________________
ચંપકલાલ લક્ષમીચંદ શાહ થાય છે ત્યારે બીકણ, ટીકા સાંભાળવામાં અશક્ત, શરમાળ, અતડા, અને જોખમ ખેડવામાં નકામા નીવડે છે, અથવા બળવાખોર, કેઈની સત્તા નહિ માનનાર, અને કદાચ મેટા ગુન્હેગાર થાય છે.
બાલમાનસને જાણનાર બાળકની શક્તિઓને અને લાગણીઓને કુંઠિત થઈ વિક્ત થવા નહિ દેતાં, તે જ શક્તિ અને લાગણીઓને બાલમાનસના વિકાસમાં જ સુંદર ઉપયોગ કરે છે. બાળકની ઈદિયો બહુ ચપળ અને ચંકાર હોય છે. વળી, બાળક તેની આસપાસ વિશાળ જગત જોઇને તેમાં રહેલી સર્વ ચીજો જાણવા બહુજ ઉત્સાહ બતાવે છે. પણ બાળક ચીજો અને તેના કામને જ ઓળખે છે; શબ્દોને નથી જાણતું. બાળક નિર્દોષ પણ મનસ્વી છે. બાળકને કંઈ જાણવાનું, જેવાનું કે સાંભળવાનું મન થાય, ત્યારે કહો કે બતાવે, તે બાળક બધું જ ગ્રહણ કરશે. પણ તેની ઈચ્છા વિરુદ્ધ કશું જ થઈ શકશે નહિ. આપણું પદ્ધતિથી શીખવા બાળક કદી તૈયાર નહિ થાય. બાળકને રમત પ્રિય હોય છે, અને તેથી રમતમાં જેટલું શીખાય તેટલું બાળક શીખે છે.
આમ છે તે બાળક સમક્ષ સાધને મૂકવાં જોઇએ અને તેની આસપાસ કામનું સુંદર વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ. બાળકમાં સંશોધન-શક્તિ રહેલી હોય છે તેથી નવા સાધનેનો ઉપગ વગેરે સંપૂર્ણ જાણવા તે ઈચ્છા બતાવે છે. પણ બાળક પિતાની જાતે જ બધું કરવા તૈયાર હોય છે. તેથી બાળકને માર્ગદર્શન કરવું, ભૂલ પડે ત્યારે સીધે રસ્તે મૂકવું, પણ તેને બધું જ કહી ન દેવું. આમ શોધ કરીને કે શીખીને બાળકને અનહદ આનંદ થાય છે. આ આનંદ બાલમાનસને પૌષ્ટિક ખોરાક સમાન છે. આ રીત, બાળકને દેરવામાં આપણું ધીરજની પણ કસોટી છે. બીજું, બાળક ઉપર વાતાવરણ એકદમ અસર કરે છે. ગંદા વાતાવરણમાં બાળક ગંદુ બને છે; પવિત્ર વાતાવરણમાં બાળક પવિત્ર રહે છે. થોડી મહેનત અને થોડા સમયમાં, વિકૃત માનસ થયા વિના બાળક પવિત્ર વાતાવરણમાં શીખે છે.
બાળકની કેળવણી ઘરથી જ શરૂ થાય છે, અને બાળક શાળાએ જતું થાય તો પણ ઘરની કેળવણી ચાલુ જ હોય છે. ટૂંકમાં, ઘરની કેળવણું જન્મથી મરણ સુધી ચાલુ જ હોય છે. ઘરની કેળવણી એટલે ઘરના વાતાવરણની બાળક ઉપર અસર. તદુપરાંત, માતા, પિતા, મેટા ભાઈબહેનનું બાળક અનુકરણ કરે છે. આ ઉપરાંત, બાળકને માનસિક વિકાર પણ ઘરમાંથી જ શરૂ થાય છે. બાળકને બગાડનાર, બાળકના મન પર ખેાટી છાપ પાડનાર બાળકના સ્વજને જ છે.
સામાન્ય રીતે કુટુંબમાં માતા વત્સલ હેય છે, જ્યારે પિતા કડક સ્વભાવના હોય છે. બાળકોના મન પર આની ખરાબ અસર થાય છે. ખાસ કરીને જ્યારે પિતા બાળક તરફ કઠેર બને છે, ત્યારે બાળક પિતા તરફ તિરસ્કાર અને ધિક્કારની દૃષ્ટિથી જુએ છે. અને તેની માતા જેવી વત્સલ સ્ત્રીપર આ માણસ સ્વામિવ ધરાવે છે તેની તેને ઈર્ષા થાય છે. બેશક, બાળક આ લાગણી વ્યક્ત કરી શકતું નથી, પણ તેથી તે દબાયેલી રહે છે. બાળકના મનમાં બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ થાય છે. પાલક તરીકે માન અને ભક્તિની લાગણી, અને જુલ્મગાર તરીકે ધિક્કારની લાગણી. એક વખત એક બાળકને અનાથાશ્રમ દેખાડવા લઈ જવામાં આવેલું. બાળકે પૂછ્યું: “અનાથાશ્રમ એટલે શું?”
“અનાથ બાળકોને રહેવાનું ઘર.” “અનાય એટલે શું?” બાળકે કરી પ્રશન ક્યોં. “જેને માતા કે પિતા ન હોય તે અનાથ બાળક કહેવાય.”
તે તે પિતાની મરજી પ્રમાણે વર્તી શકે?” બાળકથી એકદમ પૂછાઈ ગયું. બાળક કેટલું પ્રેમ અને સ્વાતંત્ર્યપ્રિય હોય છે તેને આ ઉપરથી રહેજે ખ્યાલ આવી શકશે. બાળકના પ્રિય સ્વાતંત્ર્ય ઉપર