________________
[ષ છે. જિલ્લાવાય રજતરમાર | જૈન સાહસ
૧૩૧ વિકાસ છે. કાપડની મિલો, કપાસના છનp, તેલની માલે, ચેખાની મીલ વગેરે ઉદ્યોગમાં એમને પ્રવેશ છે, પરંતુ મારી સમજણ પ્રમાણે એમને આથી વધારે વિકાસ ઉદ્યોગોમાં થ જોઇએ. આ કરતાં વધારે પ્રમાણમાં સંયુક્ત થઇને મોટી કંપનીઓ કાઢી લેવોમાં વધવું જોઈએ. નવા નવા ઉદ્યોગ વસાવવાં જોઈએ.
જૈન ભાઈઓનું એક કર્મક્ષેત્ર ઠીક ઠીક મળું બન્યું છે. આગળ ઘણાં ખરાં રાજ્યમાં વંશપરંપરાના દિવાને જૈન ભાઈઓ થતા હતા. ભામાશા, વસ્તુપાળ, તેજપાળ, મુંજાલ મહેતા, શાન્ત મહેતાના વંશજો એ દેશી રાજ્યોમાં મેટી જોખમદારી અને અધિકારની પદવીઓ સેંકડો વર્ષો સુધી ભોગવવી ચાલુ રાખી હતી. હમણાં એ અધિકારોની એમણે લાલસા મૂકી દીધી લાગે છે. કચ્છ, કાઠિવાડ, રાજપુતાનામાં એકેય જૈન દિવાન નહિ ? શું મળાશ આવી છે. રાજ્યકારી બાબતોમાં નેશનલ કેસના ભડવીરેની પહેલી અને બીજી હરોળમાં એકેય જૈન મહારથી નહિ? જેને તમને રાજ્યક્રારી બાબતમાં કેમ શ્રમજનક થકાવટ લાગી છે? તમારું સ્થાન જૂના કાળમાં હરળમાં હતું. હમણાં પાક્લી હારમાં પણ મારા દુબિનમાં તમારા મોઢાં દેખાતા નથી. કેટલું પછાત પડવું છે?
જૈન ભાઈઓ તમારી કેટલીક બાબતે મારી સાદી સમજમાં બિલકુલ ઊતરતી નથી. તે માટે કદાચ મારે જૈનેતર જન્મ જવાબદાર હશે. કદાચ હું તમને સમજી નહિ શકયો ઉં. પરંતુ મારા ખરા અંતઃકરણથી એ વાત મારી બુદ્ધિમાં ઊતરી શકતી નથી. મને ત્યારે સાફ સાફ કહેવા માટે ક્ષમા આપે. પરંતુ જે સમજાતું નથી તે તે જરૂર કહેવું જોઈએ. હજી સુધી મને ઘણને પૂછતાં મનને સંતોષ થાય તેવા જવાબો મળ્યાં નથી.
ગછગછના બે હું સમજી શક્તા નથી. મેં એ સમજવા પ્રયત્ન કર્યો. પરંતુ તુચ્છ બાબતે ઉપર વાડા બાંધી જુદા થઈ પિતાની શક્તિને વેડફી નાંખવી એ તે જૈન જેવા ડાહ્યા માણસો કેમ અનુમેદતા હશે? હું તે એટલે સુધી કહું છું કે સ્થાનકવાસી અને દેરાવાસીના પૂજાના ભેદે જુદા રાખી બાકી ભેગા થઈ જાઓ. એક સમાજ સ્થાપે. અરે ભોજન વ્યવહાર, જ્ઞાતિ વ્યવહાર, કન્યા વ્યવહાર છતાં તમે એક સમાજ સ્થાપી સંગઠન કરી શકતા નથી. ખરેખર ખેદને વિષય છે. શ્વેતામ્બર, દિગમ્બર હોવા છતાં તમે જે છે તે દષ્ટિબિંદુ તમારી નજર સામેથી ખસવું ન જોઈએ. તેરાપંથી અને બીજા કેટલાક વિચિત્ર પંથે તમને શું જરૂરના છે ? હોય તો રાખે. પરંતુ સોળ લાખ જૈનેને એક જ સમાજ, એક જ છત્રછાયા (શ્રી મહાવીર સ્વામીની) હોવી જોઈએ. ટુંકામાં તમારા સમાજમાં જે સંગઠન નથી તે મને ખેદ ઉપજાવે છે. ક્ષક ભેદોને શા માટે તમે અગત્યતા આપે છે? સંપ એ તમારું મુખ્ય સૂત્ર લેવું જોઈએ. આવા ભેદ, તેમાં પણ મુલ્લક ભેદો દૂર કાઢી નાખો એ તમારી પ્રગતિના બાધક છે. બધાં જૈનેની એકજ પરિષદ ભરાવવી જોઈએ.
૨. તમે જે આ સંઘ કાઢી લાખ રૂપિયા તે પાછળ ખર્ચો છે, તે પણ મને સમજાતું નથી. સ્વામિવત્સલ વગેરે મોટા ભેજને અને સમારંભ કરે છે. વિવાહાદિકમાં મેટાં ઉત્સવો અને ભોજન કરી પુષ્કળ મિષ્ટાન્ન ખવરાવી જમનારાઓનાં ઉદરે બગાડે છે, તે પણ મને સમજાતું નથી. જેને દરવરસે લાખો રૂપિયા-અને લગભગ એક કરોડ રૂપિયા જેટલી રકમ આમ વેડફી નાંખે તે કરતાં વિદ્યાવૃદ્ધિ લરશીપ, અને વિજ્ઞાનના શિક્ષણમાં ન વાપરે? આ તે સારી વાત છે. બીજા નુકસાનને સારી રીતે સમજનાર જૈન ભાઈએ આ વિષયમાં વિચાર કરે એવું હું માગી લઉં છું. હું તો માનું છું કે નવા દેરાસરજીને ખર્ચ કરતા પહેલાં જુનાં દેરાસરેછનાં જીર્ણોદ્ધાર વધારે હિતાવહ છે.