________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વલયાકારે ફરતી વેદિકાસહિત છે. અહિં વન અને વેદિકા એ બે કહેવાનું પ્રયોજન નથી. વળી આ વનમાં બીજા જે જે પદાર્થો છે તે ગ્રંથકાર પિતેજ ગાથા તરીકે આગળ કહે છે, માટે અહિં તે વર્ણવવાનું પ્રયોજન નથી. અહિં દુન એ વિશેષણથી એ વનમાં જ કુંડ છે અને બીજાં આગળ કહેવાતાં સોમનસઆદિ વનમાં કુંડનથી એમ ન જાણવું, પરંતુ મનસઆદિ વનના કુંડાથી આ વનમાં ઘણા કુંડ છે. માનિક દેવદેવીઓ પણ આ કુંડમાં જળક્રીડા કરે છે. ૧૧૪
અવતા: –પંડકવનમાં શાશ્વત જિનભવન તથા દેવપ્રાસાદે છે તે કહેવાય છે – पण्णासजोअणेहि, चूलाओ चउदिसासु जिणभवणा । सविदिसिसक्कीसाणं, चउ वाविजुआ य पासाया ॥११५॥
શબ્દાર્થ – gora =પચાસ એજન દૂર | સા=શકેન્દ્રના અને ઈશાનેન્દ્રના ચૂ=લિકાથી
વાવિનુગા=વાપિકાઓ યુક્ત સરિ=પિતપોતાની વિદિશિમાં વસવા=પ્રાસાદો
સંસ્કૃત અનુવાદ. पंचाशद्योजनेचूलातः ( चूलायाः) चतुर्दिक्षु जिनभवनानि । स्वविदिशिशक्रेशानयोश्चतुर्वापिकायुताश्च प्रासादाः ॥११५ ॥
જાથા–લિકાથી પચાસ એજન દૂર ચાર દિશામાં ચાર જિનભવનો છે, અને પાતપિતાની વિદિશિમાં રહેલા શકુઈન્દ્રના અને ઈશાનેન્દ્રના ચાર ચાર વાપિકાએ યુક્ત ચાર પ્રાસાદ ( વિદિશિમાં) છે ! ૧૧૫ છે
વિસ્તર –ચૂલિકાથી પૂર્વ દિશામાં પ૦ એજન દર એક જિનભવન છે, તવી રીતે બીજી ત્રણ દિશામાં પણ ૫૦-૫૦ એજન દૂર જિનભવન છે, તથા ચાર વિદિશાઓમાં ચાર પ્રાસાદ છે તે પણ ચૂલિકાથી ૫૦ યેાજન દૂર છે. ત્યાં અગ્નિકેણ અને નૈઋત્યકેશુના બે પ્રાસાદ દક્ષિણદિશાતરફના હોવાથી દક્ષિણદિશિના અધિપતિ સૌધર્મઇન્દ્રના છે, અને વાયવ્યકોણ તથા ઈશાન કોણના બે પ્રાસાદે ઉત્તરદિશિતરફના હોવાથી ઉત્તરદિશિના અધિપતિ ઈશાન ઈન્દ્રના છે. એ ચૈિત્ય અને પ્રાસાદનું લબાઈ આદિ પ્રમાણ અનન્તર (૧૧૬ મી) ગાથામાં કહેવાશે.
૧ જિનજન્મદિપ્રસંગે મેરૂ પર્વત ઉપર આવેલા સૌધર્મઇન્દ્રને ઇચ્છા થાય તે આરામ કરવા માટે એ પ્રાસાદ ઉપયોગી છે. તેવી રીતે ઇશાનેન્દ્રને પિતાના બે પ્રાસાદ પણ ઉપયોગી છે.