________________
૩ર૩
વેલવૃદ્ધિને અટકાવનારા નાગકુમાર જેવા વિસ્તા–શિખાની અભ્યન્તરની બાજુએ એટલે જંબુદ્વીપતરફના ભિત્તિભાગે વધતા જળને કર૦૦૦ (બેંતાલીસ હજાર) નાગકુમાર દેવો અટકાવે છે,
એટલે જળની ભિત્તિની સપાટીમાંથી વિશેષ ખસવા દેતા નથી, વેલવૃદ્ધિને અટ- તેવી જ રીતે શિખાની બહારની બાજુમાં પણ ૬૦૦૦૦ (સાઠ કાવનારા નાગ- હજાર) નાગકુમાર દેવ જળને ધાતકીખંડતરફ ખસવા દેતા કુમાર દે નથી, અને શિખાની ઉપરના ભાગમાં બે ગાઉ જેટલું ઊંચું
વધવા દઈને અધિક વધતું અટકાવવાને નિયુક્ત થયેલા ૭૨૦૦૦ નાગકુમાર દે છે. એ પ્રમાણે ત્રણે બાજુ વધતા જળને અટકાવવા માટે એ દેવ તે તે સ્થાને હાથમાં મોટા કડછા રાખીને આકાશમાં રહેલા હેય છે, તે કડછાઓ વડે વધતા જળને આઘાત કરી કરીને અટકાવે છે.
વળી એ બધું જળ અટકાવવાનું કામ સમભૂમિથી ૭૦૦ જન જળવૃદ્ધિથી ઉપરાન્તની શેષ શિખામાં જ એટલે સમભૂમિથી ૧૦૦૦૦ ઉંચી શિખામાં ૭૦૦ બાદ કરતાં ૧૫૩૦૦ જેટલી ઉંચી શિખામાં જ ચાલે છે, અને ૭૦૦ એજન જેટલા ઉંચા વિભાગમાંનું વધતું જળ તે પૂર્વ ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે વધીને અમુક હદ સુધી દ્વિીપમાં પણ પ્રવેશે છે, અને તેથી મૂળ કિનારાને છોડીને પણ ભૂમિઉપર વધી જાય છે, અને કળશવાયુઓના મહાનું શોભથી પણ એ (૭૦૦ એજનમાંનું) જળ ઘણું વધવું જોઈએ તેને બદલે અતિઅ૫ વધીને જ અટકે છે તે જગસ્વભાવે જ, અથવા દ્વીપવતી શ્રીસંઘ આદિક પુણ્યવંતના પુણ્યપ્રભાવે જ સમુદ્રજળ નિયમિત મર્યાદા છોડીને વધતું નથી. તથા શિખાનું જળ ઉપર ગમે તેટલું વધે તે કોઈ હરકત નથી, પરંતુ બે બાજુએ ભિત્તિભાગમાંથી (વાયુઓના નિર્વિધ્ધ ભપૂર્વક) વધવા માંડે તે પણ દ્વીપને બાવી દે, માટે એ રીતે પણ નહિ વધવામાં જ સ્વભાવ તથા શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ કારણરૂપ ગણવામાં કે વિરોધ નથી.
એ પ્રમાણે વેલવૃદ્ધિને રોકનારા સર્વ નાગકુમાર દેવે એકલાખ ચુમોત્તર હજાર ૧૭૪૦૦૦ છે, એ સર્વ ભવનપતિની બીજી નિકાયના છે. ૧૦ ૨૦૪
અવતર–પૂર્વગાથામાં વધતી વેલને અટકાવનારા જે વેલંધરદેવે કહ્યા તેના અને તેની આજ્ઞામાં વર્તનારા અનુલંધર દેવે તેના સર્વ મળી આઠ પર્વત આ સમુદ્રમાં છે તે આ ગાળામાં કહેવાય છે—
૧ અથવા એ વેલવૃદ્ધિ દેવોના પ્રયત્ન છતાં પણ અટકે એવી નથી, છતાં પણ અટકે છે, એટલે વિશેષ વધતી નથી તેનું કારણ શ્રીસંધાદિકને પુણ્યપ્રભાવ તથા જગાવ તથા સમુદ્રના બીજા બહારના પ્રતિકૂળ મેટા વાયરા છે,