________________
૧૬૦
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
શબ્દાર્થ – રિ–ચાર ત્રણ બે
વન–અનુક્રમે હિમ–કડાંકડિ પ્રમાણવાળા તજી તું–શરીરની ઉંચાઈ અરતિ–પહેલા ત્રણ આરામાં
સંસ્કૃત અનુવાદ. चतुस्विद्विकोटिकोटिसागरमिते अरत्रिके नराणां क्रमात् ।
आयुस्त्रिद्व्येकपल्यानि, त्रिव्येकक्रोशास्तनूच्चत्वम् ॥ ९३ ॥ ગાથા –અનુક્રમે ચાર ત્રણ અને બે કડાકાકિસાગરોપમવાળી પહેલા ત્રણ આરામાં મનુષ્યનું આયુષ્ય ત્રણ બે અને એક પલ્યોપમ, તથા શરીરની ઉંચાઈ ત્રણ બે એક ગાઉ પ્રમાણની છે જે ૯૪ છે
વિસ્તાથ:–અવસર્પિણને સુષમસુષમ નામનો પહલે આ જ કોકોડિ સાગરોપમનો (સૂફમઅદ્ધા સાગરોપમનો) છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમ અને શરીરની ઉંચાઈ ૩ ગાઉની છે, બીજે સુષમ નામને આરો બે કડાકડિ સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય બે પલ્યોપમ અને શરીરની ઉંચાઈ બે ગાઉની છે. ત્રીજે ગુપમદુપમ નામને આરે ૧ કડાકડિ સાગરોપમનો છે, તેમાં મનુષ્યનું આયુષ્ય ૧ પલ્યોપમ અને શરીરની ઉંચાઈ ૧ ગાઉની છે. એ સર્વ ઉત્કૃષ્ટઆયુષ્ય તથા ઉંચાઈ કહી, પરંતુ જઘન્યથી તો એ ત્રણેમાં સ્ત્રીઓને જ પલ્યોપમન અસંખ્યામભાગ ન્યૂનઆયુષ્ય, અને દેશન ૩-ર-૧ ગાઉની ઉંચાઈ કેવળ સ્ત્રીની જ જાણવી. એ ભરતરાવતક્ષેત્રમાં પરાવર્તન પામતા આરાઓમાં પણ એજ પ્રમાણ છે, તેમજ અવસ્થિત એ ત્રણ આરાવાળા યુગલિક ક્ષેત્રોમાં પણ એજ પ્રમાણ સદાકાળ જાણવું. તથા અહિં પલ્યોપમ અને સાગરોપમ કહ્યા તે ઉદ્ધાર વા ક્ષેત્ર ભેજવાળા નહિ પરન્તુ અદ્ધાભેજવાળા જાણવા, એટલે અદ્ધાપલ્યોપમ અને અદ્ધાસાગરોપમ જાણવા. તે ૯૩ છે
વાળr:– હવે આ ગાળામાં જ ત્રણ આરાના મનુષ્યના આહારનું પ્રમાણ તથા પૃષ્ઠકરંકનું (પાંસળીઓનું) પ્રમાણુ કહે છે—
तिदुइगदिणहिं तूवरि-बयरामलमित्तु तेसिमाहारो । पिट्ठकरंडा दोसय-छप्पन्नं तद्दलं च दलं ॥९४॥