________________
૨૪૪
શ્રી જન જ્ઞાન સાગરમન:પર્યાવ જ્ઞાનને વિસ્તાર આ મનના ચાર પ્રકાર જાણવા. ૧ લબ્ધિમનઃ તે અનુત્તરવાસી દેને હેય. ૨ સંગ્રામનેઃ તે સંસી મનુષ્ય ને સંસી તિર્યંચને હેય. ૩ વર્ગમનઃ તે નારકી ને અનુસાર વિમાનવાસી વિના બીજા દેવોને હેય. ૪ પર્યાયમનઃ તે મન:પર્યવ જ્ઞાનીને હેય.
મન:પર્યવ જ્ઞાન કેને ઉત્પન્ન થાય તે. ૧ મનુષ્યને ઉત્પન્ન થાય, અમનુષ્યને ન થાય. ૨ સંસી મનુષ્યને ઉત્પન્ન થાય, અસંરી મનુષ્યને ન થાય. ૩ કર્મભૂમિ સંસી મનુષ્યને ઉત્પન્ન થાય, અકર્મભૂમિ સંસી મનુષ્યને ન થાય.
૪ કર્મભૂમિ સંખ્યાતા વર્ષને આયુષ્યવાળાને ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળાને ઉપન્ન ન થાય.
૫ સંખ્યાતા વર્ષના આયુષ્યમાં પર્યાપ્તને ઉત્પન્ન થાય, અપર્યાપ્તને ન થાય. ૬ પર્યાપ્તામાં પણ સમદષ્ટિને ઉત્પન્ન થાય, મિશ્રાદષ્ટિ ને સમમિધ્યદષ્ટિને ન થાય.
૭ સમદષ્ટિમાં પણ સંયતિને ઉત્પન્ન થાય, પણ અવ્રતી સમદષ્ટિ ને દેશવતીવાળાને * ઉત્પન્ન થાય.
૮ સંપતિમાં પણ અપ્રમત્ત સંયતિને ઉત્પન્ન થાય. પ્રમત્ત સંયતિને ન થાય. ૮ અપ્રમત્ત સંસ્થતિમાં પણ લબ્ધિવાનને થાય. અલબ્ધિવાનને ન થાય.
મન:પર્યવ જ્ઞાન બે પ્રકારે છે– ૧ ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન, ૨ વિપુલમતિ મન:પર્યાવ. જ્ઞાન, ગડગુમતિ તે સામાન્યપણે જાણે, વિપુલમતિ તે વિશેષપણે જાણે.
મન:પર્યવ જ્ઞાનના સમુચ્ચય ચાર પ્રકાર છે:- ૧ દ્રવ્યથી, ૨ ક્ષેત્રથી, ૩ કાળથી ૪ ભાવથી.
૧ દ્રવ્યથી, જુમતિ અનંત અનત પ્રદેશ સ્કંધ જાણે, દેખે તે સામાન્યથી, વિપુલમાત તેથી અધિક સ્પષ્ટપણે નિર્ણય સહિત જાણે, દેખે.
૨ ક્ષેત્રથી, ઋજુમતિ જાવ અંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભાના પ્રથમ કાંડને નાનો પ્રતર તેના હેઠલા તલ સુધી, એટલે સમભૂતળ પૃથ્વીથી ૧૦૦૦ જન નીચે દેખે. શિર્વા જોતિષીના ઉપરના તળ સુધી દેખે, એટલે સમભૂતળથી ૯૦૦ એજન ઊચું દેખે. ત્રિશું દેખે તે મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ તથા બે સમુદ્રને વિષે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના મને ગત ભાવ જાણે દેખે, વિપુલમતિ ને (ઋજુમતિ)થી અઢી અંગુલ અધિક વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત જાણે, દેખે.
( ૩ કાલથી જુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની વાત જાણે, દેખે; ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અતીત, અનાગત કાળની વાત જાણે, દેખે. વિપુલમતિ તે (ઋજુમતિ)થી વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત નિર્મળ જાણે, દેખે.
૪ ભાવથી જુમતિ તે જધન્ય અનંત દ્રવ્યના ભાવ (વર્ણાદિ પર્યાય) ને જાણે દેખે, ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમે ભાગે જાણે, દેખે. વિપુલમતિ તેથી સ્પષ્ટ નિર્ણય સહિત વિશેષ અધિક જાણે, દેખે.