________________
२७१
શ્રી જેને જ્ઞાન સાગર
અડોલ આસાન, ને મનમાં નહીં ભતા, પરમ મિત્રને જાણે પામ્યા છે. જે. અપૂર્વ ૧૧ ઘેર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જજે, રજકરણ કે રિદ્ધિ માનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૨ એમ પરાજ્ય કરીને ચારિત્ર મેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રેણી પકાણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ છે. અપૂર્વ ૧૩ મહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવ છેદ જ્યાં, ભવનાં બીજાણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વિર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પૂર્ણ ભટિયે દૌહિપાત્ર જે. અપૂર્વ ૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહા ભાગ્ય સખદાયક પૂર્ણ બંધ જે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન તન્યમૂર્તિ અનન્યમય, અગુલધુ, અમૂર્ત સહજ પદ રૂપ જે. અપૂર્વ. ૧૮ પૂર્વે પ્રમાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદ અને અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ ૧૯