________________
રણવાર 3
બાલમાનસનું આરોગ્ય
૧૩૯
ઘા પડે ત્યારે તેને કે સજજડ આઘાત લાગતું હશે? આવા બાળકની માનસિક વિકૃતિ એવા પ્રકારની થાય છે કે તે તેની ઉપરના દરજજાના સર્વને જુલ્મી તરીકે જ ઓળખે છે. જે ઘરમાં સ્નેહ નથી, પ્રેમ નથી, મમતા નથી, લાગણી નથી, તે ઘરના બાળકે વિકૃત માનસવાળા જ બને છે.
માતાને અતિશય પ્રેમ બીજા પ્રકારની વિકૃતિ લાવે છે. અનહદ પ્રેમથી માતા પિતે જ બાળકની સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે. આથી બાળકને મહેનત નહિ કરવાની અને આળસુ થઈ પડી રહેવાની ટેવ પડે છે. ભવિષ્યમાં, તે સર્વ બાબતમાં-વિચારમાં કે કાર્યમાં–પરાધીન રહેશે. સ્વતંત્ર વિચાર કે કાર્ય કરવાની શક્તિ તેનામાં કદી જાગશે જ નહિ.
માતાપિતા વચ્ચેને કલહ બાલમાનસને અસ્થિર બનાવી મૂકે છે. જે માતાપિતા તરફ બાળક પ્રેમની લાગણીથી જુએ છે, તેમને પરસ્પર ક્રોધ કરતા, ગાળે ભાંડતા અને લડતા જુએ છે ત્યારે બાળક અતિશય ગભરાઈ રહી ઊઠે છે. ધરતી તેના પગ નીચેથી ખસી જતી લાગે છે. અને પ્રગતિના મૂળ કારણ સમાન શાંતિ અને સ્થિરતાની ભાવનાના મૂળ ખવાઈ જાય છે. પરિણામે, બાળકમાં ભય, વેદના, અને નિરાધારપણાની લાગણી જન્મે છે. આથી બાળક હિંમત અને શકિત ઈ બેસે છે. મોટી વયે પણ આ ત્રુટી દૂર કરવા બાળક અશક્તજ રહે છે.
સ્નેહાળ ભાઈઓંને વચ્ચે મોટું થનારું બાળક પ્રેમની લાગણી કેળવે છે, અને કજિયાળાં ભાઈને વચ્ચે મેટું થનારું બાળક વિકૃત માનસવાળું, કજિયાળું થાય છે. પિતાના વઢકણા ભાઈબહેને પ્રત્યે બાળક તિરસ્કારની લાગણી રાખે છે. અને પિતાની બધી શક્ય રીતે વેર લેવા પ્રયત્ન કરે છે. ઢીંગલીને પિતાને વઢકણે ભાઈ કે વઢકણ બહેન માનીને તેના તરફ આંખો કાઢે છે, દાંતિયા કરે છે, અને મારે છે. વિકૃત માસનાં આ લક્ષણ, આવાં બાળકો મેટાં થાય છે ત્યારે તેમનાથી મોટી વયના માણસો પ્રત્યે શરમાળ બીકણ અને કડવા સ્વભાવનાં થાય છે, અને તેમનાથી નાની વયના માણસે પ્રત્યે કડક, ક્રોધી અને દૂર થાય છે.
ઘણીવાર અને સમાન વયના બાળકો સમક્ષ અપમાનિત થવાથી બાળક આત્મલધુતાની વિકૃત લાગણી અનુભવે છે. તદુપરાંત, પિતાને કપિ દેખાવ, શારીરિક ખેડ,ઓછી બુદ્ધિ, માતાપિતાની ગરીબી, પિતાની ખરાબ આબરુ વગેરે કારણોથી પણ બાળકમાં આત્મલઘુતાની વિકૃત લાગણી જન્મે છે. આવું બાળક પિતાના મિત્ર સાથે આનંદ લઈ શકતું નથી. તેનું મન બહુ શંકાશીલ રહે છે, અને માનસિક સ્વાથ્ય અનુભવી શકતું નથી.
આવા વિકૃત માનસવાળા બાળ પિતાની દબાયેલી ઈચ્છા પાર પાડવા પિતાની કલ્પનાસૃષ્ટિમાં વિહરે છે, અને તેમાં અનેક પ્રસંગે ઉપસ્થિત કરી અપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ કરવા પ્રયાસ કરે છે. રાત્રે સ્વપ્નમાં પણ આ ક્રિયા ચાલુ જ રહે છે. આથી કઈ બાળકનો કાયડા ઉકેલ હોય તે તેના સ્વપ્નાંઓનું વાચન અતિશય ઉપયોગી થઈ પડે છે. બેશક, એ સ્વપ્નાઓનું વાચન કોઈ કુશળ માનસશાસ્ત્રી પાસે જ કરાવવું જોઈએ.
બાળકનું મન એટલું નાજુક હોય છે કે એક જ આઘાતજનક બનાવ તેનામાં અમુક વ્યક્તિ કે બનાવ પ્રત્યે અભાવની લાગણી પેદા કરાવે છે. માટે બાળકને આઘાત લાગે તેવું કહી બોલવું નહિ તેમજ આચરવું નહિ. ગમે તેવી બાબત હોય તે પણ બાળક ઉપર કદી, જાણતા કે અજાણતા ક્રોધ કર નહિ, ક્રોધ કરવાથી બાળક મન કરી લે છે; સ્પષ્ટ કહેતું નથી અને તેટલી બાળકમાં વિકૃતિ થવાની. બાળક પ્રત્યે જેટલા પ્રેમથી વર્તશું તેટલું તે ભોળા દિલનું થઈ વાત કરશે અને આપણું કંઈપણ ગુટી નિભાવી લેશે.