________________
પથ ગ્રામ કાળથી અવધિ જ્ઞાની જઘન્ય આવલિકાના અસંખ્યાતમા ભાગની વાત જાણે, દેખે, ઉકુષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી; અવસર્પિણી; અતીત અનાગત કાળની વાત જાણે, દેખે, ૪ ભાવથી જઘન્ય અનંત ભાવને જાણે, ઉત્કૃષ્ટ સર્વ ભાવના અનંતમા ભાગને જાણે દેખે, (વર્ણાદિક પર્યાયને).
સંસ્થાન અવધિજ્ઞાનને દેખવાને આકાર, ૧ નારકીને અવધિ ત્રાપાને આકારે છે. ૨ ભવનપતિને પાલાને આકારે છે, ૩ તિર્યંચ તથા મનુષ્યને અનેક પ્રકારે છે. ૪ વ્યંતરને પટ– વાત્રને આકારે છે. ૫ જ્યોતિષીને ઝાલરને આકારે છે, ૬ બાર દેવલોકના દેવને ઉર્ધ્વ મૃદંગને આકારે છે. ૭ નવ ગ્રેવેયકને ફુલની ચંગેરીને આકારે છે. ૮ પાંચ અનુત્તર વિમાના દેવને અવધિ, કંચુકીને આકારે છે.
નાકી, દેવને-અવધિજ્ઞાન-૧ અનુગામિક. ૨ અપ્રતિપાતી, ૩ અવસ્થિત, એ ત્રણ પ્રકારનું છે.
મનુષ્ય ને નિયંચને અવધિજ્ઞાન–૧ અનુગામિક, ૨ અનનુગામિક, ૩ વર્ધમાન, ૪ હાયમાન, ૫ પ્રતિપાતી, ૬ અપ્રતિપાતી, ૭ અવસ્થિત, ૮ અનવસ્થિત છે.
એ વિષયદ્વાર પ્રમુખ પ્રજ્ઞાપના સૂરાના ૩૩ મા પદથી લખે છે. નંદી મળે સંક્ષેપમાં છે.
છાત અવધિ જ્ઞાનનું વર્ણન સંપૂર્ણ