SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન જ્ઞાન સાગર યંત્રને વિષે આઠંદ કરતે, ભયંકરપણે મને પરમાધામીએ અનંતવાર પી અને હું મારા પિતાના પાપકર્મ કરી અનંતવાર દુઃખ પામ્યો. પપ સૂવરના મુખ જેવા શામ નામે અને તરાનાં મુખ જેવાં સબળ નામે પરમાધામી એ બનેએ મળી મને ભૂમિપર પછાડીને જીર્ણ વસ્ત્રની પેઠે ફા અને વૃક્ષની પેઠે છેદ્યો. એવી પીડાએ તરફડતાં અને ઘેર શબ્દ કરતાં મેં નરમાં અનંતવાર દુઃખ ભોગવ્યાં. પ૬ મ્હારાં પાપકર્મો કરી નરકને વિષે હું ઊપજે ત્યાં અળશીનાં ફૂલ વર્ણ જેવા તલવાર, ભાલાં તથા બીજાં નીપટ શ કરી છેદાણો, ભેદાણે અને ઝીણા ઝીણા કટકા થયા. ૫૭ હે માતા-પિતા ! પરવશપણે મને લોઢાના રથને વિષે ધગધગતા ધાંસરા અને સામેલથી જેતર્યો અને લાકડી આદિ પ્રકારે કરી જેમ રોઝને હેઠો પાડે તેમ મને માર મારી હેઠ પાશે. ૫૮ જેમ પાપી લેક પાડાને અગ્નિમાં હેમે છે તેમ પરમાધામીએ વૈક્રિય કીધેલ જાજવલ્યમાન અગ્નિમાં મને બા, પકાવ્યો, શેક અને ભડથું કર્યું. એવી રીતે હું પરવશપણે પાપ-કર્મ કરીને ઘણું દુઃખ પામે. ૫૯ ડાંસના જેવી તીક્ષ્ણ અને લેઢાના જેવી સખ્ત ચાંચવાળા કાંક અને ગીધ પક્ષીઓએ મને અનંતવાર બળાત્કારે માર્યો, તેથી હું વારંવાર ઘણો વિલાપ કરવા લાગે. ૬ નરકને વિષે તૃષાએ પીડાવાથી દોડ દોડતે વિતરણી નદીને વિષે પહોંચ્યો, ત્યાં જઈ પાણી પીવા માંડયું તે છરીની ધાર સરખા પાણીથી મારું ગળું છેદાઈ ગયું. ૬૧ તાપની પીડા થવાથી છાયાની આશાએ, ઝાડના મેટા વનમાં ગમે ત્યાં ખડ્ઝ જેવાં પાંદડાંથી હું અનેકવાર છેદાણો. કર હે માતા ! નરકને વિષે લેઢાના મુગદળ, મુસળ, સાંબેલા ત્રિશળ અને ગદાએ કરી મારા શરીરના ચૂરેચૂરા કરી નાખ્યા એવાં અનંતવાર દુ;ખ પામે. ૬૩ તીર્ણ ધારવાળાં અસ્ત્ર, છરી અને કાતરથી જેમ વસ્ત્ર ઉતરાય તેમ હું કતરાણો અને ફડા. એવી રીતે શરીરની ચામડી ઉતારી નાખી. એવી વેદના મેં અનેકવાર સહન કરી. ૬૪ મને પરવશપણે પટની જાળમાં મૃગની માફક પાશમાં બાં, હું અને ઘણીવાર પરમાધામીએ માર્યો. ૬૫ માલાની જાળમાં મને પકડ, તેમાં કાંટા વડે મારું ગળું વધાયું અને મગરના રૂપવાળા પરમાધામીએ મને બળાત્કારે પકડીને ઉછા, ચીર્યો, ફાડ, પકડ્યો અને અનંતવાર ભાર્યો, ૬૬ સીંચાણું પક્ષીની માફક બંધનથી જાળથી, લેપથી અને સરેશથી કરીને હું અનંતવાર પકડાયે, ચાટ, બંધાર્યો અને મને અનંતવાર માયો, ૬૭ કુહાડા તથા ફરસી પ્રમુખે કરી સુતાર જેમ વૃક્ષને વાઢી નાના નાના કટકા કરે છે તેમ મને ફાડ્યો, ફૂટ, છેદ્યો અને એ પ્રમાણે અનંતવાર પરમાધામીએ ત્રાસ પમાડયો. ૬૮ જેમ લુહાર લેઢાને ટીપે છે તેમ મને પરમાધામીએ અનંતવાર ચપેટ તથા મુષ્ટિ આદિ પ્રહાર કરી તાત્રે ફૂટયો, છેદ્યો અને ઝીણા ઝીણા કટકા કર્યા. ૬૯ પરમાધામીએ મને તપેલાં તથા કકળતાં, તાંબા, લેઢાં, કથીર અને સીસાં પાયાં તેથી હું ભયંકર રીતે વિલાપ કરવા લાગે. ૭૦ હે માતા-પિતા! પરમાધામી મને કહે કે, તને માંસ બહુ પ્રિય હતું અને માંસના કટકા કરી તેને પકાવી, તળવી, ખાવાને બહુ ગમતા હતા માટે તું આ તારું જ માંસ ખા, એમ કહી મારા જ શરીરનાં માંસને કટકા કરી, પકાવી, અગ્નિવર્ણ લાળચાળ કરી શેકીને મને અનંતવાર ખવડાવ્યા. ૭૧ વળી પરમાધામી કહે છે કે, તને આગલે ભવે મદિરા, તાડી તથા જવ વગેરેને દારૂ તથા મધ દાણું યિ હતું એમ કહી મને મારાં હાડકાંને રસ તથા મારા શરીરન લેહી તપાવી જાજવલ્યમાન કરી પાયું. ૭૨. હે માતા ! નિચે ભયે કરી, ત્રાસે કરી, દુઃખે કરી. પીડાએ કરી, પરમ ઉત્કૃષ્ટ દુ:ખે કરી કંપાયમાન શરીરે મેં વેદના ભોગવી. ૭૩ તીવ્ર ઉદષ્ટ, અતિ આકરી, ઘેર સહેતાં અતિ દુષ્કર, મોટા ભથને ઉપજાવનાર, સાંભળતાં પણ ભય ઊપજે એવી વેદના નરકને વિષે મેં ભોગવી છે. ૩૪ મનુષ્ય-લેકમાં જેવી ટાઢ, તાપની વેદના વર્તે છે, તેથી અનંતગણી અશાતા, વેદના નરકને વિષે છે.
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy