________________
શ્રી કલ્યાણુમંદિર તેત્ર (પદ્યાનુવાદ)
: હરિગીત છંદ
કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપ; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુના પદકમળને પ્રથમ હું પ્રેમે નમી. સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિષે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિ હીણ દિસે; વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે, તીર્થેશની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે.
૨
સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શકિતમાન દુર્લભ મૂઢ મુજ સમ છે થવા; દિન અંધ ધીરજવાન બચ્ચું ઘૂડનું જે હથી, નહિ સૂર્ય કેરા રૂપને વર્ણ શકશે સ્નેહથી.
૩
અનુભવ કરે તુજ ગુણતણે જન મેહના ટળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી;
જ્યમ પ્રલયકાળવડે ખસેલા જળથકી જ સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કે'થી માપી શકાય ના,
દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ તો કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું; શું બળ પણ કેતું નથી ? લંબાવી બે હાથને, નિજ બુદ્ધિના અનુસારથી જ સમુદ્રના વિસ્તારને.
હે ઈશ યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે; સામર્થ્ય મારું કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે, વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેથી, પણ પછી શું પિતાતણું ભાષા કહે વદતાં નથી !
૬
અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હો જિનરે, તુજ નામ પણ સંસારથી લેકનું રક્ષણ કરે; જયમ ગ્રીષ્મકેર સખત તાપવડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી.
૭