________________
૧
અગલિકેન આહાદિકનું વર્ણન
શબ્દાર્થ – જવર આમલ્ટ–બેર અને આમળું | દિવાંદા-પૃષ્ઠકરંડ, પાંસળીઓ જિp–માત્ર, પ્રમાણને
| તત્ અંતેને અર્ધભાગ
સંસ્કૃત અનુવાદ, त्रिव्येकदिनैस्तुवरिषदरामलकमात्रं तेषामाहारः।
पृष्ठकरंडकानि षट्पंचाशदधिके द्वेशते तद्दलं च दलं ।। ९४ ॥ જવા–તે પહેલા ત્રણ આરાના મનુષ્યનો આહાર અનુક્રમે ત્રણ બે એક દિવસને અન્તરે તુવેરના દાણા જેટલો બેરજેટલો અને આમળાજેટલો હોય છે, અને તે મનુષ્યની પીઠની પાંસળીઓ અનુક્રમે ૨૫૬; તેનું અર્ધ ૧૨૮, અને તેનું અર્ધ ૬૪ હોય છે. જે ૯૪
વિસ્તા–પહેલા આરાના મનુષ્યો દિવસમાં એકવાર તુવેરના દાણું જેટલે આહાર કર્યાબાદ ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી પુનઃ તુવર એટલે આહાર કરે, એટલે ત્રણદિવસ બાદ આહારની ઈચ્છા થાય, પરંતુ એક દિવસમાં અનેકવાર કે દરરોજ આહાર કરતા નથી. એ મનુષ્ય કલ્પવૃક્ષના પત્ર પુષ્પ ફળ આદિનો આહાર કરે છે, અથવા મૃત્તિકા (માટી) વિગેરેને પણ આહાર કરે છે, તે પત્રપુષ્પાદિ એવાં મધુર સ્નિગ્ધ અને તૃપ્તિ કરનાર છે કે જેથી તુવરના કણ જેટલા આહારથી પણ ત્રણદિવસ સુધી આહારની ઈચ્છા થતી નથી. તથા એ મનુષ્યનાં શરીર ત્રણ ગાઉ જેટલાં ઉચાં હોવાથી બરડાની પાંસળીઓ પણ ૨૫૬ જેટલી હોય છે. એ પ્રમાણે બીજા આરાના મનુષ્યને બે દિવસને આંતરે આહારની ઈચ્છા થાય છે, અને ઈરછા થયે બોર જેટલું આહાર કરે છે, અને બરડાની પાંસળીઓ તેથી અહીં ૧૨૮ હોય છે. તથા ત્રિીજા આરાના મનુષ્યો એક દિવસને આંતરે આમળા જેટલો આહાર કરે છે, અને પાંસળીઓ ૬૪ હોય છે. અહિં તુવરકણુ અપ, તેથી બાર મોટું અને તેથી આમળું મેટું જાણવું. ૯૪ છે
અવતર–એ પહેલા ત્રણ આરામાં મનુષે કેવા પ્રકારના હોય છે તે આ ગાથામાં કહેવાય છે–
૧ એ તુવ કણ આદિ ક્યા કાળના લેવા તે જે કે ળણવા દેખવામાં નથી તે પણ મખમ રીતે ચેથા આરાનું લેવું ઠીક સમજાય છે—સત્ય શ્રી બહુશ્રનગમ,
૨૧ *