SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહાર સમક્તિના ૬૭ બોલ આ સડસઠ બોલેના પ્રથમ બાર દ્વાર કહે છે. (૧) સહણું ચાર. (૨) લિંગ ત્રણ (૩) વિનયને દસ પ્રકાર, (૪) શુદ્ધતાના ૩ ભેદ. (૫) લક્ષણ પાંચ. (૬) ભૂષણ પાંચ (૭) દૂધણના પાંચ ભેદ. (૮) પ્રભાવના ૮. (૯) આગાર છે. (૧૦) જયણું છે. (૧૧) સ્થાનક છ (૧૨) ભાવના છે. હવે તે દ્વાર વિસ્તારથી કહે છે. (૧) સહણા ચાર પ્રકારની-(૧) પરમ0 સંવ-નવ તત્વ જાણીને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સ્વરૂપ આત્માને અનુભવ કરવો (૨) પરમાર્થને જાણવાવાળા સંવિગ્ન ગીતાર્થની ઉપાસના કરવાથી શુદ્ધ શ્રદ્ધાને ધારણ કરે (૩) પિતાના મતના પાસસ્થા ઉસન્ના અને કુલિંગી આદિકની સબત ન કરે, એ ત્રણેને પરિચય કરવાથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ. (૪) પરતીથિને અધિક પરિચય ન કરે અધર્મ પાખંડીઓની પ્રશંસા ન કરે. (૨) લીંગના ત્રણ ભે-(૧) ધર્મરાગ :- જેમ જુવાન પુરુષ રંગરાગ ઉપર રાત્રે તેમ ભવ્યાત્મા શ્રી જેનશાશન પર રાચે. (૨) સુશ્રુષા :– જેમ સુધાવાન પુરૂષ ખીર-ખાંડનાં ભજનને પ્રેમસહિત આદર કરે તેમ વીતરાગની વાણીને આદર કરે. જેમ વ્યવહારિક જ્ઞાન શીખવાની તીવ્ર ઈછા હોય, ને શીખવાડનાર મળે ત્યારે શીખીને આ લેકમાં સુખી થાય તેમ વીતરાગનાં કહેલાં સૂત્રોનું હંમેશાં સૂક્ષ્માર્થ ન્યાયવાળું જ્ઞાન શીખીને આ લેક ને પરલેમાં મનોવાંછિત સુખને પ્રાપ્ત કરે. (૩) દેવ ગુરુની વૈયાવચ્ચ :- પંચપરમેષ્ઠીની યથાયોગ્ય ભક્તિ સુપાત્રદાન. (૩) વિનયના દશ ભેદ- (૧) અરિહંતને વિનય કરે. (૨) સિદ્ધને વિનય કરે, (૩) આચાર્યને વિનય કરે. (૪) ઉપાધ્યાયને વિનય કરે. (૫) સ્થવિરને વિનય કરે. (૬) ગણ (ધણ આચાર્યોને સમૂહ)ને વિય કરે. (૭) કુલ (એક આચાર્યોના શિષ્યને સમૂહ)ને વિનય કરે. (૮) સ્વધનને વિનય કરે. (૯) સંધને વિનય કરે. (૧૦) સંગીને વિનય કરે એ દશને માનપૂર્વક વિનયકરે જેનશાસનમાં વિના મૂલ ધર્મ કહેવાય છે. વિનય કરવાથી અનેક સગુણેની પ્રાપ્તિ થાય છે. () શુદ્ધતાના ત્રણ ભેદ- (1) મનશુદ્ધતા-મનથી અરિહંત દેવ કે જે ૩૪ અતિશય, ૩૫ વાણી, ૮ મહાપ્રાતિહાર્ય સહિત. ૧૮ દૂષણ રહિત, ૧૨ ગુણ સહિત, એવાં જે દેવ તે જ અમર દેવ છે, તે જ સાચા દેવ છે એના સિવાય બીજા હજારે કષ્ટ પડે તે પણ સરાગી દવને મનથી પણ સ્મરણ ન કરે. (૨) વચન શુદ્ધતાં–વચનથી ગુણકીર્તન એવા અરિહંતના કરે, એ સિવાય બીજા સરાગી દેવનાં ન કરે. (૩) કાયા શુદ્ધતા-કાયાથી અરિહંત સિવાય બીજા સરાગી દવેને નમસ્કાર ન કરે. દેવની શુદ્ધીની સાથે ગુરૂની પણ શુદ્ધી લેવી. લક્ષણનાં પાંચ ભેદ– (૧) સમ શત્રુ મિત્ર ઉપર સમ ભાવ રાખ. કપાયની મંદતા કરવી. (૨) સંગ-વૈરાગ્ય ભાવ અને મોક્ષનું ધ્યેય અને સંસાર અસાર છે; વિષય અને કપાયથી અનંતકાલ છવ ભવભ્રમણ કરે છે, તે આ ભવમાં સારી સામગ્રી મળી છે, તે ધમને આરાધ, ઈત્યાદિ વિચાર કરવો. (૩) નિવેદ-શરીર અથવા સંસારના અનિત્યપણાનું ચિંતવન કરવું. સંસારમાં અરૂચી લાવવી. બને ત્યાં સુધી આ + નિવેદ-ત્યાગભાવના,
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy