SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત જાય છે, અને તે કળશના મોટા વાયરા જ્યારે શાન્ત થાય છે ત્યારે ભૂમિ ઉપર વધેલું દ્વીપવર્તી જળ અને શિખા ઉપર વધેલું બે ગાઉ ઉંચી વેલનું જળ એ બને ઉતરીને મૂળ સ્થાને આવી જાય છે. વળી એવા પ્રકારના કળશવાયુઓના ક્ષે એક અહોરાત્રમાં બે વખત થાય છે, તેથી વેલવૃદ્ધિ પણ દિવસમાં બે વાર જ હોય છે. તથા અષ્ટમી પૂર્ણિમા અને ચતુર્દશી તથા અમાવાસ્યા એ ચાર દિવસોમાં એ વાયરાઓ ઘણે ભા પામે છે, તેથી એવા દિવસોમાં વેલવૃદ્ધિ ઘણી અધિક થાય છે. અન્યદર્શનમાં કેટલાક લોક એમ માને છે કે સમુદ્રને પુત્ર ચંદ્ર છે, તે ચંદ્ર શુદિ દિવસોમાં વિશેષ વૃદ્ધિવાળો હોવાથી બહુ ખુશી થયેલો ચંદ્રને પિતા બહુ ઉછળે છે, એટલે જાણે ચંદ્રને ભેટવા જતો હોય તેમ ઉંચે ઉછળે છે, પરંતુ એ સર્વ કવિઓની કલ્પના છે, અને વાસ્તવિક કારણ તે સમુદ્રને વાયુવિકારજ છે. છે ૮-૯ મે ૨૦૨ / ૨૦૩ ! અવતા:–હવે શિખાની ત્રણે બાજુ થતી જળવૃદ્ધિને અટકાવવામાટે નિયુક્ત થયેલા દેવોની સંખ્યા આ ગાથામાં કહેવાય છે– बायालसहिदुसयरि-सहसा नागाण मज्झुवरिबाहि । वेलं धरंति कमसो, चउहत्तरु लरकु ते सव्वे ॥१०॥२०४॥ શબ્દાર્થ – વાર ( સ )=બેંતાલીસ હજાર વેર્સ્ટ=વેલને, વધતા જળને ટ્ટિ (સા)=સાઠ હજાર પતિ-ધરે છે, અટકાવે છે 38રિ સલા=બહાર હજાર જમણો=અનુક્રમે નાબ=નાગકુમાર દેવોની સંખ્યા =ચત્તર હજાર એક લાખ મન સવારિ વાર્દિ=અંદર ઉપર બહાર તે સર્વે તે સર્વ વેલંધર દેવે સંસ્કૃત અનુવાદ, द्विचत्वारिंशच्छष्टिद्विसमतिसहस्राणि नागानां मध्योपरिवायां । वेलां धरन्ति क्रमशश्चतुःसप्ततिसहस्राधिकलक्षं ते सर्वे ॥ १० ॥ २०४ ॥ વાઘા-અનુકમ કર૦૦૦ નાગકુમાર દેવો મધ્યવેલને (જંબદ્વીપ તરફની વેલને) અટકાવે છે, ૬૦૦૦૦ દેવે શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે, અને ૭૨૦૦૦ દે બહારના ભાગનાં વધતી વેલને અટકાવે છે. એ પ્રમાણે એ સર્વ નાગકુમાર દેવા ૧૭૪૦૦૦ છે કે ૧૦ મે ૨૦૪
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy