________________
અધ્યયને અર્થ સાથે)
૭૫ સર્વ ભવને વિષે મેં અશાતા વેદના ભોગવી છે. આંખમીંચીને ઉધાડીએ એટલે. સુક્ષ્મ વખત પણ શાતા ભોગવી નથી. હવે મૃગાપુત્ર પ્રત્યે માતા-પિતા કહે છે. ૭૬ હે પુત્ર! હારી ઈચ્છા દીક્ષા ગ્રહણ કરવાની છે તે ખુશીથી દક્ષા ગ્રહણ કરી પરંતુ આટલું વિશેષ કે ચારિત્રને વિષે દુ:ખ થવાથી દવા કરાવી શકાતી નથી એટલે સાવદ્ય વૈદું કરાવી શકાતું નથી. ૭૭ મૃગાપુત્ર માતા-પિતા પ્રત્યે કહે છે કે આપનું કહેવું સત્ય છે. પણ અરણ્યને વિષે રહેલાં મૃગ વગેરે જાનવરો, અને પક્ષીઓને રોગ આવ્યાથી કેણું મટાડી શકે છે? અર્થાત વૈદે આવી તેની દવા કરતા નથી. % જેમ એકલો મૃગ અટવીને વિષે ભમ્યાં કરે છે તેમ હું પણ સત્તર ભેદે સંયમ અને બાર, પ્રકારે તપે કરી ધમને આચરીશ ૭૯ જેમ મોટા અરણ્યને વિષે કઈ મૃગને રોગ ઉત્પન્ન થાય ત્યારે તે મૃગ ઝાડ નીચે બેસે છે ત્યાં તે મૃગનું વૈદુ કેણ કરે છે ?
૮ તે રોગથી પીડાએલા મૃગને કયો શૈદ આવી ઔષધ આપે છે ? કોણ તેને સુખશાતા. પૂછે છે ? અને ખાવાને વાતે આહાર પાણી (ખોરાક) કેણ લાવી આપે છે? ૮૧ જ્યારે તે મૃગ સુખી હોય ત્યારે તે પિતાની મેળે ખાવા પીવાને માટે ચરવાની જગ્યા–વનમાં, ખેતરમાં તથા સરોવર તરફ જાય છે. ૮૨ તે મૃગ મૃગચર્યા કરીને એટલે ખેતરમાંથી પિતાને ખોરાક ખાઈ અને સરોવરમાંથી પાણી પીને પોતાની મરજી મુજબ વનમાં ફરે છે. ૮૩ એમ સંયમને વિશે ઉદ્યમવંત સાધુ, મૃગની પેઠે અનિયત ઠેકાણે રહે અને અનેકવાર નિરોગી અવસ્થાએ અનિયત સ્થાનકને વિષે ગોચરીએ વિચરે તે ઉર્ધ્વદિશીએ એટલે દેવલેક મેક્ષને વિષે જાય. ૮૪ જેમ મૃગ એક ઠેકાણે રહેતું નથી અને અનેક ઠેકાણે વસે છે તથા અનેક ઠેકાણે ચારો ચરે છે તેમ સાધુ ગોચરીએ ફરતાં શકા નીરસ આહાર મળે તો પણ ગૃહસ્થને કે પિતાના આત્માને હીલે કે નિંદે નહિ. ૮૫ જ્યારે મૃગાપુત્રે માતા-પિતા પાસે કહ્યું કે આગળ કહ્યા મુજબ મૃગચર્યાની માફક સંયમ આવીશ ત્યારે ? માતા-પિતા કહે છે કે પુત્ર ! જેમ સુખ ઊપજે તેમ કરે, એટલે ખુશીથી દીક્ષા ગ્રહણ કરે. માતાપિતાએ આજ્ઞા દીધા પછી મૃગાપુત્રે પરિગ્રહને ત્યાગ કર્યો ૮૬ હે માતા- પિતા ! હું તમારી આજ્ઞાએ કરી સર્વ દુઃખથી મુકાવનારી મૃગચર્યા રૂપ દીક્ષા અંગીકાર કરીશ ત્યારે માતા-પિતાએ કહ્યું કે હે પુત્ર ! જાઓ અને જેમ સુખ ઊપજે તેમ કરે. ૮૩ એમ મૃગાપુત્રે માતા-પિતાની આજ્ઞા લઈને જેમ મોટો નાગ કાંચળી છોડીને નાશે તેમ ઘણે પ્રકારે મમત્વ ભાવને છાંડે. ૮૮ જેમ લુગડે વળગેલી રજ ઝાટકી નાખે તેમ ગાત્ર રાજ્ય મદિ, સુવર્ણાદિ ધન, મિત્ર, પુત્ર, સ્ત્રી અને સગાવહાલાં સર્વ છાંડીને નીકળ્યા. ૮૯ દેગાપુત્ર પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ છ પ્રકારે અત્યંતર૦ અને છ પ્રકારે બાહ્યઃ એમ બાર પ્રકારે તપ એ સર્વને વિષે ઉદ્યમવંત થયા. ૯૦ તે મૃગાપુત્ર મમતારહિત અહંકારરહિત સ્ત્રી આદિના સંગરહિત ઋદ્ધિ વગેરે ત્રણ ગારવ રહિત અને ત્રણ તથા સ્થાવર જીવ ઉપર સરખે ભાવ રાખનાર થયા. ૯૧ તે મૃગાપુત્ર બહાર પાણી મળે અથવા ન મળે સુખ અથવા દુઃખને વિષે, જીવિતવ્ય અને મરણને વિષે, નિંદા તથા પ્રશંસાને વિષે, અને માન તથા અપમાનને વિષે, એ સર્વ ઉપર સમભાવ રાખનાર એટલે રાગદ્વપ રહિત થયા. ૯૨ તે મૃગાપુત્ર ત્રણ ગૌરવથી ચાર કષાયથી, ત્રણ દંડથી- ત્રણ
૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ યાવચ્ચ, ૪ સઝાય, પ ધ્યાન, ૬ કાઉસ્સગ એ છ અત્યંતર તપ કહેવાય છે. છે. અણશણ, ૨ ઉણાદરિ, ૩ વૃત્તિક્ષેપ, ૪ રસપરિત્યાગ, ૫ કાચકલેશ ૬ ઈન્દ્રિય પ્રતિસલિનતા.
એ છ બાહ્ય તપ.. > ૧ મને દંડ, ૨ વચનદઇ, ૩ કાયદડ એ ત્રણ દંડ