SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ કમર ૨૫ મનપર્યવ જ્ઞાની અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેંદ્રિયના મનોગત ભાવને જાણે છે. અનુમાનથી જેમ ધૂમાડો દેખી અનિને નિશ્ચય થાય તેમ મનોગત ભાવથી દેખે છે. ઇતિ મન:પર્યવ જ્ઞાન સંપૂર્ણ કેવળ જ્ઞાનનું વર્ણન. કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ ભવસ્થ કેવળ જ્ઞાન, સિદ્ધ કેવળ જ્ઞાન. ભવસ્થ કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ સગી ભવસ્થ કેવળ જ્ઞાન. ૨ અગી ભવસ્થ કેવળ જ્ઞાન વગેરે. તેને વિસ્તાર સુરાથી જાણ. સિદ્ધ કેવળ જ્ઞાનના બે ભેદ, ૧ અનંતર સિદ્ધ કેવળ જ્ઞાન ૨ પરંપર સિદ્ધ કેવળ જ્ઞાન, તેને વિસ્તાર સૂત્રથી જાણો તે કેવળ જ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી, ૪ ભાવથી. ૧ દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ રૂપી, અરૂપી દ્રવ્ય એકસાથે જાણે, દેખે. ૨ ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ ક્ષેત્ર (કાલેક)ની વાત જાણે, દેખે. (એકીસાથે જાણે દેખે; ૩ કાળથી કેવળજ્ઞાની સર્વ કાળની ભૂત, ભવિષ્ય, વર્તમાન, એ ત્રણ કાળની વાત એકીસાથે જાણે, દેખે. ભાવથી કેવળજ્ઞાની સર્વ પી, અરૂપી દ્રવ્યના ભાવને અનંત ભાવે સર્વ પ્રકારે એકીસાથે જાણે, દેખે. કેવળ જ્ઞાન આવરણરહિત વિશુદ્ધ કલેક પ્રકાશક એક જ પ્રકારે સર્વ કેવળીને હેય. ઇતિ કેવળ જ્ઞાન સંપૂર્ણ દાંત પાંચ જ્ઞાનનું વિવેચન સંપૂર્ણ
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy