SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, શબ્દાર્થ – જોવ ગાઉન-અગ્નિકોણ આદિ | સિઝ-વેતવર્ણવાળો વિદિશામાં નામ-નીલવર્ણની કાંતિવાળો પરિણ-પ્રદક્ષિણાવર્તન અનુક્રમ માજીવંત એવા-માલ્યવંત નામનો પ્રમાણે સંસ્કૃત અનુવાદ, आग्नेय्यादिषु प्रादक्षिण्येन श्वेतरक्तपीतनीलाभाः । सौमनसविद्युत्प्रभगंधमादनमाल्यवंताख्याः ॥ १२७ ॥ જયાર્થ:–અગ્નિકેણઆદિ વિદિશાઓમાં પ્રદક્ષિણાવર્તકમ પ્રમાણે સેમનસ વિદ્યુ—ભ ગંધમાદન અને માલ્યવંત એ નામના ચાર પર્વતો અનુક્રમે વેત રક્ત પીત અને નીલવર્ણની કાંતિવાળા છે ! ૧૨૭ છે. વિસ્તરાર્થ–મેરૂપર્વતથી અશ્કેિણે સોમનg Tગવંત ગિરિ રૂપાનો હોવાથી તવર્ણવાળે છે, નૈઋત્યકોણમાં વિરામ નવંતગિરિ તપનીય સુવર્ણનો હોવાથી રક્તવર્ણન છે, વાયવ્યકોણમાં ધમાન જગવંતગિરિ પીતરત્નમય હોવાથી પીતવર્ણનો છે, [ મતાન્તરે સુવર્ણમય કહ્યો છે, તેમજ સર્વ રત્નમય પણ કહ્યો છે. તથા ઈશાનકેણમાં માલ્યવંત ગવંતગિરિ વેર્યરત્નનો હોવાથી નીલવર્ણન છે. એ પ્રમાણે ચારે ગજદંતપર્વતોનાં નામ તથા વર્ણ કહ્યા. સમનસપર્વતઉપર પ્રશાન્તચિત્તવાળા દેવદેવીઓ વસે છે તેથી અથવા સૌમનસનામને દેવ અધિપતિ હોવાથી સૌમનસ નામ છે, તથા ગંધમાદન પર્વત ઉપરની કઠપુટાદિ વનસ્પતિઓમાંથી ઉત્તમ ગંધ પ્રસરે છે, અથવા ગંધમાદન નામને અધિપતિ દેવ છે માટે ગંધમાદન નામ છે, વિદ્યુભપર્વત દૂરથી વિજળીના પ્રકાશસરખે દેખાય છે માટે, અથવા વિધુત્રભ નામને દેવ અધિપતિ છે માટે વિદ્યત્રભ નામ છે, તથા માલ્યવંતપર્વત પવનથી વિખરાયેલા અનેક પુપોથી ઉપરની ભિતી ભૂમિવાળે છે, અથવા માલ્યવાન નામનો દેવ અધિપતિ છે માટે માલ્યવંત નામ છે. એ ચારે દેવો પલ્યોપમના આયુષ્યવાળા છે, તેઓની રાજધાનીઓ પિતપતાની દિશિમાં બીજા નંબુદ્વીપને વિષે ૧૨૦૦૦ જનના વિસ્તાર વાળી છે ! ૧૨૭ છે. અવતર:–એ ચાર ગજદંતગિરિઉપર અધલોકવાસી આઠ દિશાકુમારીનાં ફૂટ છે તે કહેવાય છે –
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy