SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા આરાના મનુષ્યો. ૧૮૧ જાથા:–પાંચમા આરાસરખા પ્રમાણવાળા છઠ્ઠા આરામાં મનુષ્ય બે હાથ ઉંચા, વીશ વર્ષના આયુષ્યવાળા, મસ્મભક્ષણ કરનારા, કુરૂપવાળા, કૂરચિત્તવાળા, બિલમાં વસનારા અને મરીને દુર્ગતિમાં જનારા હોય છે કે ૧૦૫ છે વિસ્તરાર્થઃ–પૂર્વની ગાથાઓમાં પાંચે આરાઓનું સ્વરૂપ કહીને હવે અવસર્પિણીને છઠ્ઠો આરો કેવો છે? તે કહેવાય છે છે છઠ્ઠ આરાના મનુષ્યો છે પાંચમા આરાના પર્યન્તભાગનું જ સ્વરૂપ કહ્યું તેમાંનું કેટલુંક દુઃખદસ્વરૂપ આ છઠ્ઠા આરામાં પણ ચાલુજ હોય છે, તે ઉપરાન્ત મનુના સ્વરૂપમાં જે તફાવત છે તે દર્શાવે છે–આ છઠ્ઠો આજે પણ ૨૧૦૦૦ વર્ષ પ્રમાણન એટલે પાંચમા આરા જેટલું હોય છે, એમાં મનુષ્યનું સરર ઉત્કૃષ્ટથી બે હાથ ઉંચું અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાભાગનું હોય છે, તથા મM પુનું ૨૦ વર્ષનું અને સ્ત્રીઓનું ૧૬ વર્ષનું હોય છે. તથા ગંગાઆદિ મહાનદીને કાંઠે બિલમાં વસનારા હોય છે, તે બિલમાંથી પ્રભાતે ૧ મુહૂર્ત અને સંધ્યાકાળે ૧ મુદ્રમાં બિલમાંથી શીધ્ર બહાર નીકળી દોડીને નદીમાંથી માછલાં પકડીને કિનારા ઉપર લાવીને નાખે, અને તે પ્રમાણે કરીને ૧ મુહર્ત પૂર્ણ થયે પુન: શીધ્રગતિએ બિલમાં આવી જાય છે, મુહૂર્ત ઉપરાન્ત પ્રભાતે અતિથાય સૂર્યતાપ અને રાત્રે અતિશય શીત પડવાથી બિલબહાર રહી શકાતું નથી. ત્યારબાદ કિનારાની રેતીમાં નાખેલા (વા દાટેલા) મત્સ્ય દિવસના આકરા તાપથી અને રાત્રિની અતિશય ઠંડીથી શોષાઈને તેના કલેવર રરહિત થયે તેવા સૂકામનું ભક્ષણ કરે છે, જીવતા અથવા નહિં શેષાયેલા રસવાળા મસ્યા પી શકે એવી તે મનુષ્યોની જઠરશક્તિ નથી, એ પ્રમાણે શુષ્કમસ્ય કાચબાના ભક્ષણવડે સંપૂર્ણ ૨૧૦૦૦ વર્ષ પર્યન્ત પાતાની આજીવિકા ચલાવે છે. વળી એ મનુષ્યોના શરીરના આકાર ઘણા કદરૂપા હોય છે, વળી આચારવિચારરહિત, માતા સ્ત્રી બેન આદિના વિવેકરહિત તિર્યંચ સરખા વ્યભિચારવૃત્તિવાળા, મોટા નાનાની મયૉદાવિનાના, વ્રતપ્રત્યાખ્યાનરહિત તેમજ પ્રાય: ધર્મ સંસારહિત, મનુષ્યના મડદાને પણ આહાર કરનારા, અતિક્રર ચિત્તવાળા એવા એ બિલવાસી મનુ મરણ પામીને વિશેષત: દુર્ગતિમાં * પ્રયઃ કહેવાનું કારણુંક આના બિલવાસી ભોમાં કઈક સમ્યગદષ્ટિ પણ હોય છે, માટે સમ્યક્ત્વ પૂરતી ધર્મસંજ્ઞા વર્તે છે. વિરતિધર્મસંતાન સર્વથા અભાવ છે. ૧ વિશેષતઃ કહેવાનું કારણકે કઈક બિલવાણી તુ ધાન્યાદિક જેવા શુદ્ધ આહારને કરનાર અકિલદ અધ્યવસાયી હોય છે, તે દેવગતિમાં પણ જાય છે, તેમજ ઉપલક્ષણથી મનુષ્યગતિમાં dh જાય છે, તુચ્છધાન્યાદિને સંભવ નદીની તટભૂમિ ઉપર છે સર્વથા અસંભવિત નથી.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy