧૨૫૦ થી, સં. ૧૭૧૮ સુધી એટલે આ શકે ૬૦-૬૫ વર્ષ સુધી તેમને જીવનકાલ નિશ્ચિત થાય છે. શ્રી. હીરાલાલ ર. કાપડીઆએ પડ્યાનંદ મહાકાવ્યની સંસ્કૃત પ્રસ્તાવનામાં, સં. ૧૭૫૦ને સારંગદેવના રાજ્યકાળમાં લખયેલો, આબુ ઉપરની વિમળવિસહીને શિલાલેખ રજૂ કર્યો છે. આ લેખને લખા ૧ ગુજરાતને મધ્યHલીન રાજપૂત ઈતિહાસ, ૫. ૪૦૩ ૨ ઇન્ડિયન એન્ટી વેરી ૧૧, ૫. ૨. મચીન લેખમાલા લેખાંક ૪૦, , , ૪ પીટર્સનને રીપોર્ટ ૫. ૫૮.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy