SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ કટવનાધિકાર. સંસ્કૃત અનુવાદ. जाम्बूनदरजतमयानि जगतीसमानानि जंबूशाल्मलिकूटानि । अष्टाष्टौ तेषु द्रहदेवीगृहसमानानि चारूणि चैत्यगृहाणि ॥ ७४ ॥ નાથા–આઠ જંકૂટ જોબનદસુવર્ણમય છે, અને આઠ શાલ્મલિકૂટ રૂપાના છે, તથા જગતી જેટલા પ્રમાણવાળા છે, અને તે સર્વઉપર દ્રહદેવીના ભવન સરખા પ્રમાણુવાળાં મનોહર જિનભવને છે. જે ૭૪ છે વિસ્તર –આગળ ૧૩૬ થી ૧૪૫ મી ગાથા સુધીમાં જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષનું સ્વરૂપ કહેવાશે તે પૃથ્વીપરિણમી જબૂવૃક્ષના વનમાં અને શાલ્મલિવૃક્ષના વનમાં ચારદિશાએ ચાર દેવભવન અને ચારવિદિશામાં ચાર દેવપ્રાસાદ છે, તે આઠના આઠ આંતરામાં એકેક ભૂમિટ [ શિખરાકૃતિવાળા પર્વત ] હોવાથી તે ૮ જબકુટ અને ૮ શામલિટ કહેવાય છે, તથા જંબૂ અને શામલિ એ બે પૃથ્વીકાયિકવૃક્ષો હેવાથી એ ૧૬ તા(વૃક્ષ) કહેવાય છે, તેમાં ૮ જબૂટ જાંબૂનદ સુવર્ણના છે, તેથી કંઈક રક્તવર્ણના છે, અને ૮ શાલ્મલિફટ રૂપાના હોવાથી વેતવર્ણન છે. એ ૧૦ તરૂફટ જંબદ્વીપની જગતી સરખા છે એટલે મૂળમાં ૧૨ જન અને શિખરે ચાર જન વિસ્તારવાળા ગોળ આકારના છે, તથા ૮ યોજન ઉંચા છે, તે ઉપર દ્રદેવીના ભવનસરખાં એટલે ૧ ગાઉ દીધું ગાઉ વિસ્તૃત અને ૧૪૪૦ ધનુષ ઉંચાં શાશ્વત જિનભવનો છે, અને પશ્ચિમ સિવાયની ત્રણ દિશિનાં ત્રણ દ્વારા પણ દ્રહદેવીના ભવનના દ્વાર સરખાં હોવાથી પ૦૦ ધનુષ ઉંચાં ૨૫૦ ધનુર પહોળાં અને ૨૫૦ ધનુષ્પ પ્રવેશવાળાં એ ત્રણે દ્વાર છે. તેમાં પ્રતિમાદિક સર્વસ્વરૂપ પૂર્વે કહેલા જિનભવનના સ્વરૂપ પ્રમાણે [ ૬૮મી ગાથાના વિસ્તરાર્થમાં કહ્યા પ્રમાણે ] જાણવું. છે તરૂકૂટના મધ્યવિસ્તાર છે મૂળમાં ૧૨ જન હોવાથી શિખરના ૪ યોજન બાદ કરતાં ૮ જન આવ્યા તેને ઉંચાઈના ૮ જન વડે ભાગતાં દર જનાદિકે એક યોજનાદિકની હાનિ વૃદ્ધિ આવી, માટે ભૂમિથી ઉપર ચાર જન ચઢી મધ્યભાગે * ૧૬ તફટને મૂળમાં ૮ જન મધ્યમાં ૬ જન અને શિખરે જ યોજન વિસ્તારવાળા પણ કહ્યાં છે. ઇતિ મતાન્તરમ ૧૭
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy