________________
ગજગિરિનું વર્ણન.
૨૧૩ अहलोअवासिणीओ दिसाकुमारीओ अट्ठ एएसि । गयदंतगिरिवराणं, हिट्ठा चिटुंति भवणेसु ॥ १२८ ॥
શબ્દાર્થ – બોગ–અલોકમાં
–એ (ગજદંતપર્વતની) સિળવો–વસનારી
નિતિ–રહે છે.
સંસ્કૃત અનુવાદ. अधोलोकवासिन्योष्टौ दिक्कुमार्य एतेषां । गजदंतगिरिवराणामधस्तिष्ठति भवनेषु ॥ १२८ ॥
થાઈ:–અલકનિવાસિની ૮ દિશાકુમારીઓ આ ગજદંતપર્વતની નીચે ભવનમાં રહે છે [ અને પર્વત ઉપર તેનાં ૮ ફૂટ છે-એ સંબંધ] . ૧૨૮
વિસ્તર:– મનસગિરિઉપર ૭ ટ છે, તેમાં પાંચમા અને છ ફૂટ ઉપર સુવત્સા અને વત્સમિત્રા નામની બે દિકુમારી રહે છે, તથા વિદ્યત્મભ ઉપર નવકુટ છે, તેમાં પાંચમા અને છ કુટઉપર પુષ્પમાલા અને અનિંદિતા નામની બે દિશાકુમારી દેવીઓ રહે છે, તથા ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ છે, તેના પાંચમા અને છ કુટઉપર ભેગંકરા અને ભગવતી નામની બે દેવીઓ રહે છે, અને માલ્યવંતગજંદતઉપર છૂટ છે તેના પાંચમા છ ફૂટ ઉપર સુભગા અને ભેગમાલિની એ બે દિશાકુમારી દેવીઓ રહે છે. એ પ્રમાણે ગંધમાદનથી ગણતાં ભોગંકરા–ભગવતી-સુભેગા-ભેગમાલિની–સુવત્સા-વત્સમિત્રાપુષ્પમાલા-અનિંદિતા એ નામની આઠે દિશાકુમારદેવીઓનાં એ કૂટઉપર પિતપતાના પ્રાસાદો છે, અને એજ કૂટોની નીચે ભવનપતિનિકાયમાં પિતાનાં બે બે ભવનો છે. અને રાજધાની બીજા નંબદ્વીપમાં પોતપોતાની દિશિમાં ૧૨૦૦૦
જન વિસ્તારવાળી છે. શ્રી જિનેન્દ્રોના જન્મસમયે આસન ચલાયમાન થતાં અવધિજ્ઞાનથી શ્રી જિનેન્દ્રોને જન્મ જાણીને પરિવાર સહિત શીધ્ર જન્મસ્થાને આવી સંવર્ણવાયુથી એક જનભૂમિસ્વચ્છ કરી પ્રભુની માતા માટેનું સૂતિકાગ્રહ રચે છે, એ મુખ્ય કાર્ય છે.
તથા નીચે ૯૦૦ યોજન સુધી તીચ્છલોક ગણાય છે, અને તેથી નીચેને ભાગ સર્વ અધક કહેવાય છે, જેથી આ દેવીઓનાં બે બે ભવને ૯૦૦ પેજનથી ઘણે નીચે ભવનપતિનિકાયમાં [ ની નીચે સમશ્રેણિએ ] આવેલાં હોવાથી એ દેવીઓ અપોસ્ટોજ નિવાસિની એવા વિશેષણથી ઓળખાય છે.