________________
બાલમાનસનું આરોગ્ય
લેખકઃ ચંપકલાલ લકમીચંદ શાહ, બી. એ. આરોગ્યની વાત થાય છે ત્યારે આપણે શરીરનું જ આરોગ્ય સમયે છીએ, અને શરીરના આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં જરાય કચાશ રાખતા નથી. આમાં કશું ખોટું નથી. પણ સાથોસાથ મન ઉપર બિલકુલ ધ્યાન આપતા જ નથી. ખરી રીતે જેટલું ધ્યાન આપણું કે બાળકના શરીર ઉપર આપીએ છીએ તેથી વધારે નહિ તો તેટલું જ ધ્યાન મનના આરોગ્ય ઉપર આપવાની ખાસ જરૂર છે. એટલું સાબિત થયું છે કે અમુક રોગો જેવા કે ગાંડપણ, હિસ્ટીરિયા, બેટી બમણા શારીરિક નહિ પણ માનસિક છે. અને આ રોગો આકસ્મિક નથી આવતા પણ ઘણા વર્ષો સુધી મન ઉપર ખરાબ અસર થયા પછી જ આવે છે. આ અસરની શરૂઆત ખૂબજ ખલાઓમાં બાલ્યાવસ્થાથી જ શરૂ થઈ ગઈ હોય છે. તેથી આવા રેગાને સુધારવા કે થતા અટકાવવા બાલપણથી જ ખાસ તકેદારી રાખવાની આવશ્યકતા છે.
બાળક વિષેને આપણે ખ્યાલ ઘણીવાર ભૂલભરેલો હોય છે. બાળકના મનને સાફ સ્લેટ સમાન સમજ માની લઈએ છીએ કે બાળકમાં જે ગુણ લાવવા માગતા હોઈએ તેને ઉપદેશ કરે; ખરાબ માર્ગે જાય, ત્યારે મારવું વ૦ વ૦. આ રીતે બાળકને ડાહ્યું બનાવવા જતાં ગાંડુંજ બનાવીએ છીએ. આવા ઉછેરવાળું બાળક બહારથી કહ્યું જરૂર લાગે છે, પણ તેનું મન વિકૃત થઈ ગયું હોય છે. ખરી રીતે બાળકમાં સર્વ શક્તિ હાજર છે, પણ બીજરૂપે રહેલી છે. એક તદ્દન નાજુક વૃક્ષની અંદર જેમ એ જાતના વૃક્ષના સર્વ ગુણ રહેલા હોય છે, તેમ બાળકમાં એક મહાન પુરુષના સર્વ ગુણો રહેલા છે. જરૂર માત્ર એ બીજરૂપે રહેલા સર્વ ગુણોને વિકસાવવાની જ છે, જેમ માખી બગીચામાં વૃક્ષને ઉછેરે છે તેમ. બાળકમાં નવ ગુણ મૂકવાની કોઈ જરૂર નથી, બધે મૂકી શકાતા નથી. ફક્ત બીજરૂપે રહેલા સર્વગુણને કાઈ કુશળ માનસશાસ્ત્રી દ્વારા આરોગ્યપૂર્વક વિકાસ થ જોઈએ.
બાળક તેકાન કરે, રમે, અવાજ કરે ત્યારે માબાપ દિલગીર થાય છે કે તેમનું બાળક બગડ્યું. જે કઈ બાળક શાંત બેસી રહે, જે આપે તે ખાઈ લે, લશ્કરી સિપાહીની માફક આજ્ઞા ઉઠાવે તે માતાપિતા આવા બાળકના યશગાન ગાતા ધરાતા જ નથી. આ દશા માબાપનું દયાજનક અજ્ઞાન પ્રદર્શિત કરે છે. બાળક એ શક્તિને ઝરો છે. બાળકમાં શક્તિ ચોવીસે કલાક વહ્યા જ કરે છે, તેથી એ શક્તિ રમતગમત દ્વારા બાળક ખર્ચે છે. અહિં જયારે માતાપિતા બાળકને ઠપકો આપે છે ત્યારથી બાળમાનસની વિકૃતિના ગણેશ મંડાય છે. બાળક પ્રેમનું ભૂખ્યું છે. બાળકને લાગે છે કે તે કામ કરવા શક્તિમાન છે, અને જયારે નાનું એવું કામ એ કરે છે ત્યારે બાળકને ખૂબ આનંદ થાય છે. પણ તેમના કાન આપણને કામમાં નડતરરૂપ થાય છે એટલે તેમને તેમની જ પ્રેરણા અનુસાર વર્તવા નથી દેતા, અને ડાહ્યું થઈ બેસવા કહીએ, છીયે બેસી રહે, ઘોંધાટ કરમા અડીશ નહિ એમ કહીએ છીએ ત્યારે આપણે તેના મનની - પ્રેરણાને આડે આવીએ છીએ.
આપણે સમજવું જોઈએ કે બાળક પણ થોડી સ્વતંત્રતાનું અધિકારી છે. ફકત આપણા કામમાં એ વિક્ષેપ નાખે છે તેથી બાળકને તેની રમતમાંથી અટકાવવાને આપણને જરાય હક નથી. આવી અટકાયત બાળકમાં આત્મલઘુતા (sense of Inferiority) લાવે છે. અને સાથી આત્મશ્રદ્ધા (Sense of Confidence) કેળવાતી નથી, જ્યારે તેની ખાસ જરૂર છે. કારણ કે એ સિવાય, આનંદપૂર્વક, સંજોગોને અનુકૂળ થવાની શકિત તેનામાં નથી આવતી. માબાપથી હજારવાર ટોકાયેલા બાળકો મોટા
૧૭,