________________
[મ. જે. વિદ્યાલય રજત-મારક] ગાલિપ્રદાનઃ એક કલા
૧૫૭
ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેને એ માપે છે. ભૂતકાળની ઈકોતેર પેઢી સુધી એ પ્રવાસ કરે છે. ગાળ દેનાર માણસ જેને ગાળ દેવાની હોય છે તેનાં વડવાઓની ખબર લઈ નાખે છે. એટલું જ નહિ, પણ એના સન્તાનનાં સન્તાનને પણ એ સંભારે છે.
ટ્રામની ટિકિટની પિકે એ માત્ર લેનારને જ ખપની” નથી. દેનાર તેમજ લેનાર બન્નેને એ કામ લાગે છે. શિખામણની પેઠે એ આપવી ગમે છે, લેવી ગમતી નથી. પરંતુ શિખામણ તે લેનાર કે દેનાર
ઈને ખપમાં આવતી નથી, ત્યારે આ તે બન્નેને માટે કાર્યસાધક નીવડે છે. સામાન્ય રીતે દેનાર કરતાં લેનાર પર એની અસર વધારે થતી હોય એમ જણાય છે. પણ ઘણી વાર તે એમાં લેનાર દેનાર બને છે ને દેનાર લેનાર બની જાય છે. શાહુકાર ને દેવાદાર જેવા ભેદ એમાં લાંબે વખત રહેતા નથી. ધન આદિના વિષયમાં દાન કરવું એ જ બ્રાહ્મણતર માટે વિહિત છે, માત્ર બ્રાહ્મણોને જ દાન આપવાનો તેમજ લેવાને એમ અધિકારભેદ છે. પણ ગાલિપ્રદાનના વિષયમાં તે સૌને દાન આપવાને જેટલે અધિકાર છે તેટલેજ લેવાને પણ છે. જેણે કોઈ પણ દિવસ કેઇને પણ ગાળ નહિ દીધી હોય અથવા કોઈની પણ ગાળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંભળી નહિ હેય એ એકે મનુષ્ય દુનિયામાં નહિ હોય.
ભૂતકાળને જે ભવ્ય વારસો આપણને મળે છે તે જો આપણે કઈ પણ વિષયમાં સાચવી રાખે હોય-માત્ર સાચવી રાખ્યો નહિ, પણ વધાર્યું પણ હોય તે તે ગાલિપ્રદાનના વિષયમાં જ. આપણે દેશ ખાય, વેશ છે, પિસો ખો: શરીરે પાંગળાં બન્યા, વિધા ને શાસ્ત્રથી વંચિત થયા. એ બધું ખરું: પરંતુ આપણા પૂર્વજો કરતાં ગાલિપ્રદાનની કલા આપણે વધારે વિશાળ, વધારે ઊંડી ને વધારે સચેટ બનાવી છે એની કેઈથી ના પાડી શકાય એમ નથી. અસલ જાત મળતી તે વેળા જે ગાળોની આપલે થતી તે કરતાં વધારે સુદર, વધારે સંખ્યામાં ને વધારે શિષ્ટ ને વધારે કલામય રીતે ધારાસભાઓમાં, ચુંટણી માટેની સભાઓમાં, મેળાવડાઓમાં ને વર્તમાનપત્રોમાં ગાલિપ્રદાનનો ઉપયોગ થઈ રહ્યું છે એ વિષે મતભેદને સંભવ નથી. જેમ જીવનને પિષે એવાં સાધને શોધવા કરતાં જીવનને વિનાશ કરે એવાં સાધન શોધવામાં આપણે વધારે ને અચૂક પ્રગતિ કરી છે, તે જ રીતે સ્નેહ, આદર આદિ ભાવના સુમિલ શબ્દો કરતાં ઠેષ ને તિરસ્કારથી પ્રેરાએલે ગાલિપ્રદાનના કઠેર શબ્દો વડે આપણે શબ્દકોશ દિવસે દિવસે વધારે ને વધારે સમૃદ્ધ થતા જાય છે. ગુજરાતી ભાષામાં ગાળાને હોશ રચવે છે, તે એ કામ એટલું મુશ્કેલ છે કે સાહિત્ય પરિષદ જેવી સંસ્થા, બીજી અનેક સંસ્થાઓના સહકાર વડે, એ કામ પચાસ વર્ષે પણ પૂરું કરી શકે કે કેમ એ સંદેહાસ્પદ છે. એવો કેશ રચનાર પિતજ, કેશનું કામ કરતાં કરતાં થાકી જઈને નવીન ગાળો બનાવતે થઈ જાય ને એ રીતે પિતાનું કામ મુશ્કેલ બનાવી મુકે એ સંભવ છે.
અને ગાળ દેવી એ કઈ રીતે ખોટું નથી. દેઢડાહ્યાઓ ગમે તે કહે પણ મનુષ્યના હૃદયમાં જન્મથી જ કે તે કરતાં પહેલાંથી લડાઈની વૃત્તિ છે તેને પ્રતિકાર ગાળ દીધા વિના થઈ શકતું નથી. દબાવેલી વૃત્તિ વિકૃત રવરૂપ લઈને મનુષ્યને પશુથી એ અધમ બનાવી મૂકે છે, એમ માનસશાસ્ત્રીઓએ સિદ્ધ કર્યું છે. ગાળ દીધાથી ઓછામાં ઓછી હાનિએ મનુષ્ય પિતાની યુયુત્સાને સંતોષી શકે છે. ક્રોધને જીતવા એ અશક્ય છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે સામા માણસને મારી નાખવા કે મારવા કરતાં તેને ફક્ત ગાળ દેવાથી બહુ જ ઓછું નુકસાન થાય છે, એ વિષે તે કંઈને પણ સંદેહ ન હોઈ શકે. તેમજ ક્રોધને દબાવી રાખી પિતે ગાંડા થઈ જવા કરતાં સામા માણસને પંદર વીસ ગાળ દઈને એ વૃત્તિને માર્ગ આપે એ વધારે શ્રેયસ્કર છે એ પણ સહેજે સમજાય એવું છે.
અને આપણા દેશમાં તે ગાલિપ્રદાન સિવાય બીજો માર્ગ ઈષ્ટ હોય તે, લેવાય એમ નથી. આપણી પાસે શસ્ત્રાસ્ત્ર નથી. સમરાંગણમાં જઈને લડવાને આપણને અભ્યાસ નથી. એ સ્થિતિમાં