________________
'
I ૐ નમોડસ્પાય છે ઉપિઘાત. આ
/ ગનનિધિનિપાના પ્રીમ શૌતમના પર નમોનમઃ |
नाम नाम नाकिनाथै-नतं श्रीज्ञातनन्दनम् ।
लघुक्षेत्रसमासस्यो-पोद्घातं वितनोम्यहम् ॥ १॥ જ્ઞાન-શ્રદ્ધા-ચારિત્ર ઈત્યાદિ અનુભવગમ્ય સહભાવી આત્મીય ગુણે પૈકી જ્ઞાન એ મુખ્ય આત્મીય ગુણ છે, સર્વ ગુણસમૂહમાં તેનું પ્રાધાન્ય છે. જગતવર્તિસર્વજી ન્યૂનાધિકતયા જ્ઞાનગુણુથી અવિરહિત છે. જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે. એ ગુણગુણીનો સંબંધ અવ્યભિચારી છે. અથોતું જ્યાં જ્ઞાન છે ત્યાં આત્માનું અસ્તિત્વ છે જ, અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાનસત્તા અવશ્ય પ્રતીત થાય છે. જ્ઞાનાંશરહિત દ્રવ્ય જડની કોટિમાં ગણાય છે. જ્ઞાન-
ચિચેતન્યઅવબોધ-એ સર્વ પર્યાયવાચક શબ્દ છે.
યાવતુ પર્યત આત્મા જ્ઞાનગુણને આવારક જ્ઞાનાવરણીય કર્મયુક્ત હોઈ છદ્મસ્થ છે ત્યાં સુધી તે આત્મામાં સવશે જ્ઞાનના આવિર્ભાવને અભાવ હોય છે. એ જ્ઞાનગુણવારકકર્મને નિર્મૂલ ક્ષય થવા પૂર્વક આત્મા આચારક કર્મથી જ્યારે નિર્લેપ થાય છે ત્યારે કાકવ િસૈકાલિક ચરાચર ભાવોને હસ્તામલકવત્ નિરીક્ષણ કરવાની અવિનાશિની અતીન્દ્રિય અનંતશક્તિને આત્મા જોક્તા બને છે. જે વિશિષ્ટ વ્યક્તિમાં એ અનન્તશક્તિને પ્રાદુર્ભાવ થાય છે. તે વ્યકિત સાક્ષાત્ ઈશ્વર–પરમાત્મા કિવા ઈશ્વર-પરમાત્મા સ્વરૂપ ગણાય છે. જેનદષ્ટિ તે વ્યક્તિને તીર્થંકર-અરિહંત અથવા કેવલી–સર્વજ્ઞ એવા પૂજ્ય શબ્દોથી સંબોધવા પૂર્વક અહર્નિશ અર્ચના કરવા ફરમાન કરે છે.