________________
પુદગલેને ઉપચય પ્રયોગથી - યદ્યપિ વસ્ત્ર ઉપરના પુગલોને ઉપચય પ્રોગથી પણ થાય છે, તે સ્વાભાવિક પણ થાય છે, પરંતુ જીવને જે કર્મનો ઉપચય થાય છે, તે પ્રયોગથી થાય છે, પણ સ્વાભાવિક થતો નથી. કારણ કે જેને ત્રણ પ્રકારના પ્રયોગો કહ્યા છે. મનઃપ્રાગ, વચનપ્રયોગ અને કાયપ્રગ. એમાં બધા પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારનો પ્રયોગ હોય, પૃથ્વીકાયિકને એક પ્રકારનો પ્રોગ હોય, (થાવત વનરપતિકાયિક સુધી) વિકલેન્દ્રિયને બે પ્રકારના પ્રયોગ હોય, વચન અને કાય.
આમ ત્રણમાંથી કોઈ પણ એક કે બે કે ત્રણ પ્રકારના પ્રગો દ્વારા આત્મા પુદગલોનો ઉપચય કરે છે.
વસ્ત્રને જે પુગલોનો ઉપચય થ છે, તે સાદિસાંત છે, પરંતુ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી, પરંતુ જેનું તેમ નથી. કેટલાક જીવને કર્મોપચય સાદિ સાંત છે, કેટલાકનો અનાદિ સાંત છે. કેટલાકને અનાદિ અનંત છે, પણ કોઈનો કપચય સાદિ અનંત નથી. ઉદાહરણ તરીકે–ઐયપંથના બંધકનો કર્મોપચય સાદિ સાંત છે, ભવસિદ્ધિને અનાદિ સાંત છે, અભવ સિદ્દિકને અનાદિ અનંત છે. .