________________
२४०
શ્રી જૈન જ્ઞાન સાગર ૯ ક્ષેત્રથી પચીશ જન ક્ષેત્રના ભાવ જાણે, દેખે, તે કાલથી પક્ષમાં ન્યુનની વાત જાણે, દેખે.
૧૦ ક્ષે ત્રથી ભરત ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્રના ભાવ જાણે, દેખ, તે કાલથી પક્ષ (અર્ધ માસ) પૂર્ણની વાત જાણે, દેખે.
૧૧ ફોત્રથી જંબુદ્વીપ પ્રમાણ ક્ષેત્રની વાત જાણે, દેને તે કાલથી માસ એક ઝાઝેરાની વાત જાણે, દેખ.
૧૨ ક્ષેત્રથી અઢી દીપની વાત જાણે છે, તે કાલથી એક વર્ષની વાત જાણે, દેખે. ૧૩ ક્ષેત્રથી પંદરમા રૂચક દ્વીપ સુધી જાણે, દેખે, તે કાલથી પૃથક્ વર્ષની વાત જાણે દેખે.
૧૪ ક્ષેત્રથી સંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે, દેખે તે કાલથી સંખ્યાતા કાલની વાત જાણે દેખે.
૧૫ ક્ષેત્રથી સંખ્યાતા તથા અસંખ્યાતા દ્વીપ સમુદ્રની વાત જાણે, દેખે. તે કાલથી અસંખ્યાતા કાલની વાત જાણે, દેખે. એ પ્રમાણે ઊર્ધ્વક, અધલેક, તિર્યલોક એ ત્રણે લોકમાં વધતાં વર્ધમાન પરિણામે અલકમાં અસંખ્યાતા લેક પ્રમાણે ખંડ જાણવાની શકિત પ્રકટ થાય એ વર્ધમાન અવધિજ્ઞાન.
- ૪ હાયમાન અવધિજ્ઞાન. અપ્રશસ્ત લેશ્યાને પરિણામે કરી અશુભ ખાને કરી અવિશુદ્ધ ચારિત્રના પરિણામથી (ચારિત્રના મલિનપણથી) વર્ધમાન અવધિજ્ઞાનની હાનિ થાય, થોડે થેડે ઘટતું જાય, તેને હાયમાન અવાધ જ્ઞાન કહીએ.
૫ પ્રતિપાતી અવધિજ્ઞાન-જે અવધિજ્ઞાન પ્રાપ્ત થયું તે એક વખતે જ નાશ પામે તે જઘન્ય, ૧ આંગુલને અસંખ્યાત ભાગ, ૨ આંગુલ સંખ્યાત ભાગ. ૩ વાલા.... ૪ પૃથફ વાલાઝ. ૫ લિંખ, ૬ પૃથફ લિંખ, છે યૂકા (જ), ૮ પૃથફ , ૯ જવ, ૧૦ પૃથફ જવ, ૧૧ આંગુલ ૧૨ પૃથફ આંગુલ, ૧૩ પગ, ૧૪ પૃથફ પગ, ૧૫ વહેત, ૧૬ પૃથફ વહેત, ૧૭ હાથ, ૧૮ પૃથફ હાથ, ૧૯ કુક્ષિ (બે હાથ), પૃથફ કક્ષ, ૨૧ ધનુષ્ય, ૨૨ પૃથફ ધનુષ્ય; ૨૩ ગાઉ, ૨૪ પૃથફ ગાઉ, ૨૫ એજન, ૨૬ પૃથફ યોજન ર૭ સે યોજન, ૨૮ પૃથફ સે યોજન, ૨૯ સહસ્ત્ર જિન, ૩૦ પૃથફ સહસ્ત્ર જન. ૩૧ લક્ષ એજન, ૩૨ પૃથક લક્ષ એજન, ૩૩ ક્રોડ જન ૩૪ પૃથફ કોડ જન, ૩૫ ક્રોડાક્રોડ એજન, ૩૬ પૃથફ દોડાદોડ જન એ પ્રમાણે ક્ષેત્ર, અવધિ, જ્ઞાનથી જુએ, પછી નાશ પામે. ઉત્કૃષ્ટ લોક પ્રમાણ ક્ષેત્ર જુએ, પછી નાશ પામે, દી જેમ પવનને યોગે કરી હોલવાઈ જાય તેમ, એ પ્રતિપાતી અવધિજ્ઞાન.
૬ અપ્રતિપાતી (અપડિવાઈ) અવધિજ્ઞાન- તે આવ્યું જાય નહિ. તે સંપૂર્ણ ચૌદ રાજલક જાણે, દેખે, ને એમાં એક આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્રની વાત જાણે, દેખે તે પણ પડે નહિ. એમ બે પ્રદેશ તથા ત્રણ પ્રદેશ, યાવત લેક પ્રમાણુ અસંખ્યાત ખંડ જાણવાની શકિત થાય, તેને અપ્રતિપાતી અવધિ જ્ઞાન કહીએ, અલકમાં રૂપી પદાર્થ નથી. જે ત્યાં રૂપી પદાર્થ હત તે દેખત; એટલે એટલી શકિત છે. એ જ્ઞાન તીર્થંકર પ્રમુખને બાળપણથી જ હેબ, કેવળજ્ઞાન પામ્યા પછી એ ઉપયોગ ન હોય એ છ ભેદ અવધિ જ્ઞાનના કહ્યા,
સમુચ્ચય અવધિજ્ઞાનના ચાર પ્રકાર છે. ૧ વ્યથી અવધિ જ્ઞાની જધન્ય અનંત રૂપી દ્રવ્ય જાણે, દેખે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જાણે, દેબે ૨ ક્ષેત્રથી અવધિજ્ઞાની જઘન્ય આંગુલનો અસંખ્ય ભાગ ક્ષેત્ર જા, દેખે ઉત્કૃષ્ટ લેક જેવડા અસંખ્યાત ખંડ અલેમાં દેજે. ૩