________________
કાવ્ય સંગ્રહ
૨૦
ને પદ શ્રી સર્વ દીઠ જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે છે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કયું સ્થાન મેં, ગજાવગર ને હાલ મનોરથ રૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ
૨૧
કાળ કેઇને નહિ મૂકે
હરિગીતા
મેતી તણું માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારથી બહુ કંઠ કાતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા કાંચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ ને. દશ આંગળીમાં માંગલિક મુદ્દા જડિત માણિwથી, જે પરમ પ્રેમે પ્રેરતા પોંચી કળ બારીકથી; એ વેઢ વીંટી સર્વ છેડી ચાલિયા મુખ ધોઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરી હરકેઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છકકયા તજી સહુ સેઈને. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈ ને, ૪ છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપજ્યા બ્રહ્માંડમાં બળવાન થઇ ને ભૂપ ભારે ઊપજ્યા એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહેતા હેઈ ને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ ને. ૫ જે રાજનીતિ નિપુણતામાં ચાયવંતા નીવડયા, અવળા કે જેને બધા સવળા સદા પાસા પડયા;