SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ ચાર ગજદતપર્વતનું સ્વરૂપ સંસ્કૃત અનુવાદ षड्विंशतिसहस्रचतुःशतपंचसप्ततिं गत्वा कुरुनदीप्रपातात् । उभयतो विनिर्गता गजदन्ता मेरून्मुखाश्चत्वारः ॥ १२६ ॥ રાથાઈ:– કુરુક્ષેત્રમાં વહેતી નદીઓના પ્રપાતથી ર૬૪૭૫ પેજન દૂર જતાં બન્ને બાજુએ ચાર ગજદંત પર્વતે મેરૂપર્વતની સન્મુખ નિકળ્યા છે કે ૧૨૬ વિસ્તરાર્થ–દેવકુરૂક્ષેત્રમાં સીતાદામહાનદીને સીતાદાપ્રપાત નામને કુંડ નિષધપર્વતની નીચે છે, તે કુંડથી પૂર્વદિશામાં નિષધની કિનારી કિનારીએ ૨૬૪૭૫ યોજન દૂર જઈએ ત્યારે ત્યાં નિષધપર્વતમાંથી નિકળેલ સોમનસ જાવંત નામને પર્વત મેરૂની સન્મુખ હસ્તિના દાંતસરખા વકઆકારે જાય છે. અજ્ઞ=હસ્તિના હંતઃદંકૂશળસરખે વક હોવાથી ગજદંતગિરિ કહેવાય છે. તથા તેજ સતેદા પ્રપાતકુંડથી પશ્ચિમદિશામાં એટલા જ પેજન દૂર જતાં ત્યાંથી નિષધ પર્વતમાંથી વિદ્યુતમ નિર્વત પર્વત તેવાજ આકારે નિકળ્યો છે. તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં વહેતી સીતામહાનદીને સીતાપ્રપાતકુંડ નીલવંતપર્વતની નીચે છે, ત્યાંથી પશ્ચિમદિશામાં તેટલા યોજન દર ધન નવંતંગિરિ નીલવંતપર્વતમાંથી તેવાજ આકારે નિકળે છે, અને એજ કુંડની પૂર્વ દિશામાં એટલા જન દૂર જતાં ત્યાં નીલવંતપર્વતમાંથી મારવંત જગવંતગિરિ તેવાજ આકારે નિકળ્યો છે. એ પ્રમાણે મેરૂની દક્ષિણ તરફ નિષધમાંથી નિકળેલા બે અને ઉત્તરતરફ નીલવંતમાંથી નિકળેલા બે મળી ચાર ગજદંતગિરિ મેરૂસન્મુખ દીર્ઘ આકારવાળા છે, એને વાસ્તવિક આકાર ૧૨૯ મી ગાથામાં કહેવાશે. એ ચારે ગજદંતગિરિ મેરૂ પર્વતની ચારે વિદિશિએ રહેલ છે તે ૧૨૭ મી ગાથામાં કહેવાશે. તથા એનું પ્રમાણઆદિ વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૧૨૬ છે અવતન –એ ચાર ગજદંતપર્વતે કઈ દિશામાં અને કેવા વર્ણવાળા છે તે આ ગાથામાં કહે છે– अग्गेयाईसु पयाहिणेण सिअरत्तपीतनीलाभा । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतरका ॥ १२७ ॥ ૧ અહિં “કુંડથી એટલે કુંડમાં પડતા પ્રપાતથી એટલે નદીના ૫૦ એજન જેટલા પ્રવાહથી” એ અર્થ લે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy